સાહેબ, શાળામાં વડાપાંવનો સ્ટોલ ખોલવા દો ને... વિદ્યાર્થીની વિનંતીના જવાબમાં IAS તુકારામ મુંડેએ પ્રેમથી જે કહ્યું તેના બધા ચાહક બની ગયા

એક બાળકે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંડેને કહ્યું, 'સાહેબ, તેના મિત્રો ઇચ્છે છે કે શાળામાં વડાપાંવનો સ્ટોલ ફરીથી ખોલવામાં આવે. તેઓએ તમને વડાપાંવના સ્ટોલ માટે વિનંતી કરી છે.' તુકારામ મુંડેનો પ્રેમાળ પ્રતિભાવ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો IAS મુંડેએ આ બાળકને શું સલાહ આપી, તે જાણી લઈએ...

FDA કમિશનર તુકારામ મુંડે અને બાળકનો એક વીડિયો હવે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, અને ઘણા લોકો તેને પસંદ કરી રહ્યા છે. એક શાળાના વિદ્યાર્થીએ તેને શેર કરીને લખ્યું, 'મે કરી બતાવ્યું ગાય્સ...' વીડિયોમાં, વિદ્યાર્થી અધિકારી તુકારામ મુંડે સાથે વાત કરતો જોઈ શકાય છે. તે શરમાતા કહે છે, 'સાહેબ, મારા શાળાના મિત્રો અમારી શાળામાં વડાપાંવ ખાવા માંગે છે, તેથી તેઓએ મને બંધ પડેલો સ્ટોલ ફરીથી ખોલવા વિશે તમારી સાથે વાત કરવા કહ્યું છે.'

Schoolboy Vada Pav
khabargaon.com

ત્યારપછી FDA કમિશનર તુકારામ મુંડેએ બાળકને સ્વસ્થ આહારનું મહત્વ પ્રેમથી સમજાવ્યું, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે મહારાષ્ટ્ર FDAએ બાળકોમાં સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવા માટે શાળાના પરિસરમાં અને શાળાના પરિસરથી 50 મીટરની અંદર જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો.

https://www.instagram.com/reel/DeP_e37zQzM/

આ પ્રતિબંધોમાં વડા પાવ, સમોસા, તળેલી વસ્તુઓ, ચિપ્સ, ઠંડા પીણાં, મીઠા પીણાં, ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવા નાસ્તાનો સમાવેશ થાય છે, જે બધા બાળકોમાં લોકપ્રિય છે. આ આદેશ મહારાષ્ટ્રની શાળાઓમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેની અસર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓ પર થવાની ધારણા છે.

Schoolboy Vada Pav
ndtv.in

આ દરમિયાન, છોકરા અને મુંડે વચ્ચેની વાતચીતનો એક વીડિયો 'ઈન્દ્રનીલ અનાસપુરે' ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં, છોકરાએ મુંડેને કહ્યું કે તેના મિત્રોએ તેને શાળાના વડા પાવ સ્ટોલને ફરીથી ખોલવા માટે વિનંતી કરવા કહ્યું છે.

બાળકે પૂછ્યું, 'જો તેઓ (શાળાના મિત્રો) તમને પૂછે તો તમે તેમને શું કહેશો?' જવાબમાં, મુંડેએ બાળકોને પૌષ્ટિક ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે ઉમેર્યું, 'સારું ખાવાનું ખાઓ, તે તમારા શરીર અને મનને સ્વસ્થ રાખશે. પૌષ્ટિક ખાવાનું ખાઓ.' તેમણે એમ પણ કહ્યું કે, તેલયુક્ત અને ચરબીયુક્ત ખાવાનું ભલે સ્વાદિષ્ટ લાગતું હોય પણ સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસર થઇ શકે છે.

Schoolboy Vada Pav
navbharattimes.indiatimes.com

આ વર્ષની શરૂઆતમાં આદેશની જાહેરાત કરતા, મુંડેએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્યો અને મેનેજમેન્ટ તેના અમલીકરણ માટે જવાબદાર રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે આદેશનું પાલન ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને ઉમેર્યું હતું કે FDA નિરીક્ષકો વર્ષમાં ઓછામાં ઓછા બે વાર દરેક શાળાની મુલાકાત લઈને પાલન થાય છે કે નહીં તેની તપાસ કરશે. તુકારામ મુંડેએ એવી પણ જાહેરાત કરી હતી કે, રાજ્યભરની શાળા કેન્ટીન માટે ફૂડ સેફ્ટી લાઇસન્સ જરૂરી રહેશે.

About The Author

Top News

સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા

સુરત : ડુમસ રોડ પર આવેલા સી.બી. પટેલ શગુન ફાર્મમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં સોમવારે શહેરભરમાંથી ખૈલૈયાઓ ઉમટી પડ્યા હતા....
Gujarat 
સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા

અરજીમાં 14 ખામીઓ, ફીમાં રૂ.220 ઓછા... સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી કેમ લિસ્ટેડ ન થઈ?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે,   INDIA ગઠબંધનના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી અને ત્યારબાદ SIR વિરુદ્ધ...
Politics 
અરજીમાં 14 ખામીઓ, ફીમાં રૂ.220 ઓછા... સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી કેમ લિસ્ટેડ ન થઈ?

ચૂંટણી પંચની ફાઇલો, એજન્ડા અને મીટિંગ મિનિટ્સ... રાહુલ ગાંધી સહિત વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પાસે શું માંગણીઓ કરી?

ભારતીય ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવતા INDIA...
Politics 
ચૂંટણી પંચની ફાઇલો, એજન્ડા અને મીટિંગ મિનિટ્સ... રાહુલ ગાંધી સહિત વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પાસે શું માંગણીઓ કરી?

સાહેબ, શાળામાં વડાપાંવનો સ્ટોલ ખોલવા દો ને... વિદ્યાર્થીની વિનંતીના જવાબમાં IAS તુકારામ મુંડેએ પ્રેમથી જે કહ્યું તેના બધા ચાહક બની ગયા

એક બાળકે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંડેને કહ્યું, 'સાહેબ, તેના મિત્રો ