ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન, શીલા દેવીના શરીરમાં હલનચલનનો અનુભવ થયો. પરિવારનો દાવો છે કે તેમણે વાત કરી અને પૂછ્યું કે, બધા તેમને ક્યાં લઈ જઈ રહ્યા છે. ત્યારપછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સારવાર આપવામાં આવી. આ ઘટના બન્યાના લગભગ 9 દિવસ પછી, રવિવાર, 9 ઓગસ્ટના રોજ શીલા દેવીનું મૃત્યુ થઇ ગયું.

એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ, શીલા દેવી તેમના પુત્ર સુનીલ મહોર સાથે આગ્રાના ટ્રાન્સ યમુના કોલોનીના શ્રીનગર વિસ્તારમાં રહેતી હતી. તે શ્વાસની બીમારીથી પીડાતી હતી અને બરેલીની એક ખાનગી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી હતી. 30 જુલાઈના રોજ, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ત્યારપછી પરિવાર તેમના મૃતદેહને આગ્રા લાવ્યો અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી.

Sheela Devi
bhaskardigital.com

પરિવારના જણાવ્યા અનુસાર, અંતિમ સંસ્કાર માટે કપડાં અને ફૂલ હાર પણ મંગાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, શીલા દેવીના જમાઈએ તેમના પગ સ્પર્શ કર્યા. પરિવારનો દાવો છે કે તેમને તેમના શરીરમાં હલનચલનનો અનુભવ થયો. આ પછી, શીલા દેવીએ વાત પણ કરી અને પૂછ્યું કે બધા કેમ રડી રહ્યા છે અને તેઓ તેમને ક્યાં લઈ જઈ રહ્યા છે.

શીલા દેવી જીવિત છે તે જાણ્યા પછી, પરિવાર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો. ત્યારપછી તેમની સારવાર આગ્રાની પાર્ક હોસ્પિટલમાં કરવામાં આવી. પરિવારને આશા હતી કે આ વખતે શીલા દેવી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ 9 દિવસ પછી, રવિવાર, 9 ઓગસ્ટના રોજ, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.

શીલા દેવીના મૃત્યુ પછી, તેમના પુત્ર સંજીવે પાર્ક હોસ્પિટલમાં સારવાર અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સંજીવ બદાયૂંની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. સંજીવે આરોપ લગાવ્યો છે કે પાર્ક હોસ્પિટલમાં દર્દીઓને હોસ્પિટલની પોતાની કંપની અને સ્થાનિક બ્રાન્ડની દવાઓ આપવામાં આવે છે. તેમણે નર્સિંગ સ્ટાફ પર દર્દીઓની યોગ્ય સંભાળ ન રાખવાનો પણ આરોપ લગાવ્યો છે.

Sheela Devi
navbharattimes.indiatimes.com

પરિવારનો દાવો છે કે, હોસ્પિટલે શીલા દેવીની સારવાર માટે આશરે 5 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. તેની માતાના મૃત્યુ બાદ સંજીવે સમગ્ર મામલાની તપાસ અને હોસ્પિટલ વહીવટીતંત્ર સામે કાર્યવાહીની માંગ કરી છે. સંજીવ કહે છે કે, તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ અને CMને ફરિયાદ કરશે. તેઓ સારવાર સંબંધિત દસ્તાવેજોની તપાસની પણ માંગ કરશે.

પાર્ક હોસ્પિટલના વહીવટીતંત્રે આ બાબતે કોઈ માહિતી આપી નથી. તેથી, તપાસ અને તબીબી રેકોર્ડ જ જણાવશે કે સારવાર દરમિયાન કોઈ બેદરકારી થઈ છે કે નહીં. શીલા દેવીના કથિત જીવિત થવાથી પરિવારને નવી આશા મળી હતી. જોકે, 9 દિવસ પછી તેમના મૃત્યુએ તેમની આશાને ઊંડા દુઃખમાં ફેરવી દીધી છે.

About The Author

Related Posts

Top News

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Opinion 
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

ભારતીય સિનેમાના મહાનાયક અને સદીના મહાનાયક ગણાતા 83 વર્ષીય અમિતાભ બચ્ચન તેમની અદ્ભુત અદાકારી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે....
Entertainment 
83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.