AM/NS India ખાતે ‘ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020’ પર એક વિશેષ ઇન્ટરેક્ટિવ સેશન

હજીરા-સુરત, ઑક્ટોબર 30, 2026: કાર્યસ્થળે સલામતી અને નિયમનકારી ઉત્કૃષ્ટતા તરફના એક મહત્વપૂર્ણ પગલા રૂપે, ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિરેક્ટોરેટ (DISH) દ્વારા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના સહયોગથી ‘ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020’ પર એક વિશેષ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની યજમાની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા તેના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવી હતી.

OSH કોડ, 2020 એ કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને એક સરળ અને આધુનિક માળખામાં રૂપાંતરિત કરે છે, જે ઉદ્યોગોને વ્યવસાયિક સલામતીના ધોરણો સુધારવામાં અને નિયમનકારી પાલનને સરળ બનાવવામાં મદદ કરે છે.

આ ઇન્ટરેક્ટિવ સેશનમાં દક્ષિણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ, ફેક્ટરી ઓક્યુપાયર્સ, પ્લાન્ટ હેડ્સ, EHS પ્રોફેશનલ્સ અને સેફ્ટી ઓફિસર્સ ઉપસ્થિત રહી સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં મંચ પર પી. એમ. શાહ, ડિરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), , ગુજરાત સરકારના, જનક જારીવાલા, ઝોનના ચેરમેન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(CII), વિમ વેન ગર્વેન, ડિરેક્ટર એન્ડ વાઈસ પ્રેસિડેન્ટ, AM/NS India, સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા અને ડેપ્યુટી CTO, AM/NS India તથા નાગેશ્વર રાવ, ચીફ સેફ્ટી ઓફિસર, AM/NS India જેવા અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

29

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા પી. એમ. શાહ, ડિરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), ગુજરાત સરકારે વ્યવહારિક પાલન અને ગુજરાતના ઉદ્યોગોની તૈયારીઓ વિશે મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા. આ માળખા પાછળના વિઝનને રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે: "OSH કોડ, 2020 એ કામદારોની સુખાકારી અને સલામતીને ઔદ્યોગિક કામગીરીના કેન્દ્રમાં રાખીને વૈધાનિક અનુપાલનને સરળ બનાવવા તરફનું એક પરિવર્તનકારી પગલું છે. સીમલેસ અમલીકરણ માટે નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચે સક્રિય સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે."

વાત કરતા સંતોષ મુંધડા,  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – પ્રોજેક્ટ્સ (હજીરા) અને ડેપ્યુટી CTO, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: "DISH અને ગુજરાત સરકારની આ પ્રગતિશીલ પહેલ ખરેખર પ્રશંસનીય છે, કારણ કે તે સ્પષ્ટ નિયમનકારી સ્પષ્ટતા પૂરી પાડે છે અને ઔદ્યોગિક સલામતી માટે એક દૂરદર્શી બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. AM/NS Indiaમાં, સલામતી એ અમારા રોજિંદા કામકાજને આગળ વધારનારું મુખ્ય મૂલ્ય છે. અમે OSH કોડ, 2020 ના માળખા સાથે સુસંગત છીએ અને અમારા કાર્યક્ષેત્રમાં સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મજબૂત સિસ્ટમો સાથે સંપૂર્ણ સજ્જ છીએ. આ પ્રકારની પહેલ સમગ્ર ઉદ્યોગમાં ધોરણોને વધુ ઊંચા લાવવામાં મદદ કરશે."

સલામતી પાલનના મહત્વ પર ભાર મૂકતા, AM/NS Indiaના ચીફ સેફ્ટી ઓફિસર નાગેશ્વર રાવે નવા નિયમોની પ્રશંસા કરી અને સલામતી શિસ્તને મજબૂત કરવા અને લાંબા ગાળાના ઔદ્યોગિક અનુપાલનની સ્થાપના માટે OSH કોડ, 2020 આવશ્યક હોવા પર ભાર મૂક્યો હતો.આ સત્રના અંતે એક રસપ્રદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયો હતો, જેમાં સહભાગીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન સાથે ઉત્તર આપવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ...
National 
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ

મુંબઈ ઈન્ડિયન્સ આગામી IPL સિઝન 2027 માટે કેપ્ટનપદની જવાબદારી રોહિત શર્માને સોંપે તેવી પૂરી શક્યતા છે, એવું 'ધી...
Sports 
IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.