વારાણસીમાં હાર, ગોરખપુરમાં કાંટાની ટક્કર... MLC ચૂંટણીના પરિણામોએ ભાજપને ટેન્શનમાં કેમ લાવી દીધું?

ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો માટે યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, ભાજપે 5 બેઠકો જીતી છે અને એક બેઠક પર આગળ છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી (SP)એ 2 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ છે. અગાઉની ચૂંટણીની સરખામણીમાં સમાજવાદી પાર્ટીને 2 બેઠકોનો ફાયદો થતો દેખાય રહ્યો છે, જ્યારે ભાજપને ન તો કોઈ ફાયદો થયો છે કે ન તો કોઈ નુકસાન. છેલ્લી ચૂંટણીમાં, ભાજપે 6 બેઠકો જીતી હતી, જ્યારે 2 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો જીતી હતી.

જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિધાનસભા ચૂંટણી અગાઉ યોજાયેલી આ ચૂંટણીઓના પરિણામોએ ભાજપના ધબકારા વધારી દીધા છે. જે 11 બેઠકો પર આ ચૂંટણી થઇ છે, તે 72 જિલ્લા કવર કરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે પ્રચાર દરમિયાન અનેક જાહેર સભાઓ યોજી હતી, અને ભાજપના મંત્રીઓ તથા ધારાસભ્યો (MLA)નો મોટો કાફલો મેદાનમાં હતો. આમ છતા પરિણામ 2020 જેવું જ આવ્યું છે. મુખ્યમંત્રીના ગૃહ જિલ્લા ગોરખપુરમાં ભાજપને માત્ર નજીવી સરસાઈ મળી છે.

ભાજપને વારાણસી અને આગ્રાની શિક્ષક મતવિસ્તારની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને બેઠકો પર ભાજપ 2020માં પણ હારી હતી. આ જ કારણસર ભાજપે આ બે બેઠકો જીતવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી; મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે જાહેર સભાઓ કરી હતી અને ઘણાં મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ધારાસભ્યોથી લઈને સંગઠનના સભ્યો સુધીના લોકોએ દરેક શિક્ષકોને રીઝવવા માટે કોઈ કસર બાકી રાખી નહોતી. તેમ છતાં બંને મતવિસ્તારોમાં સમાજવાદી પાર્ટી જીતી.

Old-Car-EV-Conversion3
jagran.com

ઝાંસી અને લખનૌની સ્નાતક મતવિસ્તાર બેઠકો પર ભાજપ પાછળ ચાલી રહી છે. 2020માં, ભાજપે લખનૌ સ્નાતક બેઠક જીતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટીએ ઝાંસી બેઠક જીતી હતી. આ વખતે ભાજપે આ બંને બેઠકો પર પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી હતી. મંત્રીઓથી લઈને ધારાસભ્યો અને સાંસદો સુધી.. સતત જનસંપર્ક કરી રહ્યા હતા અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા; પરંતુ જ્યારે મતપેટીઓ ખોલવામાં આવી, ત્યારે તેમની તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગ્યું. સમાજવાદી પાર્ટી (SP) બંને બેઠકો પર આગળ છે.

સૌથી રસપ્રદ મુકાબલો ગોરખપુર શિક્ષક મતવિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ભાજપે વર્તમાન MLC ધ્રુવ ત્રિપાઠીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ સંજયન ત્રિપાઠીને ટિકિટ આપી છે. ભાજપ અને સપાના સમીકરણો અપક્ષ ઉમેદવારોએ બગાડી નાખ્યા છે. અપક્ષ ઉમેદવાર રાજીવ યાદવ અને ભાજપના ધ્રુવ ત્રિપાઠી વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે, જેમાં ભાજપ હાલમાં ખૂબ જ પાતળી સરસાઈથી આગળ છે. મુખ્યમંત્રી યોગીના પોતાના ગઢમાં આટલો કઠિન પડકાર મળવો એ ભાજપ માટે ચિંતાનો વિષય છે.

આ ચૂંટણી એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેના પરિણા 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આવી રહ્યા છે. ભાજપ તરફથી સંગઠનના નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો મેદાનમાં સક્રિય હતા, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે પણ અનેક ચૂંટણી સભાઓ કરી હતી. પાર્ટી માટે આ ચૂંટણી પોતાનો સંગઠનાત્મક પ્રભાવ અને શિક્ષક તથા સ્નાતક મતદારો વચ્ચેના તેના સમર્થન આધારની કસોટી હતી. આટલા પ્રયાસો છતા પરિણામો અને વલણોમાં સમાજવાદી પાર્ટીએ ઘણી બેઠકો પર મજબૂત સ્પર્ધા બનાવી રાખી.

