- Politics
- મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે
ઇન્ડિયા ટૂડે-સીવોટર દ્વારા કરવામાં આવેલા 'મૂડ ઓફ ધ નેશન' (MOTN) સર્વેમાં વડાપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવાર અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નો પર લોકોએ જે જવાબ આપ્યા તે આશ્ચર્યજનક છે. જંતર-મંતર વિરોધ કરનારી 'કોકરોચ જનતા પાર્ટી'નો સંસ્થાપક અભિજીત દિપકેને પણ કેટલાક લોકોએ વડાપ્રધાન પદ માટે પસંદગીનો ઉમેદવાર ગણાવ્યો. રસપ્રદ વાત એ છે કે, તેમણે આ રેસમાં તેના 'ગુરુ' અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડી દીધા છે. CJPની સ્થાપના પહેલા, દિપકેએ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું.
MOTN સર્વેમાં 1.3% ઉત્તરદાતાઓએ અભિજીત દિપકેને ભારતના આગામી વડાપ્રધાન માટે સૌથી યોગ્ય ઉમેદવાર ગણાવ્યો છે, જ્યારે 1.2% લોકોએ કેજરીવાલને પસંદ કર્યા. હવે ભલે આ તફાવત ફક્ત 0.1 ટકા પોઈન્ટનો છે, પરંતુ તેનું ખૂબ રાજકીય મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે, દિપકેએ 2020 થી 2023 સુધી કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ની કોમ્યુનિકેશન ટીમ સાથે કામ કર્યું હતું. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ભારતના આગામી વડાપ્રધાન બનવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ છે, ત્યારે દિપકેની લોકપ્રિયતા તેને કેજરીવાલ કરતા થોડી આગળ લઇ આવી.
'મૂડ ઓફ ધ નેશન' સર્વે વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે; ઇન્ડિયા ટૂડે ગ્રુપ છેલ્લા બે દાયકાથી આ સર્વે કરી રહ્યું છે. ઓગસ્ટ સર્વે 2026નો સીવોટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1 જુલાઈથી 25 ઓગસ્ટ વચ્ચે 25,184 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2026ના 'મૂડ ઓફ ધ નેશન'ટેના પરિણામો તૈયાર કરવા માટે, સીવોટરના નિયમિત ટ્રેકિંગના ભાગ રૂપે છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 91,795 ઇન્ટરવ્યૂના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે, પરંતુ થોડા મહિના પહેલા જ ચર્ચામાં આવેલા અભિજીત દિપકનું આ યાદીમાં હોવું મોટી વાત માનવામાં આવી રહી છે. જો કે મુખ્ય દાવેદારોની સરખામણીમાં દિપકેનો 1.3%નો આંકડો ઘણો ઓછો હોવા છતાં, કેજરીવાલના આંકડાઓની સરખામણી કરીએ તો તેણે મોટી છલાંગ લગાવી છે.
ટોચના રેન્કિંગની દૃષ્ટિએ, વડાપ્રધાન મોદી સૌથી વધુ પસંદગીના ઉમેદવાર છે; તેમને 48.7% લોકોએ વડાપ્રધાન બનવા માટે સૌથી યોગ્ય વિકલ્પ માન્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 27.1% લોકોના સમર્થન સાથે બીજા સ્થાને છે.
સર્વેમાં બીજું એક આશ્ચર્યજનક નામ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય છે; તેમને 9.2% લોકો વડાપ્રધાન પદ માટે યોગ્ય માને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2% લોકોએ પસંદ કર્યા છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આવે છે, જેમને 1.7% લોકો આ ભૂમિકા માટે શ્રેષ્ઠ ઉમેદવાર માને છે. ત્યારબાદ 1.3% સાથે દિપકે બીજા ક્રમે છે, જ્યારે અરવિંદ કેજરીવાલને 1.2% લોકોએ પસંદ કર્યા છે.
સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે વર્તમાન વિપક્ષી નેતાઓમાંથી વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે કોણ સૌથી યોગ્ય છે? આ પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે કેજરીવાલની લોકપ્રિયતા ઘટી રહી છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે જનતા પર ખૂબ મોટી અસર નાખી છે. વિપક્ષી નેતૃત્વની પસંદ માટે રાહુલ ગાંધી 29% સમર્થન સાથે સૌથી આગળ છે. જાન્યુઆરી 2026માં આ આંકડો 286 હતો. એટલે વિપક્ષી તરીકે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. તો, મુખ્યમંત્રી વિજય, જે અગાઉની યાદીમાં સામેલ નહોતા, તેઓ 12.2% સમર્થન સાથે આ લિસ્ટમાં આવી ગયા છે. પહેલી જ એન્ટ્રીમાં તેઓ બીજા સ્થાને પહોંચી ગયા છે. મમતા બેનર્જી આ લિસ્ટમાં 8.5% સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે કેજરીવાલને 7.5% લોકોએ પસંદ કર્યા છે.

