સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે સુરત બીજા અને વિજયવાડા (આંધ્ર પ્રદેશ) ત્રીજા નંબરે રહ્યા. અગાઉના સર્વેક્ષણમાં, ઈન્દોર ‘સુપર સ્વચ્છ લીગ’માં ટોચ પર હતું, જેમાં સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા નંબરે હતા. આ ઉપરાંત, જયપુર (રાજસ્થાન) અને ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)ને પણ સૌથી સ્વચ્છ શહેરો તરીકે માન્યતા આપવામાં આવી છે. ‘મેન્ટર સિટી’  શ્રેણીમાં અમદાવાદ પ્રથમ નંબરે રહ્યું, ત્યારબાદ ઈન્દોર બીજા અને તિરુપતિ ત્રીજા સ્થાને રહ્યા. ‘સ્વચ્છ સિટી પેર’ પહેલ હેઠળ, સાણંદ, દેપાલપુર અને કુપ્પમને અનુક્રમે અમદાવાદ, ઈન્દોર અને તિરુપતિ માટે ‘મેન્ટી સિટી’ તરીકે પસંદ કરવામાં આવ્યા.

Swachh Survekshan Awards 2025-26
pib.gov.in

આ દરમિયાન, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025-26’માં પોતાની ઓળખ કાયમ કરતા 50,000 થી 3 લાખની વસ્તી ધરાવતા શહેરી સ્થાનિક સંસ્થાઓની શ્રેણીમાં સ્વચ્છ શહેરનું બીજું સ્થાન હાંસલ કર્યો છે. બુધવારે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ NDMCને સન્માનિત કર્યું. NDMCના અધ્યક્ષ મનોજ કુમાર દ્વિવેદી અને ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલે રાષ્ટ્રપતિના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો. જ્યારે આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

Swachh Survekshan Awards 2025-26
pib.gov.in

NDMCએ છેલ્લા ત્રણ વર્ષમાં સતત સારું રેન્કિંગ મેળવ્યું છે, જેના કારણે તેને ‘સુપર લીગ’ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આ ઉપલબ્ધિ કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા અને નાગરિક સહભાગિતામાં થયેલી પ્રગતિનું પરિણામ છે. આ ઉપરાંત, ‘ક્લીન એર સર્વે’માં, દિલ્હીએ શ્રીનગર અને બેંગલુરુ જેવા શહેરો કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે; જેનું શ્રેય પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો અને તેના અસરકારક અમલીકરણને જાય છે. આ 'સ્વચ્છ સર્વેક્ષણ'ની 10મી આવૃત્તિ હતી, જેમાં દેશભરના 4751થી વધુ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વર્ષનું સર્વેક્ષણ સ્વચ્છતા માટે નવી પહેલ– સાથે મળીને સ્વચ્છતા લાવીએ વિષય  પર આધારિત હતું. આ સર્વેક્ષણ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

Swachh Survekshan Awards 2025-26
pib.gov.in

કઇ શ્રેણીઓમાં કયા શહેરો ટોચ પર રહ્યા?

આ ઉપરાંત, સ્વચ્છ દરિયાકાંઠાના શહેરોમાં પુરી (ઓડિશા), અલાપ્પુઝા (કેરળ) અને રત્નાગિરી (મહારાષ્ટ્ર)ને સામેલ કરવામાં આવ્યા છે. 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26' માટે સૌથી સ્વચ્છ પહાડી શહેરોની શ્રેણીમાં જમ્મુ (જમ્મુ અને કાશ્મીર), રુદ્રપુર (ઉત્તરાખંડ) અને શોપિયાં (જમ્મુ-કાશ્મીર)નો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી સ્વચ્છ નદીકિનારા (રિવરફ્રન્ટ) ધરાવતા શહેરોમાં રીવા (મધ્ય પ્રદેશ), બિલાસપુર (છત્તીસગઢ) અને વારાણસી (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને...
Gujarat 
માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ...
National 
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું...
National 
સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.