સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પોલીસ પર બગડ્યા, 8 સવાલ ઉઠાવ્યા, કહ્યું- ખાલી ટુવ્હીલર ચાલકો પાસેથી કેમ દંડ ઉઘરાવો છો, બંધ કરો, ટ્રાફિક કંટ્રોલ કરો

સુરતના વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. આ પત્ર લખવાનો મુખ્ય હેતુ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને સિગ્નલનો અમલ કરાવવાની જગ્યાએ માત્ર ટૂ-વ્હીલર ચાલકો પાસેથી દંડ ઉઘરાવવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, તેને તાત્કાલિક બંધ કરાવવાનો છે. ધારાસભ્યએ પોતાના પત્રની શરૂઆતમાં જ સ્પષ્ટપણે પ્રશ્ન કર્યો છે કે પોલીસની કાર્યવાહી માત્ર સામાન્ય અને ગરીબ બાઈક ચાલકો પૂરતી જ કેમ સીમિત છે, જ્યારે અન્ય મોટા વાહનો બેફામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

kanani
facebook.com/ikumarkanani

તેમણે પોતાના પત્રમાં લખ્યું કે, વરાછા રોડ પર ખાંડ બજાર, ભવાની સર્કલ, સરસ્વતી સર્કલ, કાપોદ્રા જેવા અનેક જગ્યાએ પોલીસના ટોળા દંડ ઉઘરાવતા નજરે પડે છે. લોકો નિયમનો ભંગ કરે તો તેનો દંડ કરવો તે બરાબર છે. પરંતુ આ કાર્યવાહી ફક્તને ફક્ત ટૂ-વ્હીલર ઉપર જ કેમ એ પ્રશ્ન ઉભો થાય છે. નિયમોનો ભંગ માત્ર બાઈક ચલાવનાર સામાન્ય ગરીબ માણસ જ કેમ દંડનો ભોગ બને છે.

photo_2026-10-01_14-18-44
khabarchhe.com

કુમાર કાનાણીના 8 સવાલ

1. સિગ્નલ તોડનારા લોકો બેફામ બન્યા છે. સિગ્નલનું મેન્ટેનન્સ થતું નથી. ટાઈમિંગના ઠેકાણા નથી. સિગ્નલના પ્રોજેક્ટનું બાળમરણ થયું છે. તેનું શું?

2. પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો, ડમ્પરો બેફામ દોડે છે. તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં?

3. ટ્રેકટરો, ટ્રકો રેતી-માટીના ખુલ્લા વાહનો દોડે છે. તેની સામે કાર્યવાહી કેમ નહીં?

4. પ્રાઇવેટ બસો તેમજ મોટા વાહનો બેફામ એર હોર્નનો ઉપયોગ કરી લોકોને પરેશાન કરે છે. તેની સામે કાર્યવાહી કેમ નહીં?

5. તમામ રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ થાય તેમ વાહનો બેફામ પાર્ક થાય છે. તેની સામે કાર્યવાહી કેમ નહીં?

6. નંબર વગરની રીક્ષાઓ અને રીક્ષામાં વધારે ભરતા પેસેન્જર બેફામ ચાલે છે. તેની સામે કાર્યવાહી કેમ નહીં?

7. ચાર રસ્તા, ત્રણ રસ્તા ઉપર રોડ બંધ કરી ઉભી રહેતી રીક્ષાની સામે કાર્યવાહી કેમ નહીં?

8. દબાણોને કારણે થતી ટ્રાફિક દુર કરવાનું કામ પોલીસ વિભાગ કેમ કરતી નથી?

kanani3
facebook.com/ikumarkanani

આવા અનેક પ્રશ્નો છે જે પોલીસ વિભાગની જવાબદારી હોવા છતા કરતી નથી. જ્યારે ફક્ત સામાન્ય ગરીબ બાઈક ચાલકને નિયમોના ભંગ બદલ બેફામ ટોળામાં દંડ ઉઘરાવતા જોવ છું. ત્યારે મારા મનમાં આ પ્રશ્ન ઉભો થાય છે કે, દંડનો ભોગ ફક્ત સામાન્ય ગરીબ માણસ બાઈક વાળા જ કેમ બને છે. આ પ્રશ્નનો મને યોગ્ય જવાબ મળે તેવી આશા રાખું છું. અંતમાં, ધારાસભ્ય કિશોર કાનાણીએ પોલીસ કમિશનર પાસેથી આ તમામ 8 સવાલોના યોગ્ય અને સંતોષકારક જવાબની અપેક્ષા રાખી છે. આ પત્રના માધ્યમથી સુરતની જનતા અને ધારાસભ્યને આશા છે કે પોલીસ પ્રશાસન પોતાની કામગીરીમાં સુધારો લાવશે અને માત્ર દંડ ઉઘરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શહેરની વાસ્તવિક ટ્રાફિક સમસ્યાઓ હલ કરવા તરફ ધ્યાન આપશે. હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની આ રજૂઆત પર શું કાર્યવાહી થાય છે.

About The Author

Related Posts

Top News

Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

5G સ્માર્ટફોનની કિંમતો એટલી વધી ગઈ છે કે મોબાઈલ માર્કેટમાં 4G સ્માર્ટફોનનું ફરીથી જોરદાર આગમન થઈ રહ્યું છે. આજની તારીખમાં...
Tech and Auto 
Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

2026નું વર્ષ ભારતીય બજાર માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષની અંદર તેમના રેકોર્ડ ઉચ્ચ...
Business 
2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ નવા કાયદા...
Gujarat 
ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો

રાજકોટ જિલ્લામાં એક શાકભાજી વિક્રેતાએ નકલી નોટ છાપવાની 'નિન્જા ટેકનિક' શીખી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે...
Gujarat 
ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.