પારુલ યુનિવર્સિટીએ ચોથા ઇન્ટરનેશનલ ફૉકફોર ફેસ્ટિવલનું આયોજન કર્યું, 300થી વધારે કલાકારો એકમંચ પર

ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા પારુલ યુનિવર્સિટીએ આર્ટ ફોર વર્લ્ડ પીસ (વિશ્વશાંતિ માટે કળા) થીમ અંતર્ગત 5 દિવસના ઇન્ટરનેશનલ ફૉકફોર ફેસ્ટિવલ (આંતરરાષ્ટ્રીય લોકકળા મહોત્સવ)ની ચોથી એડિશનનું આયોજન કર્યું હતું, જેમાં 23થી વધારે દેશોમાંથી 300થી વધારે સહભાગીઓ સામેલ થયા હતા. તેમાં આંતરરાષ્ટ્રીય સદભાવ, સાંસ્કૃતિક વિવિધતા અને કળાત્મક અભિવ્યક્તિનો શાનદાર ઉત્સવ જોવા મળ્યો હતો. પાંચ દિવસ ચાલેલા આ મહોત્સવની શરૂઆત ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી. તેમાં આંતરરાષ્ટ્રીય ગીતસંગીત, લોકનૃત્ય અને સાંસ્કૃતિક રજૂઆતો સામેલ હતી. આ મહોત્સવે દુનિયાભરના લોકોને કળા અને પરંપરા પ્રત્યે પોતાના સહિયારા પ્રેમ મારફતે એકબીજા સાથે જોડાવા મંચ પ્રદાન કર્યો હતો.

34

આ મહોત્સવમાં ભારતની પ્રાચીન ફિલોસોફી “વસુધૈવ કુટુમ્બકમ્” એટલે આખું જગત એક પરિવાર છે તેને અનુરૂપ સરહદોથી પર પરસ્પર સન્માન અને સમજણ પેદા કરવામાં ભારતીય સંસ્કૃતિની તાકાત ઊડીને આંખે વળગે હતી. સહભાગીઓએ પોતાના વારસા પર આધારિત લોકસંગીત, પરંપરાગત કળાત્મક સ્વરૂપો અને લોકકળાઓનું પ્રદર્શન કર્યું હતું. તેના થકી દર્શકોને દુનિયાભરની સંસ્કૃતિઓને દિશા આપતી લોકકથાઓ, ઓળખો અને પરંપરાઓ જાણવાની તક મળી હતી. આ મહોત્સવમાં ભારત, બલ્ગેરિયા, ચેકિયા, રોમાનિયા, સ્લોવાકિયા, રશિયા, સર્બિયા, કીર્ગીઝસ્તાન, ઉઝબેકિસ્તાન, ભૂટાન, મ્યાન્માર, બાંગ્લાદેશ, દક્ષિણ સુદાન, મલાવી, ઝામ્બિયા, મોઝામ્બિક, રવાન્ડા, મડાગાસ્કર વગેરે દેશોના સહભાગીઓએ પોતપોતાની સંસ્કૃતિ અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

33

આ મહોત્સવની શરૂઆત 26 ઓક્ટોબરના રોજ એક ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે થઈ હતી, જેમાં એક સાંસ્કૃતિક શોભાયાત્રા, આંતરરાષ્ટ્રીય સંગીત, નૃત્ય અને લોકકળાઓની રજૂઆતો શામેલ હતી. સાથે સાથે, “સાંસ્કૃતિક જોડાણ અને આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવામાં પ્રદર્શન કળાઓની ભૂમિકા” વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન પણ થયું હતું, જેમાં તમામ સહભાગી દેશોના પ્રતિનિધિઓ શામેલ થયા હતા. 

