- Gujarat
- દીકરાએ પત્ની સાથે મળીને માતા, સાળી અને નાનીનું કાસળ કાઢી નાખેલું, નાનીને ડ્રમમાં નાખી ઉપર સિમેન્ટ ના...
દીકરાએ પત્ની સાથે મળીને માતા, સાળી અને નાનીનું કાસળ કાઢી નાખેલું, નાનીને ડ્રમમાં નાખી ઉપર સિમેન્ટ નાખી દીધી, 4 વર્ષે પોતે જ ફોડ્યો ભાંડો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જૂના કોસંબા વિસ્તારમાં એક મહિલાની ગુમશુદગી, હવે બોલિવુડ ફિલ્મ 'દૃશ્યમ'ને પણ ટક્કર આપે તેવી ભયાનક હત્યા સાબિત થઈ છે. વર્ષ 2021-22માં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન 70 વર્ષથી વધુ વયની વૃદ્ધા શાંતાબેન વસાવા અચાનક ગુમ થઈ ગઇ હીતા. તે સમયે તેના જમાઈએ મહોલ્લામાં એવી અફવા ફેલાવી હતી કે વૃદ્ધાનું કોરોનાના કારણે અવસાન થયું છે. જોકે, વાસ્તવિકતામાં જમાઈએ પોતાની પત્ની સાથે મળીને સાસુના મોઢા પર ઓશિકું દાબીને શ્વાસ રૂંધી હત્યા કરી નાખી હતી.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઘટના બની તે વર્ષે (2022માં) મૃતક શાંતાબેનની ઉંમર આશરે 70થી 85 વર્ષ હતી. તે સુરત માંગરોળના કોસંબામાં વડ ફળિયામાં રહેતી હતી. શાંતાબેન લાંબા સમયથી બીમાર અને પથારીવશ હતા અને તેમની સેવા-સંભાળ રાખવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિ સાથે-સાથે તેની પાસે રહેલી સંપત્તિ મેળવવાના ઇરાદે માધવદાસ સાધુએ તેની પત્ની જયા ઉર્ફે ઉર્મિલા સાથે મળીને તેની હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બનાવ સમયે માધવદાસ સાધુએ શાંતાબેન ઓશિકાથી શાંતાબેનનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તેના મૃતદેહને એક પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ રહેણાંક મકાન પાછળના વાડામાં તેને દાટી દેવામાં આવ્યો હતો. બાદમાં આ ઘટનાને કોરોના કાળના મૃત્યુ તરીકે રજૂ કરીને પરિવાર અને આસપાસના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
આ તરફ માધવદાસ પાસેથી મળેલી માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કોસંબા પોલીસની ટીમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીએ બતાવેલા સ્થળે તપાસ હાથ ધરી હતી. મકાનના પાછળના ભાગમાં ખોદકામ કરતા પોલીસને માનવ અવશેષો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જે સ્થળેથી અવશેષો મળ્યા છે ત્યાં બેરલ દાટી દેવામાં આવ્યું હોવાની માહિતી આરોપીએ આપી હતી અને સ્થળ પરથી મળેલા અવશેષો અંગે હવે FSLની ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ મળેલા માનવ અવશેષોની ઓળખ માટે DNA મેચિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
માધવદાસની કબૂલાત બાદ પોલીસે કોસંબામાં શાંતાબેનના ઘરે ખોદકામ કરવતાં ત્યાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. હાલ સમગ્ર મામલે FSLની તપાસ અને અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, માધવદાસે પૂછપરછ દરમિયાન આપેલી વિગતોના આધારે સ્થળ તપાસમાં કેટલીક બાબતો મેળ ખાતી મળી છે અને તેના આધારે ચાર વર્ષ જૂની શાંતાબેનની હત્યાનો ભેદ ઉકેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ આરોપી મધવદાસ અને ઊર્મિલાએ ખૂબ જ કાળજીપૂર્વક આસપાસના લોકોને કે સગાસંબંધીને જાણ ન થાય એ રીતે વૃદ્ધાના મૃતદેહનો નિકાલ કર્યો હતો અને પુરાવાનો નાશ કર્યો હતો. આ ભેજાબાજ દંપત્તિએ કોરોનાકાળમાં મૃતકોના મૃતદેહ ઘરે ન મોકલાતા હોવાનો ફાયદો ઉઠાવ્યો અને બધાને જણાવ્યું હતું કે ડોશીમાને દવાખાનેથી સીધા સ્મશાને લઈ જઈ અંતિમ વિધિ કરી હતી. પરંતુ તેમણે શાંતાબેનના ઘરમાં જ મૃતદેહને એક ડ્રમમાં નાખીને 3 થેલી સિમેન્ટ સાથે પાણી મિક્સ કરી ડ્રમ ભરી દીધું હતું. ત્રણ મહિના બાદ મોકો મળતા જ એ મૃતદેહ સાથેના ડ્રમને ઘરના વાડામાં ખાડો ખોદીને દાટી દીધો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય હત્યાકાંડમાં મૃતકોની તબિયત તો ક્યાંય મિલકત, ઘર, દાગીના અથવા થોડા ઘણા રૂપિયા સહિતની સંપત્તિ પડાવવાના કારણે બની હોવાનો પોલીસનો દાવો છે. જોકે હત્યા પાછળનું મુખ્ય કારણ કયું છે એ અંગે હાલ તપાસ ચાલી રહી છે, સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધ મહિલાની 2022માં હત્યા કરી તેમના જ રહેણાંક મકાન પાછળ દફન કરવામાં આવી હોવાના કેસનો તો હાલ મહદઅંશે ઉકેલાઈ ગયો છે. પોલીસનો દાવો છે આ કેસની તપાસ આગળ વધારતા આરોપી માધવદાસ સાધુએ પોતાની પત્ની સાથે મળીને કુલ 3 હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી છે. સઘન પૂછપરછ દરમિયાન માધવદાસે શાંતાબેન સહિત કુલ 3 હત્યાઓમાં પોતાની અને પત્ની ઉર્મિલા ઉર્ફે જયાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. પોલીસના દાવા મુજબ, ત્રણેય મૃતકો સાથે આરોપીઓનો કોઈને કોઈ પારિવારિક સંબંધ હતો. જેમાં ઉર્મિલાની બહેન, ઉર્મિલાની દાદી સાસુ શાંતાબેન અને માધવદાસની માતાનો સમાવેશ થાય છે.
સમગ્ર મામલે શાંતાબેનના પડોશી મેરૂનનિશા બસીરશાહે મીડિયાને જણાવ્યું હતું કે, શાંતાબેન ખૂબ જ ઉંમરલાયક અને બીમાર હોવાથી એકલા રહેતા હતા. એક સમયે તેમના પરિવારજનો તરફથી તેમને શાંતાબેનને લઈ જવાની વાત કહેવામાં આવી હતી. થોડા દિવસ બાદ શાંતાબેનનું કોરોનાથી મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું. મૃતદેહ અંગે પૂછવામાં આવતા કોરોના કાળમાં ડૉક્ટર દ્વારા મૃતદેહ આપવામાં આવતો ન હોવાનું કહેવામાં આવ્યું હતું. આ કારણે તે સમયે આસપાસના લોકોને કોઈ ખાસ શંકા ગઈ નહોતી. જોકે, 4 વર્ષ બાદ પોલીસ દ્વારા મકાન પાછળ ખોદકામ કરવામાં આવતા સમગ્ર ઘટનાથી પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

