દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી SFIએ અલાપ્પુઝા જિલ્લામાં કેરળ યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ 18 કોલેજોમાં યુનિયન ચૂંટણી જીતી લીધી છે.  કેરળ યુનિવર્સિટી સાથે સંલગ્ન કુલ 71 કોલેજોમાંથી SFI 63 કોલેજોમાં જીત હાંસલ કરી, જ્યારે ABVP 1 અને KSU 7 કોલેજોમાં જીત હાંસલ કરી છે. બીજી તરફ, કન્નુર યુનિવર્સિટીની કુલ 77 કોલેજોમાંથી 54 કોલેજોમાં જીત હાંસલ કરી છે. ABVP 3 અને KSU 20 કોલેજોમાં જીત મેળવી છે.

SFI2
thehindu.com

પોલિટેકનિક કોલેજોની વાત કરીએ તો, કુલ 55 કોલેજોમાંથી 45 કોલેજોમાં જીત મળી છે. આ ઉપરાંત, પોલિટેકનિક સ્કૂલોના કુલ 699 સ્કૂલોમાં SFIએ 604માં જીત હાંસલ કરી છે. MG યુનિવર્સિટી અને કાલીકટ યુનિવર્સિટીના પરિણામો હજુ જાહેર થયા નથી.

MG યુનિવર્સિટી સાથે સંલગ્ન સરકારી સંસ્કૃત કોલેજ ત્રિપુનિથુરામાં ABVPએ જીત મેળવી. સરકારી સંસ્કૃત કોલેજની યુનિયનનું સંચાલન ઘણા વર્ષોથી SFI દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ABVPએ તમામ 6 મહત્ત્વના હોદ્દાઓ જીતીને જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ જીત તે વિસ્તારમાં થયેલા અન્ય એક રાજકીય પરિવર્તનની બરાબર બાદ મળી છે; તાજેતરમાં જ ભાજપે ત્રિપુનિથુરા નગરપાલિકાનું શાસન સંભાળ્યું છે અને સ્થાનિક સંસ્થામાં વામપંથી દળોના 45 વર્ષ લાંબા શાસનનો અંત આણ્યો છે. હવે ABVPએ કેમ્પસમાં પણ આવી જ મોટી સફળતા હાંસલ કરી છે જે ચાર દાયકાથી વધુ સમય સુધી ડાબેરીઓના નિયંત્રણ હેઠળ રહ્યું હતું.

ABVP1
navbharattimes.indiatimes.com

તાજેતરમાં જ થયેલી દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં ABVP 4માંથી ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.તેમાં અધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવના પદો સામેલ હતા. ઉપાધ્યક્ષનું પદ પર અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી. આ અગાઉ, ABVPએ પંજાબ યુનિવર્સિટીમાં પણ અધ્યક્ષ પદ પોતાના નામે કર્યું હતું.

About The Author

Related Posts

Top News

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભારતનો રાજકીય ચક્રવ્યૂહ ખૂબ જ વિચિત્ર છે. અહીં અચાનક જ એવી ઓફરો આવી જાય છે કે, જેને નકારવી અશક્ય...
National 
મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.