પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

સુરત - હજીરા, ઑક્ટોબર 12, 2026: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન યોજના (પીએમ-સેતુ) હેઠળ સુરત ક્લસ્ટરની પાંચ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ના આધુનિકીકરણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે હિસ્સેદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર દ્વારા એએમ/એનએસ ઇન્ડિયા, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે મંજૂર રોકાણ યોજનાના અમલીકરણ માટેની ભાગીદારીને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આગામી તબક્કામાં આઈટીઆઈના આધુનિકીકરણ અને સંચાલન માટે વિશેષ હેતુ કંપની (એસપીવી)ની રચના કરવામાં આવશે. તેમાં એએમ/એનએસ ઇન્ડિયાની 51 ટકા ભાગીદારી રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભાગીદારી 24.5 ટકા લેખે રહેશે.

આ કરાર સુરત ક્લસ્ટર માટે મંજૂર કરાયેલી વ્યૂહાત્મક રોકાણ યોજનાને તાલીમ સુવિધાઓ, અભ્યાસક્રમો અને શિક્ષણ પદ્ધતિમાં સુધારા દ્વારા અમલમાં મૂકવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ યોજનામાં સંસ્થાઓના આધુનિકીકરણ અને તેના માટે કરવામાં આવનારા રોકાણની વિગતો નક્કી કરવામાં આવી છે.
રૂ. 240 કરોડના મંજૂર રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ પાંચેય આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનોની રોજગારક્ષમતા વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. આધુનિક તાલીમ સુવિધાઓ, અદ્યતન અભ્યાસક્રમો અને વ્યવહારુ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્ર તથા આ વિસ્તારના સંબંધિત ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે જરૂરી કૌશલ્યો વિકસાવવામાં મદદ મળશે.

કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાતના જણાવ્યાનુસાર, “ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આપણા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરતો રહે તે જરૂરી છે. એએમ/એનએસ ઇન્ડિયા સાથેની આ ભાગીદારી સુરત ક્લસ્ટરની પાંચ સરકારી આઈટીઆઈમાં તાલીમને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનાં કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ટેકનિકલ શિક્ષણને ઉદ્યોગો સાથે વધુ નજીકથી જોડીને અમારો ઉદ્દેશ યુવાનોની રોજગારક્ષમતા વધારવાનો અને રાજ્યના ઔદ્યોગિક વિકાસનો લાભ સ્થાનિક યુવાનો સુધી પહોંચાડવાનો છે.”

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ – હ્યુમન રિસોર્સિઝ અને એડમિનિસ્ટ્રેશન, એએમ/એનએસ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “પ્રદેશના યુવાનોની રોજગારક્ષમતા વધારવી એ એએમ/એનએસ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ છે. આ ભાગીદારી હેઠળ અમે અમારા ઉત્પાદન ક્ષેત્રના અનુભવ અને ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (નેમટેક)ની ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રની નિપુણતાને સુરત ક્લસ્ટરની પાંચ સરકારી આઈટીઆઈ સુધી પહોંચાડીશું. વધુ સારી સુવિધાઓ, વ્યવહારુ તાલીમ અને પ્રશિક્ષકોની તાલીમને મજબૂત બનાવવાથી વિદ્યાર્થીઓ ઉદ્યોગોની જરૂરિયાત મુજબનાં કૌશલ્યો વિકસાવી શકશે. આનાથી તેઓ ઉત્પાદન ક્ષેત્ર અને સંબંધિત ઉદ્યોગોમાં રોજગાર માટે તૈયાર થશે તેમજ સ્થાનિક સ્તરે કુશળ માનવબળની ઉપલબ્ધતા પણ વધશે.”

એએમ/એનએસ ઇન્ડિયા તેના શૈક્ષણિક અને ટેકનિકલ ભાગીદાર ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (નેમટેક) સાથે મળીને આ પ્રોજેક્ટનો અમલ કરશે. આ અંતર્ગત તાલીમ સુવિધાઓનું આધુનિકીકરણ, વર્તમાન અભ્યાસક્રમોમાં સુધારા, નવા વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવા અને પ્રશિક્ષકોની તાલીમને વધુ મજબૂત બનાવવા જેવા કાર્યો કરવામાં આવશે.

