- Gujarat
- હજીરા ખાતે AM/NS Indiaનો ઓટોમોટિવ સ્ટીલ કોમ્પ્લેક્સ સંપૂર્ણ કાર્યરત થવાના આરે
હજીરા ખાતે AM/NS Indiaનો ઓટોમોટિવ સ્ટીલ કોમ્પ્લેક્સ સંપૂર્ણ કાર્યરત થવાના આરે
હજીરા - સુરત, નવેમ્બર 19, 2026 — આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એવા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે જાહેરાત કરી છે કે ગુજરાતના હજીરા ખાતે તેનો ઈન્ટિગ્રેટેડ ઓટોમોટિવ સ્ટીલ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે કાર્યરત થવાના આરે છે. આ કોમ્પ્લેક્સ એડવાન્સ્ડ હાઈ-સ્ટ્રેન્થ અને કોટેડ સ્ટીલની સ્થાનિક ઉપલબ્ધતામાં વધારો કરશે, જેનાથી ભારતીય ઓટોમેકર્સને સ્પેશિયલાઈઝ્ડ ગ્રેડ માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
આ કોમ્પ્લેક્સ 2024માં કન્ટિન્યુઅસ ગેલ્વેનાઈઝિંગ એન્ડ એનિલિંગ લાઈન (CGAL) અને 2025માં કન્ટિન્યુઅસ ગેલ્વેનાઈઝિંગ લાઈન (CGL) કાર્યરત કર્યા બાદ, 2026માં વાર્ષિક 2 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી પિકલિંગ લાઈન એન્ડ ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)ના ઉમેરા સાથે તૈયાર થયો છે.
આ કોમ્પ્લેક્સ ઓટોમેકર્સને કઈ રીતે મદદરૂપ થશે
આ કોમ્પ્લેક્સ હજીરા ખાતે કોલ્ડ રોલિંગ, એનિલિંગ અને કોટિંગની પ્રક્રિયાઓને એકસાથે લાવે છે. આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલની ટેકનોલોજીના આધારે, તે 1,180 MPa સુધીની ટેન્સાઈલ સ્ટ્રેન્થ ધરાવતા એડવાન્સ્ડ હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ની સાથે ગેલ્વેનાઈઝ્ડ (GI), ગેલ્વેનીલ્ડ (GA) અને પ્રેસ-હાર્ડન્ડ સ્ટીલ (PHS)ગ્રેડનું ઉત્પાદન કરી શકે છે.
આ ગ્રેડની ઉપલબ્ધતા ઓટોમેકર્સને પસંદગીના ભાગોમાં પાતળા સ્ટીલનો ઉપયોગ કરવા માટે વધુ વિકલ્પો આપે છે, જે મજબૂતીની જરૂરિયાતોને પૂરી કરવાની સાથે વાહનનું વજન ઘટાડે છે. આ ગ્રેડનો ઉપયોગ અકસ્માત સમયે મુસાફરોની સુરક્ષા માટે રચાયેલા માળખામાં પણ થઈ શકે છે, જેમાં B-પિલર અને ડોર ઈમ્પેક્ટ બીમનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરેથી સ્ટીલ મળવાથી સપ્લાયનો સમય ઘટશે અને ઓટોમેકર્સ તથા કમ્પોનન્ટ સપ્લાયર્સને ઉત્પાદનનું આયોજન કરવા માટે વધુ સરળતા રહેશે.
રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, AM/NS Indiaના જણાવ્યાનુસાર, “હજીરા ખાતેનો ઓટોમોટિવ સ્ટીલ કોમ્પ્લેક્સ ભારતીય ઓટોમેકર્સને એવા સ્પેશિયલાઈઝ્ડ ગ્રેડ માટે સ્થાનિક સ્ત્રોત પૂરો પાડશે જેની તેઓ પરંપરાગત રીતે આયાત કરતા આવ્યા છે. આ સ્ટીલ તેમને હળવા વાહનો બનાવવામાં અને સુરક્ષાની કડક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરી શકે છે. સાણંદ ખાતે આગામી સ્ટીલ સર્વિસ સેન્ટર સાથે, અમે ગ્રાહકોની વધુ નજીક ચોકસાઈપૂર્વકનું પ્રોસેસિંગ પણ લાવીશું. આ રોકાણો સંયુક્ત રીતે આત્મનિર્ભર ભારતને સમર્થન આપે છે અને ભારતની ઓટોમોટિવ સપ્લાય ચેઈનને મજબૂત બનાવે છે.”
સાણંદ ખાતે ઓટોમોટિવ સ્ટીલ સર્વિસ સેન્ટર
AM/NS India ગુજરાતના સાણંદ ખાતે વાર્ષિક 5,00,000 ટનની ક્ષમતા ધરાવતું સમર્પિત ઓટોમોટિવ સ્ટીલ સર્વિસ સેન્ટર (SSC) શરૂ કરવાની યોજના ધરાવે છે. આ સેન્ટર ઓટોમેકર્સ અને કમ્પોનન્ટ સપ્લાયર્સ માટે પ્રિસિઝન કોઈલ પ્રોસેસિંગ પૂરું પાડશે, જે પુણે, ચેન્નાઈ અને નેશનલ કેપિટલ રિજન (NCR) ખાતેના કંપનીના વર્તમાન સર્વિસ સેન્ટર્સને પૂરક બનશે.
આ વર્ષની શરૂઆતમાં, AM/NS Indiaએ Zagnelis® Protect લોન્ચ કર્યું હતું, જે એક પેટન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ છે અને ઓટોમોટિવ ઉપયોગો માટે કાટ સામે રક્ષણ (કોરોઝન રેઝિસ્ટન્સ) તથા ફોર્મેબિલિટીનો સમન્વય ધરાવે છે. તે ભારતીય ઓટોમેકર્સને એવા ઉપયોગો માટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વિકલ્પ પૂરો પાડે છે જે અત્યાર સુધી આયાતી કોટેડ સ્ટીલ પર નિર્ભર હતા.
AM/NS India ગ્રીન સ્ટીલ સર્ટિફિકેશન ધરાવતી ભારતની એકમાત્ર ઈન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક કંપની તરીકે યથાવત
સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ સર્ટિફિકેશન મેળવનાર પ્રથમ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક AM/NS Indiaએ હોટ-રોલ્ડ કોઈલ્સ (HRC) માટે તેના ફોર-સ્ટાર સર્ટિફિકેશન અને કોલ્ડ-રોલ્ડ કોઈલ્સ (CRC) માટે થ્રી-સ્ટાર સર્ટિફિકેશનને રિન્યૂ કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ સ્ટીલ પ્લેટ્સ માટે તેનું પ્રથમ થ્રી-સ્ટાર સર્ટિફિકેશન પણ મેળવ્યું છે. નેચરલ ગેસ આધારિત ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) સ્ટીલમેકિંગ, વેસ્ટ હીટ રિકવરી, ઈલેક્ટ્રોલાઈટિક હાઈડ્રોજન ઈન્ટિગ્રેશન અને રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગ પર આધારિત આ સર્ટિફાઈડ લો-એમિશન સ્ટીલ, ઓટોમોટિવ OEMs ને વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને પૂર્ણ કરવાની સાથે તેમના સ્કોપ 3 કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડવામાં સક્ષમ બનાવે છે.

