ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ નવા કાયદા હેઠળ જ્યૂડિશિયલ ઓથોરિટીની સત્તાઓ આંચકીને એક્ઝિક્યુટિવ ઓથોરિટીને સોંપી દેવામાં આવતા ન્યાયિક પ્રણાલી પર મોટો પ્રહાર થયો હોવાનો વકીલોનો દાવો છે. આ બિલને લઇને સુરત, નવસારી, વડોદરા, અમદાવાદ સહિતના શહેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે

ગુજરાત ભાડા બિલને કાળા કાયદા સમાન ગણાવીને સુરત જિલ્લા વકીલ મંડળે આક્રમક વલણ અપનાવ્યું છે. વકીલ મંડળ દ્વારા એક મહત્ત્વનો ઠરાવ પસાર કરીને આજથી આગામી 3 ઓક્ટોબર સુધી સળંગ ચાર દિવસ માટે કોર્ટની તમામ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે ઉઘડતી કોર્ટે જ વકીલોએ કોર્ટ બિલ્ડિંગના મુખ્ય ગેટ બંધ કરી દીધા હતા. જેના કારણે કેસના કામકાજ માટે આવેલા પક્ષકારો અટવાયા હતા. જોકે વકીલોએ તેમને બાર એસોસિએશનના ઠરાવ અને વિરોધના મુદ્દાઓ સમજાવીને શાંતિપૂર્ણ રીતે ગેટ પરથી જ પરત મોકલ્યા હતા.

આ સમગ્ર વિવાદ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ભાડા બિલ-2026 લાવવાથી જે જ્યૂડિશિયલ ઓથોરિટીને જે સત્તાઓ હતી તે એક્ઝિક્યૂટિવ ઓથોરિટીને આપવામાં આવેલી છે. તેના કારણે સમગ્ર ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા જૂનિયર વકીલો અને સીનિયર વકીલોની વકીલાત અને રોજીરોટી ઉપર ચોક્કસપણે અસર થશે. વિશિષ્ટ ન્યાયતંત્રનો આ એક સ્તંભ છે કે જેની અંદર જ્યૂડિશિયલ ઓથોરિટી છે અને જ્યૂડિશિયરી પાયો છે. એ પાયાને હચમચાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવેલો છે. ન્યાય ચલાવવાની જે પ્રણાલી છે તે પ્રણાલી ઉપર તરાપ મારવાની શરૂઆત થઈ ચૂકી છે.

તો નવસારી બાર એસોસિએશન દ્વારા કોર્ટના મુખ્ય ગેટને તાળું મારી ‘અમારી માંગે પુરી કરો અને બિલ કાયદો પરત કરો’ અને ‘વકીલ એકતા ઝીંદાબાદ’ના સૂત્રોચ્ચાર કરી ત્રણ દિવસ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પણ બાર એસોસિએશન દ્વારા કરાયો હતો. ગુજરાત ભાડા બિલના રાજ્ય વ્યાપી વિરોધના સમર્થનમાં ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા પ્રમુખના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની તાકીદની બેઠક યોજાઇ હતી.

જેમાં આગામી ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો ઠરાવ પણ કરાયો હતો. કોર્ટને લેખિતમાં રજૂઆત કરી કે આ સમય દરમિયાન વકીલો કે પક્ષકારોની ગેરહાજરીના કારણે કેસોમાં કોઈ એકતરફી હુકમ ન થાય, ગેરહાજરી દરગુજર થાય તેમજ કોઈ પક્ષકાર સામે વોરંટ કે નોટિસ ઈશ્યૂ ન કરી ન્યાયહિત જળવાય તે માટે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કોર્ટનો મુખ્ય ગેટ બંધ કરી વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

govind-new
divyabhaskar.co.in

અદાવાદમાં ગુજરાત ભાડા વિધેયક-2026 સામે વકીલોનો વિરોધ શરૂ થયો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન સહિતના વકીલ સંગઠનો દ્વારા નવા ભાડા કાયદાની કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વકીલો દ્વારા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યના અન્ય બાર એસોસિએશનોને પણ આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

જગત ચોકસી પ્રમુખ અમદાવાદ બાર એસોસિએશન એ જણાવ્યું હતું કે વકીલોનો મુખ્ય વાંધો ભાડા વિવાદોના અધિકારક્ષેત્રમાં કરવામાં આવેલા ફેરફાર સામે છે. વકીલોનું કહેવું છે કે ભાડૂત અને મકાનમાલિક વચ્ચેના વિવાદોનું ન્યાયિક કાર્યક્ષેત્ર નિયમિત કોર્ટની બહાર લઈ જઈને વહીવટી તંત્ર સાથે જોડવાથી ન્યાયિક પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. અમદાવાદના વકીલો ખાસ કરીને રેન્ટ ઓથોરિટી અને રેન્ટ કોર્ટમાં વહીવટી અધિકારીઓની ભૂમિકા સામે વાંધો ઉઠાવી રહ્યા છે.

