- Gujarat
- સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા
સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા
સુરત : ડુમસ રોડ પર આવેલા સી.બી. પટેલ શગુન ફાર્મમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં સોમવારે શહેરભરમાંથી ખૈલૈયાઓ ઉમટી પડ્યા હતા. નવરાત્રિના બીજા જ દિવસે રેકોર્ડબ્રેક હાજરી નોંધાઈ હતી. ખચોખચ ભરાયેલા ખુલ્લા ગરબા ગ્રાઉન્ડમાં સુરતવાસીઓએ વડોદરાના VIP રોડ જેવા પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો હતો. આ મહોત્સવમાં ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાની અનોખી ઝલક જોવા મળી હતી.

આ ભવ્ય મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરતનાં મેયર માયાબેન માવાણી, સુરત મહાનગરપાલિકાનાં શાસક પક્ષનાં નેતા અલ્પાબેન મહેતા, સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિના ચેરમેન દિગ્વિજયસિંહ બારડ, કોર્પોરેટર હીનાબેન ટાંક, મીનાક્ષીબેન પંડ્યા, પરિમલભાઈ છસિયા, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત શહેરના કાર્યકારી પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલા તેમજ 167-સુરત (પશ્ચિમ) વિધાનસભાના ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

મહોત્સવનાં મુખ્ય આકર્ષણો
50 ફૂટ ઊંચો વિશ્વ રેકોર્ડ ધરાવતો ડાંડિયો
ગાયક સમીર અને વૈશાલી પ્રજાપતિના ઓર્કેસ્ટ્રા દ્વારા વડોદરા જેવા ગરબાની પ્રસ્તુતિઓ.
પરંપરાગત ગરબા અને નવરાત્રિના ખૈલૈયાઓનો ઉત્સાહ.
હેરિટેજ થીમ અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની ભવ્ય ઝલક.


