અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રહોની સ્થિતિમાં ફેરફારને કારણે 16 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલના જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમ 16 નવેમ્બરની આસપાસ લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ 20 નવેમ્બર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાય અને વાતાવરણ સાનુકૂળ રહે તો વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આ સિસ્ટમની મુખ્ય અસર આંધ્ર પ્રદેશ અને ઓડિશા તરફ રહેવાની શક્યતા છે. જોકે, તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

Unseasonal rain
skymetweather.com

ખાસ કરીને 20-27 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આ આગાહી મુજબ હવામાનમાં ફેરફાર થાય તો કમોસમી વરસાદને કારણે ખેતીના પાક પર પણ તેની અસર પડી શકે છે.

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જેના પરિણામે ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રવિ પાક માટે હવામાન વધુ સાનુકૂળ બનતું જોવા મળશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં શિયાળુ પાકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થવાની આશા છે.

kanani
facebook.com/ikumarkanani

જોકે, ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે હજુ રાહ જોવી પડશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીની શરૂઆત થશે અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધશે. એટલે કે નવેમ્બરના અંત સુધી હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જ્યારે ડિસેમ્બર અંત અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો અસલી ચમકારો અનુભવાઈ શકે છે.

About The Author

Top News

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને...
Gujarat 
માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ...
National 
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું...
National 
સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.