- Politics
- અરજીમાં 14 ખામીઓ, ફીમાં રૂ.220 ઓછા... સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી કેમ લિસ્ટેડ ન થઈ?
અરજીમાં 14 ખામીઓ, ફીમાં રૂ.220 ઓછા... સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી કેમ લિસ્ટેડ ન થઈ?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે, INDIA ગઠબંધનના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી અને ત્યારબાદ SIR વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ કૂચને કારણે દિવસભર ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને મંડી હાઉસથી સુપ્રીમ કોર્ટ સુધીના માર્ગ પર લોકોનું માનવ કીડિયારું એકત્ર થઇ ગયું હતું. આ દરમિયાન SIRના વિરોધમાં નારેબાજી વચ્ચે, રાહુલ ગાંધીની કાનૂની ટીમ અરજી દાખલ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. મોડી સાંજે જાણવા મળ્યું કે 'INDIA' ગઠબંધનની અરજી સુનાવણી માટે લિસ્ટેડ થઈ શકી નથી. સાથે જ તેમાં 14 ખામીઓ જોવા મળી હતી.
મતદાર યાદીના વિSIR અંગેની સુપ્રીમ કોર્ટ પહોંચેલી 'INDIA' ગઠબંધનની અરજી હજુ સુધી સુનાવણી માટે સૂચિબદ્ધ થઇ શકી નથી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ અરજી દાખલ કરવાની પ્રક્રિયામાં 14 ખામીઓ શોધી કાઢી છે. તેમાં વિપક્ષના કેટલાક નેતાઓના 'વકાલતનામા' પર સહીઓ ન હોવા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઓળખ પુરાવાની સ્પષ્ટ નકલ ન હોવી અને કોર્ટ ફી ઓછી જમાં કરવા જેવી આપત્તિઓનો સમાવેશ થાય છે.
રજિસ્ટ્રીએ બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી આ રિટ અરજીમાં ચૂંટણી કમિશનરોને વ્યક્તિગત પ્રતિવાદીઓ બનાવવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે સ્પષ્ટતા માંગી છે કે આવી અરજીમાં વ્યક્તિગત ચૂંટણી કમિશનરોને શા માટે પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
રજિસ્ટ્રીની આપત્તિઓમાં એક મુખ્ય મુદ્દો 'વકાલતનામા' સાથે જોડાયેલો છે. અરજદાર નંબર 3-11 સુધીના 'વકાલતનામા' ઉપલબ્ધ નથી અને તેમાં સંબંધિત નેતાઓની સહીઓ પણ નથી. આ નેતાઓમાં અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને ડી. રાજાનો સમાવેશ થાય છે.
આ નેતાઓના હસ્તાક્ષર નથી:
1. સૌગત રોય
2. અખિલેશ યાદવ
3. તેજસ્વી યાદવ
4. સંજય રાઉત
5. એમ.એ. બેબી
6. ડી. રાજા
7. મહુઆ માઝી
8. સુપ્રિયા સુલે
9. ઈ.ટી. મોહમ્મદ બશીર
'વકાલતનામું' એ એક એવું દસ્તાવેજ છે જેના દ્વારા અરજદાર તેમના વકીલને કોર્ટમાં તેમની તરફથી કેસ દાખલ કરવા અને દલીલ કરવાનો અધિકાર આપે છે.
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ અને વાંચી શકાય તેવી નકલ પણ માંગી છે. આ ઉપરાંત, અરજી દાખલ કરવા માટે જમા કરાવવામાં આવેલી કોર્ટ ફી રૂ.220 ઓછા હતા. રજિસ્ટ્રીએ અરજીનો આધાર બનાવવામાં આવેલા દસ્તાવેજોની નકલો સ્પષ્ટ ન હોવા અંગે પણ આપત્તિ દર્શાવી છે. રજિસ્ટ્રીએ ચૂંટણી પંચના 24 જૂન, 2025ના નિર્ણય અને SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામો દૂર કરવા સંબંધિત અન્ય દસ્તાવેજોની ડિજિટલ નકલો પેન ડ્રાઇવમાં ઉપલબ્ધ કરાવવા કહ્યું છે.
આ ખામીઓને કારણે, INDIA ગઠબંધનની અરજી હજુ સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટેડ થઈ શકી નથી. રજિસ્ટ્રીએ અરજી દાખલ કરવાની પ્રક્રિયા અંગે કુલ 14 આપત્તિઓ નોંધી છે. INDIA ગઠબંધને કોર્ટ સમક્ષ SIR અંગેના ચૂંટણી પંચના નિર્ણયોનો સંપૂર્ણ રેકોર્ડ રજૂ કરવાની માંગ કરી છે. આમાં 24 જૂન, 2025ના રોજ SIR શરૂ કરવાના નિર્ણય સંબંધિત ફાઇલો, બેઠકના એજન્ડા) કાર્યવાહીનું વિવરણ અને ચૂંટણી કમિશનરો દ્વારા નોંધાવવામાં આવેલી આપત્તિઓ પણ સામેલ છે.

