‘આવા ચોખા તો કબૂતર પણ નથી ખાતા’, બિહારના મંત્રીએ પોતાની જ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

બિહારના એક મંત્રીએ પોતાની જ સરકારની પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચોખાની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, આવા ચોખા કબૂતર પણ નથી ખાતા, સામાન્ય માણસ શું ખાશે? આ મુદ્દો ઉઠાવનાર મંત્રીનું નામ લખેન્દ્ર પાસવાન છે અને આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બિહારમાં ગરીબોને પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) હેઠળ મળતા ચોખાની  ચોખાની ગુણવત્તા પર પોતે મંત્રી લખેન્દ્ર પાસવાને સવાલ ઉઠાવ્યા છે. નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ચોખા એટલી હલકી ગુણવત્તાના છે કે કબૂતર પણ નથી ખાતા; તો પછી સામાન્ય માણસ તેને કેવી રીતે ખાશે?

minister1
bhaskar.com

ખાસ વાત એ રહી કે, જ્યારે મંત્રીએ ચોખાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા, ત્યારે ત્યાં ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા મંત્રી અશોક ચૌધરી, પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશ અને વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. એક મંત્રી દ્વારા પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવવાની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને તેમનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે પાર્ટીનું શું સ્ટેન્ડ છે.

મંત્રી લખેન્દ્ર પાસવાન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તાજેતરમાં તેમણે તેમના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, પોતાના પાતેપુર વિધાનસભા મતવિસ્તારની મરુઈ પંચાયત અંતર્ગત મુશાપુર વાંચર ગામમાં સ્વર્ગસ્થ શિવમ કુમારના પરિવારની મુલાકાત લઇને શક્ય તમામ મદદ કરી. મારા વિભાગના માધ્યમથી પીડિત પરિવારને ₹4,12,650નો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે અને એટલી જ રકમનો બીજો હપ્તો પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઉપરાંત, પરિવારને દર મહિને ₹7000નું વળતર આપવામાં આવશે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. બિહારમાં NDA સરકાર પીડિત પરિવારની સાથે છે. પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવી અને તેમને ન્યાય અપાવવાની અમારી પ્રતિબદ્વતા છે.

lakhendra-paswan
bhaskar.com

આ પહેલાં, તેમણે પોસ્ટ કરી હતી કે, નવરાત્રિના પાવન પર્વના ઉપલક્ષમાં, મેં પરંપરા અને સૌભાગ્યના પ્રતિક સમાન નીલકંઠ પક્ષીને ઉડાવીને સમગ્ર ક્ષેત્રવાસીઓ, બિહારવાસીઓ તથા દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. પ્રકૃતિ, પરંપરા અને આસ્થા સાથે જોડાયેલી આપણો સાંસ્કૃતિક વારસો આપણને સતત સકારાત્મકતા અને જનકલ્યાણની પ્રેરણા આપે છે.

આ અગાઉ, બિહારમાં ખડગેએ વડાપ્રધાન મોદીના પિતા પર એક ટિપ્પણી કરી હતી, ખડગેના ભાષણ દરમિયાન મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

About The Author

Top News

શું બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત 'અર્નબ' મચાવશે તબાહી? 5 રાજ્યોમાં એલર્ટ જાહેર, 53 ટ્રેનો રદ

બંગાળની ખાડીમાં ચક્રવાત 'અર્નબ' વધુ શક્તિશાળી બન્યું છે અને આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આને ધ્યાનમાં...
National 
શું બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત 'અર્નબ' મચાવશે તબાહી?  5 રાજ્યોમાં એલર્ટ જાહેર, 53 ટ્રેનો રદ

‘આવા ચોખા તો કબૂતર પણ નથી ખાતા’, બિહારના મંત્રીએ પોતાની જ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

બિહારના એક મંત્રીએ પોતાની જ સરકારની પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચોખાની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, ...
National 
‘આવા ચોખા તો કબૂતર પણ નથી ખાતા’, બિહારના મંત્રીએ પોતાની જ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય, 'ફોર્મ 6'માં ફેરફાર અંગે પણ સ્પષ્ટતા

મતદાર યાદીની SIR અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચૂંટણી પંચે...
National 
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય, 'ફોર્મ 6'માં ફેરફાર અંગે પણ સ્પષ્ટતા

મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલય માટે ખેંચતાણ, DyCM સુનેત્રા પવાર CMને મળ્યા, પાર્ટીએ ખાતું પાછું માંગ્યું

DyCM અને પાર્ટી અધ્યક્ષ સુનેત્રા પવારના નેતૃત્વમાં શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું એક પ્રતિનિધિમંડળ રવિવારે CM દેવેન્દ્ર ફડણવીસને...
National 
મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલય માટે ખેંચતાણ, DyCM સુનેત્રા પવાર CMને મળ્યા, પાર્ટીએ ખાતું પાછું માંગ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.