આ સુધારાઓના પરિણામે વિદ્યાર્થીઓને કાર્યસ્થળ પર ઉપયોગમાં લેવાતાં સાધનો અને પદ્ધતિઓ સાથે તાલીમ મેળવવાની વધુ તકો મળશે. વ્યવહારુ તાલીમ દ્વારા તેઓ વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનનો વાસ્તવિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકશે અને ટેકનિકલ કામગીરી કરવામાં આત્મવિશ્વાસ કેળવી શકશે. પ્રશિક્ષકોને પણ તેમનું ટેકનિકલ જ્ઞાન અને શિક્ષણ કૌશલ્ય વધારવા માટે તાલીમ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ પાંચ સરકારી આઈટીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સરકારી આઈટીઆઈ, સુરત; સરકારી આઈટીઆઈ, હજીરા; સરકારી આઈટીઆઈ, બારડોલી; સરકારી મહિલા આઈટીઆઈ, સચિન અને સરકારી મહિલા આઈટીઆઈ, સુરતનો સમાવેશ થાય છે. સરકારી આઈટીઆઈ, સુરત મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે કાર્ય કરશે અને સંયુક્ત સુવિધાઓ તથા સંસાધનો દ્વારા અન્ય ચાર સંસ્થાઓને સહયોગ આપશે.

તાલીમને ઉદ્યોગોની જરૂરિયાતો સાથે વધુ સુસંગત બનાવવાથી વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવામાં મદદ મળશે અને નોકરીદાતાઓને જરૂરી કૌશલ્ય ધરાવતા ઉમેદવારો મળી શકશે. આ આધુનિકીકરણથી બંને મહિલા આઈટીઆઈમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પણ લાભ થશે અને તેમને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે વધુ સારી રીતે તૈયાર થવામાં મદદ મળશે.

ગુજરાતમાં થયેલો આ કરાર પીએમ-સેતુ યોજના હેઠળ એએમ/એનએસ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હિસ્સેદારી કરારોમાંથી એક છે. બીજો કરાર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ક્લસ્ટરની ચાર સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે કરવામાં આવ્યો છે. બંને પ્રોજેક્ટ હેઠળ કુલ નવ આઈટીઆઈનો સમાવેશ થાય છે, જેમાં કુલ રૂ. ૪૪૦ કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે.

પીએમ-સેતુ ભારત સરકારની એક પહેલ છે, જેના માટે કુલ રૂ. 60,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગોની ભાગીદારીથી દેશની 1000 સરકારી આઈટીઆઈનું આધુનિકીકરણ કરવાનો અને પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓને મજબૂત બનાવવાનો છે, જેથી યુવાનોને રોજગાર માટે જરૂરી વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી મોટી રાહત, માનહાનિના કેસ પર લગાવી રોક; PM મોદી પરની ટિપ્પણી સાથે જોડાયેલો છે મામલો

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની ટ્રાયલ કોર્ટમાં...
Politics 
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી મોટી રાહત, માનહાનિના કેસ પર લગાવી રોક;  PM મોદી પરની ટિપ્પણી સાથે જોડાયેલો છે મામલો

પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

સુરત - હજીરા, ઑક્ટોબર 12, 2026: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન યોજના...
Gujarat 
પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી તોડફોડ

અમદાવાદમાં જીગરદાન ગઢવી દ્વારા આયોજિત સાંચી ગરબા કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. મોડી રાત્રે ખેલૈયાઓને ગરબા સ્થળે પ્રવેશ ન મળતા ભારે...
Gujarat 
જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી તોડફોડ

ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'

PAN કાર્ડ સાથે સંબંધિત વિવિધ છેતરપિંડીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ, ગુરુગ્રામના બાદશાહપુર તાલુકામાંથી એક અનોખો કિસ્સો સામે...
Business 
ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.