દિવાળી પહેલા સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' ઝડપી બન્યું, UP-બિહારના શ્રમિકો કેમ પાછા ફરી રહ્યા છે? બોલ્યા- ‘બીમારી કે થાકના કારણે રજા લઈએ તો..’

સુરતમાં ‘ગાંવ ચલો આંદોલન’ તેજ બની ગયું છે. લાચારી અને ભારે હૈયે ઉત્તર પ્રદેશ-બિહારના શ્રમિકોના પાછા તેમના વતનમાં જઇ રહ્યા. તેમનું કહેવું છે કે તેમને સતત કામ કરવું પડી રહ્યું છે અને જો રજા લેવામાં આવે તો તેના પૈસા કાપી લેવામાં આવી રહ્યા છે. સાપ્તાહિક રજાની માગ અને પગાર કપાત સહિત કારખાના માલિકો દ્વારા કરવામાં આવતા શોષણના વિરુદ્ધમાં શરૂ થયેલું 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું છે. સુરત શહેર અને જિલ્લાના મળીને અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો આ આંદોલનમાં જોડાયા છે. આજે મોટી સંખ્યામાં મજૂરો વતન જલાં રેલવે સ્ટેશનો પર પહોંચતા લાંબી લાઈનો લાગી હતી. માત્ર રજા જ નહીં, પરંતુ કામના કલાકો અને પગાર રોકી લેવાની ધમકીઓથી મજૂરો અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા છે.

સુરતથી લાચારી અને ભારે હૈયે પોતાના વતન ઉત્તર પ્રદેશ-બિહાર જતા શ્રમિકોનું કહેવું છે કે, 'રોજનું 12 કલાક કામ કરવું પડે છે અને સમયસર પગાર પણ મળતો નથી. સળંગ 30 દિવસ કામ કરી બીમારી કે થાકના કારણે રજા લઈએ તો પગાર કપાઈ જાય છે. 7-8 મહિના બાદ ગામડે જવાની રજા માંગી તો શેઠે પગાર રોકી લીધો અને ગેટની બહાર કાઢી મુક્યો. અઠવાડિયામાં એક રજાની માગ કરનાર 250-300 લોકોને શેઠે નોકરી પરથી કાઢી મુક્યા. મજૂરોને દબાવવામાં આવી રહ્યા છે અને પોલીસ સહિતના વિભાગો પાસેથી માત્ર ખોટો દિલાસો જ મળી રહ્યો છે, એટલે વતન જઈ રહ્યાં છીએ. હવે શેઠને જરૂર હશે ને બોલાવશે તો આવીશું.'

શ્રમિકોના આ પલાયન વચ્ચે મજૂર યુનિયનો પણ તેમની વહારે આવ્યા છે અને માલિકો સામે મોરચો માંડ્યો છે. મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું કે 'ગાંવ ચલો' આંદોલન હેઠળ મોટી સંખ્યામાં મજૂરો ગામ જઈ રહ્યા છે અને તેમની ટીમ આ મજૂરોને પાણી તથા બિસ્કિટ આપી રહી છે. દુબેએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ આંદોલન શરૂ થયું ત્યારથી માલિકો મજૂરોને ભારે પરેશાન કરી રહ્યા છે અને તેમને નોકરીમાંથી કાઢી રહ્યા છે, જેના પુરાવા રૂપે તેમની પાસે અનેક વીડિયો પણ મોજૂદ છે.

Gaon-Chalo-Andolan2
divyabhaskar.co.in

આ હૃદયદ્રાવક પરિસ્થિતિ દર્શાવે છે કે સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકોનું કેવું ભયંકર માનસિક અને આર્થિક શોષણ થઈ રહ્યું છે. કારીગરો કે જેઓ આ ઉદ્યોગની કરોડરજ્જુ છે, તેમનું આ રીતે ઈમોશનલ પલાયન ભવિષ્યમાં કાપડ બજાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કારખાનેદારો દ્વારા વહેલી તકે મજૂરોની અઠવાડિક રજા અને માનવીય વર્તનની માગ સ્વીકારવામાં નહીં આવે, તો સુરતનો આ ચમકતો ઉદ્યોગ કારીગરોના અભાવે અંધકારમાં ધકેલાઈ જશે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશનાના પ્રયાગરાજ જવા નીકળેલા બ્રિજેશ નિષાદે કહ્યું કે, તે અહીં 4-5 મહિનાથી કામ કરતો હતો, પરંતુ રજા માંગવા છતા રજા ન મળતી હોવાથી તે ગામ જઈ રહ્યો છે. બ્રિજેશ જ્યારે પોતાની રીતે અઠવાડિયામાં રજા લેતો હતો, ત્યારે માલિક તેની રજાના દિવસનો પગાર કાપી લેતા હતા. તેણે દુ:ખ સાથે જણાવ્યું કે, તે હવે ગામ જઈને રેતીમાં કાકડી અને ખીરા વાવીને પોતાનું ગુજરાન ચલાવશે.