BJP
indiatv.in

શું આ ભાજપ માટે આ મોટો સેટબેક છે?

આ ચૂંટણીને ભાજપ માટે મોટો સેટબેક ગણાવતા પહેલા બે પાસાઓને અલગ-અલગ રીતે સમજવા જરૂરી છે. પ્રથમ- બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ 2020માં ભાજપે 6 બેઠકો જીતી હતી. આ વખતે, જો વર્તમાન વલણોના હિસાબે 5 બેઠકો પર જીત અને એક બેઠક પર સરસાઈનું વલણ અંતિમ પરિણામમાં બદલાય છે, તો પાર્ટીની કુલ બેઠકોની સંખ્યા 6 જ રહી શકે છે. આ રીતે જોઈએ તો, બેઠકોની સંખ્યાના સંદર્ભમાં ભાજપને કોઈ સીધું નુકસાન થયું નથી; પરંતુ, આટલા ભરપૂર પ્રયાસો છતા ભાજપ પોતાની બેઠકોની સંખ્યા વધારી ન શકી.

બીજું પાસું સમાજવાદી પાર્ટીને થયેલો ફાયદો છે. ગત વખતે 3 બેઠકો જીતનાર સમાજવાદી પાર્ટી આ વખતે પાંચ બેઠકો સુધી પહોંચી શકે છે. આનાથી વિધાન પરિષદમાં પક્ષનું પ્રતિનિધિત્વ વધશે અને સંગઠનાત્મક સ્તરે તેને એક રાજકીય ઉપલબ્ધિ મળશે. સાથે જ, આ પરિણામ ભાજપ માટે એ વાતની સમીક્ષાનો વિષય બની શકે છે કે જે મતવિસ્તારોમાં પાર્ટીએ પૂરેપૂરી તાકત લગાવી, ત્યાં વિરોધ પક્ષે કેટલો પડકાર રજૂ કર્યો છે. જ્યાં

ભાજપને પૂર્વાંચલ ક્ષેત્રમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જ્યાંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવે છે અને જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સભ્ય છે. બુંદેલખંડની એકમાત્ર બેઠક પર થયેલી ચૂંટણીમાં પણ ભાજપ સંપૂર્ણપણે પાછળ રહી ગઇ છે. 2027ની વિધાનસભા ચૂંટણી અગાઉ, પૂર્વાંચલ અને બુંદેલખંડના પરિણામોએ ભાજપ માટે ચેતવણીની ઘંટડી વગાડી દીધી છે. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રોહિલખંડમાં ભાજપને ફાયદો થતો દેખાય રહ્યો છે. અહીં ચાર બેઠકો પર નિર્ણાયક ભાજપે એકતરફી જીત હાંસલ કરી છે.

About The Author

Related Posts

Top News

વારાણસીમાં હાર, ગોરખપુરમાં કાંટાની ટક્કર... MLC ચૂંટણીના પરિણામોએ ભાજપને ટેન્શનમાં કેમ લાવી દીધું?

ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો માટે યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, ભાજપે 5...
Politics 
વારાણસીમાં હાર, ગોરખપુરમાં કાંટાની ટક્કર... MLC ચૂંટણીના પરિણામોએ ભાજપને ટેન્શનમાં કેમ લાવી દીધું?

તમામ ટ્રેનોમાં હવે 6 કલાક માટે ફોન, લેપટોપ, પાવર બેંક ચાર્જ નહીં કરી શકો, રેલવેએ આ સમયગાળા માટે પ્રતિબંધ મુકી દીધો

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે! ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે....
તમામ ટ્રેનોમાં હવે 6 કલાક માટે ફોન, લેપટોપ, પાવર બેંક ચાર્જ નહીં કરી શકો, રેલવેએ આ સમયગાળા માટે પ્રતિબંધ મુકી દીધો

ગુજરાત અને પટના સહિત 4 હાઈકોર્ટના ન્યાયાધીશો, ભલામણથી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થશે

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 હાઈકોર્ટના ન્યાયાધીશોને વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. 26 ઓક્ટોબરના રોજ કોલેજિયમની...
National 
ગુજરાત અને પટના સહિત 4 હાઈકોર્ટના ન્યાયાધીશો, ભલામણથી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થશે

ભારત સાથે સીધો વેપાર બંધ છે છતાં 3 મહિનામાં 587 કરોડ રૂપિયાનો માલ પાકિસ્તાન પહોંચ્યો

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર બંધ થઇ ગયો છે. આમ છતાં, પાકિસ્તાનમાં ભારતીય માલની માંગ...
Business 
ભારત સાથે સીધો વેપાર બંધ છે છતાં 3 મહિનામાં 587 કરોડ રૂપિયાનો માલ પાકિસ્તાન પહોંચ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.