સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અધિક નિયામક (તબીબી સેવાઓ અને શિક્ષણ) સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ (વર્ગ-૩)ની ૧૪૬ ખાલી જગ્યાઓ પર માન્ય એજન્સી મારફતે આઉટસોર્સથી ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

16

સુરત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં નર્સિંગ કેરની સુધારવા અને ક્રિટિકલ કેર સિસ્ટમને વધુ ઝડપી બનાવવા માટે મંજૂર થયેલી ખાલી જગ્યાઓ પર 146 નર્સિંગ સ્ટાફની આઉટસોર્સિંગથી તબીબી અધિક્ષક દ્વારા ત્વરિત ભરતી કરાશે. 

નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, નર્સિંગ કેર એ દર્દીની સારવારની પાયાની જરૂરિયાત છે. હોસ્પિટલમાં આવતા દરેક દર્દીની યોગ્ય સંભાળ અને ઇમરજન્સી કેસોમાં ક્રિટિકલ કેર ઇમ્પ્રૂવ કરવા માટે પૂરતો નર્સિંગ સ્ટાફ અત્યંત આવશ્યક છે. આરોગ્ય મંત્રીના સકારાત્મક નિર્ણય અને માર્ગદર્શન હેઠળ મંજૂર થયેલી જગ્યાઓ પર આઉટસોર્સથી સ્ટાફ ઉપલબ્ધ થતાં વોર્ડમાં દર્દીઓની દૈનિક સેવા-શુશ્રૂષા વધુ ઝડપી અને ગુણવત્તાસભર બનશે. 

15

વધુમાં અધિક્ષકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજની અંદાજિત 4500થી વધુ દર્દીઓ ઓપીડી, 1500થી વધુ ઇનડોર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈને, તેમજ 300થી વધુ ક્રિટિકલ કેર દર્દીઓ ઈમરજન્સી વિભાગમાં સારવાર મેળવે છે. નર્સિંગ સ્ટાફની ભરતી થવાથી ઈમરજન્સી તેમજ આઈસીયુ સહિત તમામ વોર્ડમાં ક્રિટિકલ કેર સિસ્ટમ મજબૂત થશે અને દર્દીઓને વધુ સંવેદનશીલ તેમજ સક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાશે. નર્સિંગ સ્ટાફની ભરતી થવાથી હોસ્પિટલના આઈસીયુ, મેડિકલ તેમજ સર્જિકલ વિભાગોમાં નર્સિંગ સ્ટાફની ક્ષમતા વધશે, જેનાથી સારવાર માટે આવતા દર્દીઓની દેખરેખ વધુ સક્ષમ બનશે. 

About The Author

Related Posts

Top News

શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવાની યોજના અંગે વિદેશી એરલાઇન્સે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો...
National 
શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ભારતીય મૂળના સિટી કાઉન્સિલ સભ્ય નિત્યા રમને લોસ એન્જલસના મેયરની ચૂંટણી જીતી છે, તેમણે વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યા...
World 
કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ચૂંટણી કમિશનરોને મળેલી સંપૂર્ણ કાનૂની મુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપી નોટિસ

સુપ્રીમ કોર્ટે 'ચીફ ઈલેક્શન કમિશનર અને અધર ઈલેક્શન કમિશનર્સ એક્ટ, 2023' (મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય...
National 
ચૂંટણી કમિશનરોને મળેલી સંપૂર્ણ કાનૂની મુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપી નોટિસ

IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

બિહારના મધુબની જિલ્લાના બાબુબર્હી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) ચંદ્રમોહન સિંહે તેમની સરકારી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું....
National 
IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.