આ આયોજનમાં 23થી વધારે દેશોના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો અને પોતાની વિશિષ્ટ પરંપરાનું પ્રદર્શન કર્યું હતું, જેથી આ સાંસ્કૃતિક આદાનપ્રદાનનો એક જીવંત મંચ બની ગયો હતો. ઉદ્ઘાટન સમારંભમાં ભારતમાં સ્લોવોકિયાના રાજદૂત મહામહિમ રોબર્ટ મેક્સિયન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ રજૂઆતો ઉપરાંત મહોત્સવે વિદ્યાર્થીઓ અને દર્શકોને વૈશ્વિક પરંપરાઓને નજીકથી જાણવાની તક આપી હતી. સાથે સાથે, તેણે સાંસ્કૃતિક કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સાથસહકાર અને કલાકારોવચ્ચે અર્થસભર સંવાદને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સંપૂર્ણ મહોત્સવમાં વિવિધ રજૂઆતો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના માધ્યમથી સહભાગીઓ અને દર્શકોને અલગ-અલગ કળાત્મક પરંપરાઓ જોવા અને એ મૂલ્યો તથા લોકકથાઓ વિશે જાણવાની તક મળી હતી, જે લોકોને દેશોની સરહદોથી પર એકબીજા સાથે જોડે છે. 

32

આ મહોત્સવના વિઝન અને મહત્વ વિશે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. પારુલ પટેલે કહ્યું હતું, “સંસ્કૃતિ આપણને ભાષા, ભૂગોળ અને રાષ્ટ્રીય ઓળખથી પર થઈને લોકો સાથે જોડવામાં મદદ કરે છે. અમે ઇન્ટરનેશનલ ફૉકફોર ફેસ્ટિવલમાં જોયું કે, દરેક રજૂઆત એક લોકકથા કહેતી હતી, દરેક પરંપરાનો એક અર્થ હતો અને દરેક સંવાદ એકબીજાને વધારે સારી રીતે સમજવાની એક તક હતી. અમારું માનવું છે કે, સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારે જોડાયેલા અને સંવેદનશીલ જગતનું નિર્માણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે તથા 23થી વધારે દેશોના સહભાગીઓનું એકમંચ પર આવવું એ વિશ્વાસને વધારે મજબૂત કરે છે.”

મંચ ઉપરાંત મહોત્સવે સાંસ્કૃતિક સંવાદ અને આંતરરાષ્ટ્રીય મૈત્રીનું વાતાવરણ ઊભું કર્યું હતું. તેણે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા સહભાગીઓને એકમંચ પર લાવીને તેમને પોતાની પરંપરાઓ, દ્રષ્ટિકોણો અને અનુભવોને વહેંચવા પ્રોત્સાહન આપ્યું હતું. દરેક શૉએ વિવિધ સંસ્કૃતિઓની સમૃદ્ધિને જાણવાની એક તક આપવાની સાથે એ માનવીય મૂલ્યોને જોવાની પણ તક આપી હતી, જે તમામને એકબીજા સાથે જોડે છે.

31

આ પાંચ દિવસીય મહોત્સવનું સમાપન સમાપન સમારંભ સાથે થયું હતું, જેમાં સહભાગી પ્રતિનિધિમંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક રક્ષણ અને આંતરરાષ્ટ્રીય જોડાણ પ્રત્યે યુનિવર્સિટીની કટિબદ્ધતાને મજબૂત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ફૉકફોર ફેસ્ટિવલની ચોથી એડિશને આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પારસ્પરિક સમજણને પ્રોત્સાહન આપવા પારુલ યુનિવર્સિટીના સંકલ્પને વ્યક્ત કર્યો હતો. આ મહોત્સવ નૃત્ય અને સંગીત પૂરતો મર્યાદિત નહોતો, તેણે સરહદ પારથી આવેલા લોકોને એકબીજા સાથે જોડ્યા હતા અને વિવિધતા જ દુનિયાને એક કરી શકે છે એ વિચારને અપનાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ...
National 
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ

મુંબઈ ઈન્ડિયન્સ આગામી IPL સિઝન 2027 માટે કેપ્ટનપદની જવાબદારી રોહિત શર્માને સોંપે તેવી પૂરી શક્યતા છે, એવું 'ધી...
Sports 
IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.