અમદાવાદના વસ્ત્રાલમાં 13 વર્ષ પહેલા બનેલા અબજીબાપા લેકવ્યૂ ફ્લેટનો નકશો AMCના રેકોર્ડમાંથી ક્યાં ગાયબ થઇ ગયો?

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 13 વર્ષ અગાઉ બનાવવામાં આવેલા અબજીબાપા લેકવ્યૂ ફ્લેટનો નકશો મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયો છે. સોસાયટીમાં આવેલા અન્ય બે ગેટ પર ફ્લેટના રહીશ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે જેથી RTI માર્ફતે ફ્લેટના બાંધકામનો લે-આઉટ પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ અને રેકોર્ડ વિભાગ પાસે માંગવામાં આવ્યો હતો. જોકે, કોર્પોરેશન દ્વારા લે-આઉટ પ્લાન અને અન્ય સંબંધિત રેકોર્ડ ગાયબ છે. જોકે, સ્થાનિકનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગેટની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે, અને AMCના અધિકારીઓની મિલીભગત હોવાના કારણે આ નકશો ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રતનપુરા તળાવ પાસે અબજી બાપા લેકવ્યૂ સોસાયટી આવેલી છે, જેમાં 412 જેટલા મકાનો આવેલા છે અને 1600થી વધારે લોકો તેમાં રહે છે. વર્ષ 2013માં આ ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2015માં લોકોને રહેવા માટે પઝેશન આપવામાં આવ્યું હતું. અબજીબાપા લેકવ્યૂ ફ્લેટમાં 3 ગેટ હતા. જોકે, અત્યારે હાલમાં એક જ ગેટ ઉપલબ્ધ છે ત્યારે ફ્લેટના રહીશ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે બીજા ગેઈટ હોવા જોઈએ. જોકે, જે જગ્યા ઉપર હાલમાં બીજા બે ગેટનો રસ્તો છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી બાંધકામના લે-આઉટ અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, તેઓના પાસે રેકોર્ડ જ ઉપલબ્ધ નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો.

વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર મીત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ બાબતની મારી સુધી કોઈ રજૂઆત આવી નથી. જોકે આ બાબતે હું તપાસ કરાવી લઈશ. AMCના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી વિનય ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફ્લેટના લે-આઉટ પ્લાન અને સંબંધિત રેકોર્ડ મામલે હું તપાસ કરીને કહી શકીશ. આ બાબત મારા ધ્યાનમાં નથી.

Flat Layout Plan
divyabhaskar.co.in

ફ્લેટના રહીશ ઘનશ્યામભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં 400થી વધુ મકાન આવેલા છે અને 1,600થી વધારે નાગરિકો રહે છે. ફ્લેટમાં 3 જેટલા ગેટ આવેલા છે, જેમાંથી એક જ ગેટ અત્યારે છે. બીજા બે ગેટ જે તે સમયે શરૂ કરવામાં આવ્યા નહોતા અને ત્યાં દિવાલ બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ બંને જગ્યા ઉપર દુકાનો બનાવી દેવામાં આવી છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરીને બાંધકામ અંગેનો લેઆઉટ પ્લાન અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ, તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ બાબતે RTI કરવામાં આવી હતી જેનો 4 મહિના પછી જવાબ આપવામાં આવ્યો છે કે તેમની પાસે કોઈ નકશો ઉપલબ્ધ નથી અને મુખ્ય ફાઈલ મળતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે એસ્ટેટ ઓફિસર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, સોસાયટીની કોઈપણ બાબતમાં અમે વચ્ચે પડી શકાય નહીં એવો હાઇકોર્ટનો હુકમ છે ત્યારે મેં કહ્યું હતું કે અગાઉ થોડા વર્ષો પહેલા અરજી કરવામાં આવી હતી ત્યારે JCB લઈને કોર્પોરેશન તોડવા માટે આવ્યું હતું અને થોડું બાંધકામ તોડ્યું પણ હતું ત્યારે શું હાઇકોર્ટનો નિયમ નહોતો? અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દુકાનો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડવા માટે JCB લઈને કોર્પોરેશન આવ્યું હતું પરંતુ, પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો સોસાયટીમાં કોઈપણ બનાવો બને તો નાગરિકોને બહાર નીકળવા માટે એક જ ગેટ ઉપલબ્ધ છે અને એક સાથે તમામ લોકો જો બહાર નીકળે તો પણ જાનહાનિ થઈ શકે છે.