અજયે પણ નિરાશ થઈને કહ્યું કે, તે ગામ જઈને જે કામ મળશે તે કરી લેશે. વતન જઈ રહેલા અજય નામના યુવકે જણાવ્યું કે, તેને રજા આપવામાં આવતી નથી. માલિકોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તે રજા લેશે તો તેનો પગાર કાપી લેવાશે. આવી જ સમાન વ્યથા અલાહાબાદના રાજીવ કુમાર પાલે પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ પગાર ન વધારવાના કારણે અને રજાના દિવસે પગાર કાપી લેવાની નીતિના કારણે વતન જઈ રહ્યા છે. રાજીવના માલિકે તેમને સીધું જ કહી દીધું હતું કે, રવિવારની છુટ્ટી નહીં મળે, જવું હોય તો જઈ શકો છો. માલિકોના આવા ત્રાસ પછી શ્રમિકોએ શહેરી રોજગાર છોડીને ગામમાં નાની મજૂરી કરવાનો અને ખેતી કરવાનો આકરો નિર્ણય લીધો છે.

Gaon-Chalo-Andolan
divyabhaskar.co.in

મનોજ કુમાર સિંહ નામના શ્રમિકે ભારે હૈયે જણાવ્યું કે, તેને ફરજિયાત 12 કલાક ડ્યૂટી કરવી પડતી હતી અને પગાર પણ સમયસર મળતો નહોતો. જ્યારે કારીગરોએ ગામ જવા માટે રજા માગી તો તેમને રજા ન આપી. તેમનો પગાર પણ રોકી લેવામાં આવ્યો. કારખાનામાંથી કાઢી મૂકવામાં આવેલા લોકોમાંથી 25-30 લોકો ગામ જઈ રહ્યા છે, જ્યાં તેઓ ખેતીવાડી જ કરશે.

શ્રમિક પ્રેમચંદ્રાએ જણાવ્યું કે, અઠવાડિયામાં રવિવારની એક છુટ્ટી મળવી જોઈએ, પરંતુ રજા આપવામાં આવતી નથી. જો કારીગરો રજા માગે છે તો માલિકો શરૂઆતમાં હા પાડીને બે અઠવાડિયા છુટ્ટી આપે છે અને પછીથી પોતાની વાત પરથી ફરી જઈને જૂની સિસ્ટમ ચાલુ કરી દે છે.

શિવવંદન કુમાર નામના શ્રમિકે જણાવ્યું કે, માલિકે તેને 12 કલાકની ડ્યૂટી કરવા દબાણ કર્યું હતું અને ગેટની બહાર કાઢી મૂક્યો હતો. કારીગરોએ મહિનામાં 26 દિવસની ડ્યૂટી કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ માલિકે ફરજિયાત 30 દિવસ કામ કરવાનું કહેતા તેમણે કામ કરવાની ના પાડી દીધી હતી. શિવવંદને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ હવે ગામ જઈ રહ્યા છે અને જ્યારે શેઠને માણસોની જરૂર પડશે ત્યારે સામેથી ફોન કરીને બોલાવશે, અન્યથા તે પાછો નહીં આવે.

About The Author

Related Posts

Top News

જો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અટકી ગઈ તો મુશ્કેલીઓ વધી જશે

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરાર વાટાઘાટો ફરી એકવાર અટકી રહી હોય તેવું લાગે છે. ફેબ્રુઆરીમાં...
Business 
જો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અટકી ગઈ તો મુશ્કેલીઓ વધી જશે

બજારમાં ફરી કડાકો, રોકાણકારોના લાખો કરોડ ધોવાયા, હવે આગળ શું થશે?

ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે ગભરાટ ફેલાઈ ગયો, ITથી લઈને ઓટો અને ગ્રાહક સુધીના તમામ ક્ષેત્રો ભારે દબાણ હેઠળ...
Business 
બજારમાં ફરી કડાકો, રોકાણકારોના લાખો કરોડ ધોવાયા, હવે આગળ શું થશે?

સામી દિવાળીએ સુરતના ટેક્સટાઇલ સેક્ટરના વેપારીઓ અઠવાડિયામાં 2 દિવસ રજા રાખવા મજબૂર, જાણો શું છે આખો મામલો

આગામી મહિને દિવાસી છે, ત્યારે દેશના સુરતનો વીવિંગ ઉદ્યોગ અભૂતપૂર્વ આર્થિક ભીંસમાં મુકાઈ ગયો છે. દિવાળી પહેલાં સુરતના કાપડ...
Gujarat 
સામી દિવાળીએ સુરતના ટેક્સટાઇલ સેક્ટરના વેપારીઓ અઠવાડિયામાં 2 દિવસ રજા રાખવા મજબૂર, જાણો શું છે આખો મામલો

કોંગ્રેસ અને CJPમાં કેટલું અંતર, અરવિંદ કેજરીવાલ વિરોધ પ્રદર્શનોથી કેમ દૂર છે?

આમ આદમી પાર્ટી (AAP)નો જન્મ 2012માં કોંગ્રેસના વિરોધના દમ પર જ થયો હતો. જોકે, ભારતીય રાજકારણમાં માત્ર...
Politics 
કોંગ્રેસ અને CJPમાં કેટલું અંતર, અરવિંદ કેજરીવાલ વિરોધ પ્રદર્શનોથી કેમ દૂર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.