- Gujarat
- હજીરાથી સમુદ્ર સુધી: સુરતમાં ઉત્પાદિત AM/NS Indiaનું સ્ટીલ INS માંગરોળની તાકાત બન્યું
હજીરાથી સમુદ્ર સુધી: સુરતમાં ઉત્પાદિત AM/NS Indiaનું સ્ટીલ INS માંગરોળની તાકાત બન્યું
હજીરા-સુરત, ઑક્ટોબર 26, 2026: ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલું એન્ટી-સબમરીન વૉરફેર શેલો વૉટર ક્રાફ્ટ INS માંગરોળ સુરત સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ યુદ્ધજહાજનું નિર્માણ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની હજીરા સ્થિત ઉત્પાદન સુવિધા દ્વારા પૂરા પાડવામાં આવેલા 100% વિશેષ સ્ટીલથી કરવામાં આવ્યું છે.
INS માંગરોળને ઑક્ટોબર 12, 2026ના રોજ મુંબઈ સ્થિત નેવલ ડૉકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળની સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સુરત માટે ગૌરવની વધુ એક ક્ષણ છે. તે દર્શાવે છે કે હજીરામાં વિકસાવવામાં આવેલી વિશ્વસ્તરીય ઉત્પાદન ક્ષમતાઓ રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં કેવી રીતે યોગદાન આપી રહી છે. મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સથી લઈને સંરક્ષણ ક્ષેત્રનાં અગત્યનાં પ્લેટફોર્મ સુધી, હજીરામાં ઉત્પાદિત સ્ટીલ ભારતના વિકાસ અને વ્યૂહાત્મક લક્ષ્યોને સાકાર કરવામાં સતત સહયોગ આપી રહ્યું છે.
આ નવી સિદ્ધિ સુરતને વધુ એક રાષ્ટ્રીય મહત્ત્વના મુકામના કેન્દ્રમાં સ્થાન આપે છે. હજીરામાં ઉત્પાદિત સ્ટીલ ભારતની સ્વદેશી યુદ્ધજહાજ નિર્માણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. દેશ જ્યારે ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને આગળ ધપાવી રહ્યો છે, ત્યારે INS માંગરોળ જેવા વ્યૂહાત્મક મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં હજીરાનું યોગદાન રાષ્ટ્રનિર્માણ અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવામાં સુરતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે.

નોંધનીય છે કે, આ યુદ્ધજહાજનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ નામના મહત્ત્વપૂર્ણ દરિયાકાંઠાના શહેર અને માછીમારીના મુખ્ય બંદરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ રીતે, AM/NS Indiaની હજીરા સુવિધામાં ઉત્પાદિત 100% વિશેષ સ્ટીલથી બનેલા આ યુદ્ધજહાજનો ગુજરાત સાથે વિશેષ સંબંધ પણ સ્થાપિત થાય છે.
રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, AM/NS Indiaના જણાવ્યાનુસાર, “INS માંગરોળને નૌકાદળમાં સામેલ થવું અમારી હજીરા સુવિધા અને સુરત માટે ગૌરવ વાત હોવાની સાથે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ યુદ્ધજહાજ માટે પૂરું પાડવામાં આવેલું વિશેષ સ્ટીલ હજીરામાં વિકસિત થયેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, ટેકનિકલ નિપુણતા અને ગુણવત્તાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતની સંરક્ષણ સજ્જતા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યું છે, તેનો અમને ગર્વ છે.”
INS માંગરોળ ભારતીય નૌકાદળમાં સામેલ થનારું માહે-ક્લાસનું ત્રીજું એન્ટી-સબમરીન વૉરફેર શેલો વૉટર ક્રાફ્ટ (ASW-SWC) છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આ જહાજ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાથે જ, સ્વદેશી યુદ્ધજહાજોની ડિઝાઇન, બાંધકામ અને વિવિધ પ્રણાલીઓના એકીકરણમાં ભારતની વધતી ક્ષમતાઓને પણ ઉજાગર કરે છે.
એન્ટી-સબમરીન વૉરફેર, પાણીની અંદર દેખરેખ અને દરિયાકાંઠાની સુરક્ષા કામગીરી માટે તૈયાર કરવામાં આવેલું INS માંગરોળ ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં તેમજ દરિયાકાંઠાના જળવિસ્તારોમાં દરિયાઈ પ્રવૃત્તિઓ અંગેની જાગૃતિ અને દેખરેખને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
AM/NS India ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલાં 8 ASW-SWC જહાજોના સમગ્ર કાફલા માટે જરૂરી 100% વિશેષ સ્ટીલ પૂરું પાડી રહી છે. આ ઉપરાંત, કંપનીએ INS વિશાખાપટ્ટનમ, INS સુરત અને INS માલવણ સહિત અનેક મહત્ત્વપૂર્ણ નૌકાદળનાં પ્લેટફોર્મ માટે પણ વિશેષ સ્ટીલ પૂરું પાડ્યું છે.
સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત, હજીરામાં ઉત્પાદિત સ્ટીલે ભારતના અનેક મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન આપ્યું છે. તેમાં ચેનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગીબીલ બ્રિજ અને ભારતમાં આવેલી ન્યુટ્રિનો વેધશાળાનો સમાવેશ થાય છે.
ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાથી લઈને રાષ્ટ્રીય સ્તરના મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સને સાકાર કરવામાં મદદરૂપ થવા સુધી, આ તમામ પ્રોજેક્ટ્સ દેશની વ્યૂહાત્મક અને વિકાસલક્ષી પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં હજીરામાં ઉત્પાદિત સ્ટીલની વધતી ભૂમિકાને રેખાંકિત કરે છે. સાથે જ, રાષ્ટ્રનિર્માણમાં સુરતના યોગદાનને પણ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરે છે.