અબજીબાપા લેકવ્યૂ ફ્લેટના કેટલાક રહીશ દ્વારા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે બાંધકામ તોડવા માટે કોર્પોરેશન આવ્યું હતું ત્યારે પૂર્વ વિસ્તારમાં મોટું નામ ધરાવનારા વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો જે બાદ કોર્પોરેશન દ્વારા બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી નહોતી. 15 દિવસ પહેલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી-કર્મચારી આવ્યા હતા અને કેટલોક વ્યવહાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટના અધિકારીઓ અને કર્મચારીઓની પોલ ખુલી શકે તેમ છે.

સોસાયટીમાં ત્રણ ગેટ હોવા છતા માત્ર એક જ ગેટ અત્યારે ઉપલબ્ધ છે અને બે ગેટ ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાથી સોસાયટીનો લે-આઉટ પ્લાન અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, આ રેકોર્ડ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી એવો જવાબ ખુદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ અને સેન્ટ્રલ રેકોર્ડ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. માત્ર 13 વર્ષ અગાઉ જ બનેલી સોસાયટીનો નકશો અને અન્ય સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ નથી એવું સત્તાવાર રીતે ફ્લેટના રહીશોનેકહેવવામાં આવ્યું છે ત્યારે આવી ફાઈલ શું કોઈ ચોરી કરી જાય ખરું? કે પછી ગાયબ કરી દેવામાં આવી છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

About The Author

Top News

‘આવા ચોખા તો કબૂતર પણ નથી ખાતા’, બિહારના મંત્રીએ પોતાની જ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

બિહારના એક મંત્રીએ પોતાની જ સરકારની પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચોખાની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, ...
National 
‘આવા ચોખા તો કબૂતર પણ નથી ખાતા’, બિહારના મંત્રીએ પોતાની જ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય, 'ફોર્મ 6'માં ફેરફાર અંગે પણ સ્પષ્ટતા

મતદાર યાદીની SIR અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચૂંટણી પંચે...
National 
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય, 'ફોર્મ 6'માં ફેરફાર અંગે પણ સ્પષ્ટતા

મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલય માટે ખેંચતાણ, DyCM સુનેત્રા પવાર CMને મળ્યા, પાર્ટીએ ખાતું પાછું માંગ્યું

DyCM અને પાર્ટી અધ્યક્ષ સુનેત્રા પવારના નેતૃત્વમાં શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું એક પ્રતિનિધિમંડળ રવિવારે CM દેવેન્દ્ર ફડણવીસને...
National 
મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલય માટે ખેંચતાણ, DyCM સુનેત્રા પવાર CMને મળ્યા, પાર્ટીએ ખાતું પાછું માંગ્યું

અમદાવાદના વસ્ત્રાલમાં 13 વર્ષ પહેલા બનેલા અબજીબાપા લેકવ્યૂ ફ્લેટનો નકશો AMCના રેકોર્ડમાંથી ક્યાં ગાયબ થઇ ગયો?

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 13 વર્ષ અગાઉ બનાવવામાં આવેલા અબજીબાપા લેકવ્યૂ ફ્લેટનો નકશો મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયો છે. સોસાયટીમાં...
Gujarat 
અમદાવાદના વસ્ત્રાલમાં 13 વર્ષ પહેલા બનેલા અબજીબાપા લેકવ્યૂ ફ્લેટનો નકશો AMCના રેકોર્ડમાંથી ક્યાં ગાયબ થઇ ગયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.