છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા પણ ઉપસ્થિત રહી હતી. સાંજે 6 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમ બાદમાં 7 વાગ્યે શરૂ થયો હતો, જેમાં 23 જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના દાવો અનુસાર આ કાર્યક્રમ માટે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતમાં આશરે 40 કરોડ યુવાનો છે, જે દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે ઉમેર્યું કે વિશ્વમાં ચીનની ચર્ચા થાય છે, પરંતુ ભારતના યુવાનોની તાકાત આગળ ચીન કશું જ નથી. સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે પરિવારો પાસેથી લાખો-કરોડો રૂપિયા ફી પેટે વસૂલવામાં આવે છે અને બદલામાં BA-MA ની ડિગ્રીઓ અપાય છે, પરંતુ આ સર્ટિફિકેટ રોજગારની કોઈ ગેરંટી આપતા નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દર 1,000 યુવાનોમાંથી માત્ર 12 યુવાનોને જ કાયમી નોકરી મળે છે. યુવાનોનો ડેટા છીનવીને મોટી-મોટી કંપનીઓને સોંપવામાં આવી રહ્યો છે.

04

20મી સદીમાં જે તાકાત પેટ્રોલ પાસે હતી, તે 21મી સદીમાં ડેટા પાસે છે તેમ જણાવતા રાહુલે કહ્યું, તમારી પાસેથી એવું કહેવામાં આવે છે કે જેટલી રીલ્સ જોવી હોય અને બનાવવી હોય તેટલી બનાવો. પરંતુ આ રીલ્સ એ 21મી સદીનું નવું વ્યસન છે. તેમણે ઉમેર્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) યુવાનોના ડેટાના આધારે જ બને છે. તમારા ડેટા વિના AIનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ સિસ્ટમે યુવાનોને આ ચક્રવ્યૂહમાં ફસાવી રાખ્યા છે.

કાર્યક્રમ દરમિયાન બિહાર અને યુપીના વિદ્યાર્થીઓએ પોતાની પીડા રાહુલ ગાંધી સામે રજૂ કરી હતી, જેમાં બિહારની એક છાત્રાએ જણાવ્યું કે પટનામાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 23 જુલાઈએ ફરીથી પ્રોટેસ્ટનું આયોજન કરાયું તો તે પહેલા જ પોલીસ અને RAF ગોઠવી દેવાયા હતા. આગલા દિવસે સિવાનમાં પોલીસે AK-47 થી ગોળીબાર કર્યો, જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું. છાત્રાએ કહ્યું, 25 જુલાઈએ જ્યારે તમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અમે બિહારમાં ડરીને બેઠા હતા કે પોલીસ ક્યારે આવીને અમને ઉપાડી જશે. લાઈબ્રેરીઓમાંથી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી.

એક અન્ય વિદ્યાર્થીએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે તેની પાસે બે જ વિકલ્પ બચ્યા છે—કાં તો ચાની દુકાન ખોલવી અથવા આત્મહત્યા કરવી. તેના પર રાહુલ ગાંધીએ તેને સાંત્વના આપતા કહ્યું કે, આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી, ભાઈ. વિદ્યાર્થીએ ઉમેર્યું કે તેણે પોતાની જમીન વેચીને B.Ed નો અભ્યાસ કર્યો છે અને હવે નોકરીની શોધમાં છે, પરંતુ તે સત્તાધીશોના ગુંડાઓથી ડરશે નહીં.

03

સ્ટેજ પર આવેલા અન્ય એક વિદ્યાર્થીએ પટનાના 22 જુલાઈના લાઠીચાર્જની આપવીતી સંભળાવતા કહ્યું કે પોલીસ અધિકારીઓ કોઈ પણ બિલ્લા વગર આવ્યા હતા અને તેમનો ટાર્ગેટ માથા કે પગ પર મારવાનો હતો. આંસુ ગેસના ગોળા છોડાયા અને એમ્બ્યુલન્સ પણ આવવા દીધી નહોતી. 'થ્રી ઈડિયટ્સ' મૂવીની જેમ સ્કૂટી પર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડાયા હતા અને તેને પોતે 15 કલાક સુધી થાણામાં બેસાડી રખાયો હતો. તેણે આક્રોશ સાથે કહ્યું, અમે પહેલા નોકરી માટે આંદોલન કરીએ, પછી પેપર માટે અને પછી રિઝલ્ટ માટે. અમે વિદ્યાર્થી છીએ કે આંદોલનજીવી? અમે બિહારી છીએ, સત્તા પણ પલટી શકીએ છીએ.

વિદ્યાર્થીઓની વાતો સાંભળીને રાહુલે કહ્યું, તમે અંધારામાં ટોર્ચ સળગાવી દીધી છે. વિદ્યાર્થીઓના દિલમાં નફરત નહીં, પરંતુ મોહબ્બત (પ્રેમ) હોવી જોઈએ. AI દ્વારા કોર્પોરેટના દરવાજા પણ બંધ થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ડેટા તમારો છે, દર્દ તમારું છે અને દૌલત એમની થઈ રહી છે.

01

અડાણી 10 વર્ષમાં બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા હોવાનો ઉલ્લેખ કરીને રાહુલે આરોપ લગાવ્યો કે, વોટ ચોરી થાય છે, વોટર લિસ્ટમાં બ્રાઝિલની મહિલાઓના નામ આવે છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જે તમારા માતા-પિતા પોતાના ડરના કારણે ન કરી શક્યા, તે યુવાનોએ પોતાના ડરનો સામનો કરીને કરી બતાવ્યું છે. તમારે નફરતથી નહીં, પરંતુ પ્રેમથી આ સિસ્ટમને ખતમ કરીને 'ટાટા બાય-બાય' કરવાનું છે. હું તમારી સાથે ઊભો છું અને આગળ પણ રહીશ.

About The Author

Related Posts

Top News

ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના યુવાન સંશોધક રવિ ટમ્ટાએ 'ઉડતી કાર' વિકસાવી છે. આ 'ઉડતી કાર'નું નામ ...
National 
ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ...
Gujarat 
વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

શનિવારે, કેરળની રાજધાની, તિરુવનંતપુરમમાં, નીચલા પ્રાથમિક શાળાના શિક્ષક રેન્ક ધારકોએ સરકાર સામે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું....
National 
કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.