સુરત-તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો ઝટકો, સુમુલ ડેરીએ દૂધનો ભાવ 6 રૂપિયા સુધી વધાર્યો

સુરત અને તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડ્યો છે. અમુલ બાદ દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે.. દૂધના નવા ભાવ આજ બપોરથી જ અમલી બનશે જેને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ડેરી દ્વારા દૂધની અલગ-અલગ વેરાયટી અને પેકિંગ સાઈઝ મુજબ પ્રતિ પેકેટ 1 રૂપિયા થી લઈને 6 રૂપિયા સુધીનો ભાવવધારો કર્યો છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. આ વધારા પાછળ પશુઆહાર, ઘાસચારો અને પરિવહન ખર્ચમાં થયેલા વધારો ગણાવવામાં આવ્યું છે. દૂધના ભાવ વધતાં સુરતના લાખો પરિવારોના ઘરનું બજેટ ખોરવાશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ,  સુમુલ ડેરીના આ નિર્ણયથી ખાસ કરીને ભેંસનું દૂધ વાપરતા ગ્રાહકોને સૌથી મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અમૂલ બફેલો મિલ્ક (ભેંસનું દૂધ)ના 1 લિટરના પેકેટમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે ગ્રાહકોએ હવે આ દૂધ માટે 78 રૂપિયાની જગ્યાએ 84 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડના 1 લીટરના પેકેટમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા ગ્રાહકોએ 72 રૂપિયાના બદલે 76 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 મિ.લી.ના પેકેટ માટે 36 રૂપિયાને બદલે 38 રૂપિયા આપવા પડશે.

18

રોજિંદા વપરાશની અન્ય વેરાયટીઓ પર નજર કરીએ તો, અમૂલ તાઝાના 500 મિ.લી. પાઉચમાં 2નો વધારો થતા તે 28 રૂપિયાથીને બદલે 30 રૂપિયાનું થયું છે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના 500 મિ.લી. પેકેટમાં 1 રૂપિયાનો વધારો થતા 26 રૂપિયાના બદલે 27 રૂપિયા અને 180 મિ.લી.ના પેકેટમાં 1નો વધારો થતા 10 રૂપિયાના બદલે 11 રૂપિયા આપવા પડશે. એ જ રીતે, અમૂલ શક્તિ (500 મિ.લી.) માટે 33ને બદલે 34 રૂપિયા અને સુમુલ ગાયના 500 મિ.લી. દૂધ માટે 30 રૂપિયાના બદલે 32 રૂપિયા ચૂકવવા પડશે.

ભાવવધારાની અસર માત્ર ગણતરીના લોકો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ લાખો પરિવારોના માસિક ખર્ચમાં સીધો વધારો થશે. ખાસ કરીને જે પરિવારોમાં નાના બાળકો અને વૃદ્ધો માટે નિયમિત દૂધની ખરીદી થાય છે, તેમને હવે દર મહિને વધુ રકમ ખર્ચવી પડશે. સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં દરરોજ અંદાજે 12.50 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે.

20

ઉલ્લેખનીય છે કે, દૂધ એ અત્યંત જીવનજરૂરી વસ્તુ છે. સવારના નાસ્તાથી લઈને રસોડાના વિવિધ ઉપયોગમાં દૂધના વપરાશના કારણે આ ભાવ વધારો ગૃહિણીઓનું બજેટ બગાડી નાખશે. આ ભાવ વધારાના કારણે સામાન્ય જનતાએ રોજિંદા દૂધવપરાશ પર કામ મુકવો પડી શકે છે.

ABP અસ્મિતાના અહેવાલ મુજબ, આ અગાઉ અમૂલે પહેલા દૂધના ભાવમાં વધારો કર્યો હતો, ત્યારબાદમાં દહીં, લસ્સી વધારો કર્યો હતો. જેનાથી સામાન્ય નાગરિકોના રસોડાનું માસિક બજેટ વધુ પ્રભાવિત થયું છે. જ્યારે અમૂલે છાશના ભાવ યથાવત રાખ્યા પરંતુ માત્રામાં ચૂપચાપ 10-30 ML સુધીનો ઘટાડો કરી નાખ્યો હતો.

About The Author

Related Posts

Top News

સુરત-તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો ઝટકો, સુમુલ ડેરીએ દૂધનો ભાવ 6 રૂપિયા સુધી વધાર્યો

સુરત અને તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડ્યો છે. અમુલ બાદ દક્ષિણ ગુજરાતની...
Gujarat 
સુરત-તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો ઝટકો, સુમુલ ડેરીએ દૂધનો ભાવ 6 રૂપિયા સુધી વધાર્યો

કેમેરો ના હોત તો દંપતીનું જીવન આ ASPએ બગાડી નાખ્યું હોત, ગાંજો મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી; CMએ 6ને સસ્પેન્ડ કર્યા

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હોટલમાં રોકાયેલા એક પુખ્ત યુગલને ગાંજો મૂકીને ખોટા કેસમાં...
National 
કેમેરો ના હોત તો દંપતીનું જીવન આ ASPએ બગાડી નાખ્યું હોત, ગાંજો મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી; CMએ 6ને સસ્પેન્ડ કર્યા

આ ભાજપશાસિત રાજ્યમાં સરકારી નોકરીઓ માટે કોઈ ઉમેદવાર પાસે અરજી ફી નહીં લેવાય, 2027થી વય મર્યાદામાં પણ 2 વર્ષની છૂટ

પશ્ચિમ બંગાળમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે. CM શુભેન્દુ અધિકારીએ 2027થી રાજ્ય સરકારની ભરતી...
Education 
આ ભાજપશાસિત રાજ્યમાં સરકારી નોકરીઓ માટે કોઈ ઉમેદવાર પાસે અરજી ફી નહીં લેવાય, 2027થી વય મર્યાદામાં પણ 2 વર્ષની છૂટ

તમે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? બંને વચ્ચેનો તફાવત સમજાવવા સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન હેલ્થ’

રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટને લઇને ઓપરેશન હેલ્થ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રનું રાજ્યવ્યાપી અભિયાન...
Gujarat 
તમે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? બંને વચ્ચેનો તફાવત સમજાવવા સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન હેલ્થ’
Copyright (c) Khabarchhe All Rights Reserved.