માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને પછાડી દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સુરતને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સન્માનિત કરાયું હતું. સુરતના નાગરિકો અને તંત્રની અપેક્ષા હતી કે સુરત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે, પરંતુ બેદરકારીને કારણે શહેરે નંબર-1 નું બિરુદ ગુમાવ્યું છે. વર્ષ 2025-26ના પરિણામોમાં સુરતની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ અને તાપી શુદ્ધીકરણ જેવી કામગીરીને ઊંચા ગુણ મળવા છતા નવી મુંબઈ પ્રથમ, સુરત બીજા અને વિજયવાડા ત્રીજા સ્થાને રહ્યું છે.

સુરત નવી મુંબઇથી પાછળ રહી જતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટી તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે, એક ચેતવણી આપી હતી અને તેનું પરિણામ પણ આવી ગયું છે. ક્રમ 1 જાળવવો ખૂબ અઘરો છે તેવી મારી શંકા 100 ટકા સાચી ઠરી છે. પોશ વિસ્તારોમાં સર્વે છતા સુરત 2જા નંબરે કેમ? હજુ તંત્ર નહીં જાગે તો 1-3 નંબરમાં આવવાના પણ ફાફા પડશે.

kanani
facebook.com/ikumarkanani

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતનો નંબર-1નો તાજ છીનવાઈ જવા પાછળના કારણો જણાવતા કુમાર કાનાણીએ સફાઈ કામગીરીની ઢીલી નીતિ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે ચાલતી ન હતી. ખાસ કરીને વરાછા અને લિંબાયત જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી નીકળતા હોટફિક્સ જેવા પ્લાસ્ટિકના કચરાનું દૂષણ મોટો માથાનો દુ:ખાવો બન્યું છે. પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય કલેક્શન અને નિકાલ ન થવાને કારણે શહેરની સ્વચ્છતા પર સીધી અસર પડી છે, જે અંગે અગાઉ પણ તંત્રને ચેતવ્યું હતું.

સર્વેની પદ્ધતિ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા ધારાસભ્ય કુમાર કાનાણીએ આક્રોશ સાથે કહ્યું કે, જો પોશ વિસ્તારમાં જ સર્વે થયો હોય અને તેમ છતા બીજો ક્રમ મળ્યો હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. ઉધના, લિંબાયત, વરાછા અને પુણામાં જ્યાં શ્રમજીવી અને કારીગર વર્ગ રહે છે, ત્યાં સફાઈના અભાવે કચરાના ઢગલાઓ જોવા મળે છે અને વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય?

kanani
facebook.com/ikumarkanani

વહીવટી તંત્રને આડેહાથ લેતા કુમાર કાનાણીએ કહ્યું કે, હજુ પણ મોડું નથી થયું, વહીવટીતંત્રે ખૂબ ગંભીરતાથી આ વાતને ધ્યાનમાં લઈ જાગવું પડશે. જો હવે ફરીવાર 1 નંબર મેળવવા માટે કમર નહીં કસવામાં આવે, તો આગામી સમયમાં 1-3 નંબર પર આવવામાં પણ આપણે ફાફા પડવાના છે એ વાત ચોક્કસ છે. કુમાર કાનાણીના મતે, પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે નક્કર વ્યવસ્થા ઊભી કરવાની અને શહેરના દરેક ખૂણે, ખાસ કરીને શ્રમજીવી વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવવાની ખૂબ જરૂરિયાત છે. જો તંત્ર આ નિવેદન બાદ સફાળું જાગીને કામગીરી સુધારશે, તો જ સુરત ફરીથી દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બની શકશે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને...
Gujarat 
માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ...
National 
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું...
National 
સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.