સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને નિર્ણયો દ્વારા જ રાષ્ટ્રની નીતિઓ ઘડાય છે. હાલમાં 2026ના મોનસૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના આંદોલન અને તેને લગતી પોલીસ કાર્યવાહીના મુદ્દે સંસદમાં ઊભા થયેલા વાતાવરણે ફરી એક વાર સંસદની ગૌરવ અને મર્યાદાના મહત્વ સંદર્ભે સવાલ ઊભા કર્યા છે. 

3

જુલાઈ 2026માં NEET પરીક્ષા સાથે સંકળાયેલા પેપર લીકના આરોપોને લઈને વિદ્યાર્થીઓએ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારબાદ સંસદ તરફ કૂચ કરવાના પ્રયત્ન દરમિયાન પોલીસ સાથે સંઘર્ષના સમીકરણો થયા. આ ઘટના પછી વિપક્ષી પક્ષો સંસદમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા અને કેન્દ્રીય ગૃહ મંત્રીના જવાબની માંગ કરી રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે સત્રના અનેક દિવસોમાં કાર્યવાહીમાં ખલેલ રહી અને પ્રશ્નકાળ પણ અધૂરો રહ્યો.

આ સંદર્ભમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થી આંદોલન પ્રદર્શનના મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે. તેમણે વિપક્ષી દળોને અપીલ કરી છે કે તેઓ ડરે નહીં, ભાગે નહીં અને જવાબને પૂરો સાંભળે. આ નિવેદન સંસદની કાર્યશૈલીના મૂળભૂત સિદ્ધાંતને રજૂ કરે છે કે ચર્ચા માટે તૈયારી અને સાંભળવાની ઇચ્છા લોકશાહીની મજબૂતીનું પ્રતીક છે.

2

સંસદનું ગૌરવ તેના નિયમો અને મર્યાદા પૂર્ણ સંચાલનમાં જ જળવાતું હોય છે. સંસદની કાર્યવાહીમાં વિરોધ, નારેબાજી કે ખલેલ ક્યારેક થાય છે પરંતુ તેની મર્યાદા હોવી જરૂરી છે. જ્યારે કોઈ મુદ્દો રાષ્ટ્ર માટે મહત્વનો હોય ત્યારે તેને સંસદના મંચ પર ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઈએ. વિદ્યાર્થીઓનું ભવિષ્ય, પરીક્ષા પદ્ધતિની પારદર્શિતા અને કાયદો વ્યવસ્થા જેવા વિષયો પર સરકાર અને વિપક્ષ બંને પોતાના મત રજૂ કરી શકે. પરંતુ આ ચર્ચા ત્યારે જ અસરકારક બને છે જ્યારે બંને પક્ષો એકબીજાને સાંભળે અને નિયમોનું પાલન કરે.

સંસદની મર્યાદા એ છે કે તેમાં વ્યક્તિગત આક્ષેપો, અપમાનજનક શબ્દો કે અનિયંત્રિત વર્તનને સ્થાન ના હોય. અધ્યક્ષ અથવા સભાપતિના નિર્ણયોનું સન્માન કરવું, નિયમો અનુસાર ચર્ચા કરવી અને જવાબ આપ્યા પછી તેને ધ્યાનથી સાંભળવું આ તમામ બાબતો સંસદના ગૌરવને જાળવી રાખે છે. જો ચર્ચા દરમિયાન હોબાળો બૂમાબૂમ કરીને જવાબને અટકાવવામાં આવે તો લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે. તેવી જ રીતે જો સરકાર ચર્ચા માટે તૈયાર ન હોય તો જવાબદારીનો અભાવ જણાય છે. બંને પક્ષોએ આ સંતુલન જાળવવું જરૂરી છે.

4

વિદ્યાર્થી આંદોલન જેવા મુદ્દા પર સંસદમાં ચર્ચા થવી જોઈએ કારણ કે તે યુવા પેઢીની ચિંતાઓ સંદર્ભે  છે. પરીક્ષા પ્રણાલીમાં સુધારા, પ્રશ્નપત્ર લીક અટકાવવા માટેના કાયદા અને પોલીસ કાર્યવાહીની તપાસ જેવા પ્રશ્નો પર વિગતવાર વાતચીત થાય તો જ લોકોને સ્પષ્ટતા મળે. સંસદ આ માટેનું સૌથી યોગ્ય માધ્યમ છે. ત્યાં જ સરકાર પોતાની સ્થિતિ સમજાવી શકે અને વિપક્ષ પોતાના પ્રશ્નો અને આક્ષેપો રજૂ કરી શકે. આ પ્રક્રિયા પારદર્શક અને  ખુબજ અગત્યની છે. 

સંસદની ગિરિમા મર્યાદા  જાળવવા માટે જરૂરી છે કે તમામ સાંસદો તેને લોકશાહીના મંદિર તરીકે જુએ. સૂત્રોચાર, બૂમ બરાડા  અને દખલને બદલે સકારાત્મક ચર્ચા પર ભાર આપવો જોઈએ. જ્યારે સરકાર ચર્ચા માટે તૈયારી દર્શાવે અને વિપક્ષ જવાબ સાંભળવા માટે તૈયાર થાય ત્યારે જ સંસદ તેની વાસ્તવિક ભૂમિકા નિભાવી શકે છે. આ મર્યાદા જાળવીને જ દેશના નાગરિકોનો વિશ્વાસ સંસદ પર બન્યો રહે છે.

આજે જ્યારે વિદ્યાર્થીઓના મુદ્દે સરકારે ચર્ચાની તૈયારી દર્શાવી છે ત્યારે સમગ્ર સંસદને આ તકનો ઉપયોગ કરીને મર્યાદામાં રહીને વિગતવાર વાતચીત કરવી જોઈએ. સંસદનું ગૌરવ તેના સાંસદોના વર્તનમાં જ જાળવતું હોય છે. જો બંને પક્ષો આ ગૌરવને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે તો લોકશાહી વધુ મજબૂત બને અને રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર યોગ્ય નિર્ણયો લેવાય. સંસદની મર્યાદા જાળવવી એ દરેક સંસદસભ્યની ફરજ છે અને તે જ દેશની લોકશાહીને સુરક્ષિત રાખે છે. આશા સાથે અપેક્ષા રાખીએ આપણા દેશના સાંસદો લોકશાહી અને સંસદની મર્યાદા જાળવે.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.