પ્રેમિકાનું કાસળ કાઢીને આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો સોફ્ટવેર એન્જિનિયર, સવારે...

પુણેના IT હબ ગણાતા હિન્જવડી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયર પર રાત્રે પોતાની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના સંબંધોને બંને પરિવારોની મંજૂરી પણ મળી હતી. કહેવામાં આવે છે કે, હત્યા કર્યા બાદ પ્રેમી આખી રાત પોતાની પ્રેમિકાના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. બાદમાં તેણે પોલીસને ફોન કરીને કબૂલાત કરી કે તેણે જ પ્રેમીકાની હત્યા કરી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા બે-ત્રણ વર્ષથી બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પરંતુ, શંકા અને પરસ્પર વિવાદોને કારણે તેમની પ્રેમકહાનીનો કરુણ અને ભયાનક અંત આવ્યો. મૃતક યુવતીની ઓળખ કોમલ ડહાકે તરીકે થઈ છે, જ્યારે આરોપીનું નામ શુભમ જ્ઞાનેશ્વર કાલબાંદે છે.

શુભમ અને કોમલ બંને જ સોફ્ટવેર એન્જિનિયર હતા. શુભમ હિન્જવડીમાં આવેલી ઈન્ફોસિસ કંપનીમાં કામ કરતો હતો, જ્યારે કોમલ વિપ્રોમાં સોફ્ટવેર એન્જિનિયરના પદ પર હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવાના હતા; તેમના પરિવારોએ પણ આ સંબંધને સહમતિ આપી હતી.

6

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં શંકાએ ઘર કરી લીધું હતું. આરોપ છે કે કોમલને શંકા હતી કે શુભમનો અન્ય કોઈ છોકરી સાથે અફેર છે, જેના કારણે તેમની વચ્ચે વારંવાર નાની-નાની બાબતો પર ઝઘડા થતા હતા. આ દરમિયાન રવિવારે રાત્રે પણ બંને વચ્ચે કોઇ વાતે વિવાદ થયો હતો. જોત જોતામાં વિવાદ એટલો વધી ગયો કેઆરોપી શુભમે પોતાનો આપો ગુમાવી દીધો અને કોમલ સાથે નિર્દયતાથી મારામારી શરૂ કરી દીધી.

આરોપ છે કે શુભમે કોમલના માથા અને ગળા પર હાથ-પગ વડે હુમલા કર્યા. ગંભીર ઈજાઓને કારણે તે બેભાન થઈ ગઈ અને તેનું મૃત્યુ થઇ ગયું. આ સમગ્ર ઘટનાનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે, કોમલના મૃત્યુ પછી પણ આરોપી શુભમ આખી રાત તેના મૃતદેહ પાસે જ બેસી રહ્યો. બીજા દિવસે સવારે, શુભમે પોતે જ પોલીસની ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 પર ફોન કર્યો અને જાણ કરી કે તેણે પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી છે.

આ માહિતી મળતાની સાથે જ હિન્જવડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. PG રૂમની અંદર તેમને એક ભયાનક દૃશ્ય જોવા મળ્યું. કોમલ ત્યાં બેભાન અવસ્થામાં પડી હતી. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી, પરંતુ તપાસ બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ ઘટના બાદ હિન્જવડી પોલીસે આરોપી શુભમ જ્ઞાનેશ્વર કલબાંડેની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

7

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શુભમ અને કોમલના સંબંધને બંને પરિવારોની સહમતિ હતી અને તેઓ લગ્ન કરવાના હતા. જોકે, શંકાને કારણે વારંવાર થતા ઝઘડાઓને કારણે સુખી સંબંધનો કરુણ અને જીવલેણ અંત આવ્યો. આ ઘટનાને કારણે હિન્જવડી વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક યુવાન અને તેજસ્વી સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુથી સૌ કોઈ સ્તબ્ધ છે.

About The Author

Top News

પ્રેમિકાનું કાસળ કાઢીને આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો સોફ્ટવેર એન્જિનિયર, સવારે...

પુણેના IT હબ ગણાતા હિન્જવડી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયર પર રાત્રે પોતાની પ્રેમિકાની...
National 
પ્રેમિકાનું કાસળ કાઢીને આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો સોફ્ટવેર એન્જિનિયર, સવારે...

WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા

જો તમે તમારા ઓફિસ કે કાફે ડિવાઇસ પર WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઇ જજો. આજના...
Tech and Auto 
WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા

કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

હરિયાણાના સોનીપત જિલ્લામાં કરિયાવરની માંગણીને લગતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ કરિયાવરમાં બ્રેઝા કારની માંગણી કરી હતી...
National 
કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?

શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી ચર્ચાઓ આખરે મંગળવારે હકીકતમાં...
Politics 
પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.