શું છે ગુજરાત ભાડા બિલ-2026?

ગુજરાત વિધાનસભાએ 11 સપ્ટેમ્બર 2026ના રોજ આ બિલ પસાર કર્યું હતું, તેનો હેતુ 1947ની જૂની ભાડા નિયંત્રણ વ્યવસ્થાને બદલીને સમગ્ર ગુજરાતમાં મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના સંબંધો માટે નવી કાનૂની વ્યવસ્થા ઊભી કરવાનો છે. નવા માળખામાં લેખિત ભાડા કરાર, ડિજિટલ રેકોર્ડ, સિક્યુરિટી ડિપોઝિટની મર્યાદા અને ભાડા વિવાદોના નિકાલ માટે અલગ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.

નવા ભાડા કાયદાની સૌથી મહત્ત્વની જોગવાઈ એટલે લેખિત રેન્ટ એગ્રીમેન્ટ ફરજિયાત બનાવવું. રહેણાંક હોય કે કોમર્શિયલ મિલકત, ભાડે આપતી વખતે લેખિત કરાર કરવો પડશે. કરારની વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. રેન્ટ ઓથોરિટી ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે અને દરેક કરારને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવાની જોગવાઈ છે. એટલે ભાડાના વ્યવહારોનો સત્તાવાર ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે અને મૌખિક કરાર આધારિત વિવાદોને ઘટાડવાનો પ્રયાસ થશે.

Gujarat-Rent-Bill-20261
etvbharat.com

ભાડૂઆતો માટે મહત્વની જોગવાઈ સિક્યુરિટી ડિપોઝિટની મર્યાદા છે. નવા કાયદા મુજબ સિક્યુરિટી ડિપોઝિટ 3 મહિનાના ભાડાથી વધુ લઈ શકાશે નહીં. ભાડૂઆત મિલકત ખાલી કરીને કબજો પરત આપે ત્યારબાદ કાયદેસર કપાત કર્યા પછી બાકી રહેલી ડિપોઝિટ એક મહિનાની અંદર પરત કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ ભાડૂઆત પાસેથી મોટી રકમ ડિપોઝિટ તરીકે વસૂલવાની પ્રથાને મર્યાદિત કરે છે.

મકાનમાલિકના હિતને ધ્યાનમાં રાખીને પણ બિલમાં કેટલીક મહત્ત્વની જોગવાઈ છે. ભાડાની મુદત દરમિયાન ભાડૂતને મનસ્વી રીતે બહાર કાઢી શકાશે નહીં, પરંતુ કાયદામાં દર્શાવેલા ચોક્કસ કારણોના આધારે રેન્ટ કોર્ટની પ્રક્રિયા દ્વારા ઇવિક્શન થઈ શકે છે. તેમાં બે મહિનાનું ભાડું બાકી રહેવું, મિલકતને નુકસાન પહોંચાડવું, મંજૂરી વિના સબ-લેટ કરવું અથવા પુનઃબાંધકામ માટે મકાનમાલિકને મિલકતની જરૂરિયાત હોવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.

ભાડૂઆતને દબાણમાં મૂકવા માટે મકાનમાલિક પાણી, વીજળી અથવા અન્ય આવશ્યક સેવાઓ મનસ્વી રીતે બંધ કરી શકશે નહીં. મકાનમાલિકે ભાડાની મિલકતમાં પ્રવેશ કરવો હોય તો સામાન્ય રીતે 24 કલાક અગાઉ નોટિસ આપવાની રહેશે અને પ્રવેશ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે કરવાનો રહેશે, જ્યારે ઇમરજન્સીમાં અપવાદ રહેશે.

About The Author

Related Posts

Top News

Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

5G સ્માર્ટફોનની કિંમતો એટલી વધી ગઈ છે કે મોબાઈલ માર્કેટમાં 4G સ્માર્ટફોનનું ફરીથી જોરદાર આગમન થઈ રહ્યું છે. આજની તારીખમાં...
Tech and Auto 
Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

2026નું વર્ષ ભારતીય બજાર માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષની અંદર તેમના રેકોર્ડ ઉચ્ચ...
Business 
2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ નવા કાયદા...
Gujarat 
ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો

રાજકોટ જિલ્લામાં એક શાકભાજી વિક્રેતાએ નકલી નોટ છાપવાની 'નિન્જા ટેકનિક' શીખી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે...
Gujarat 
ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.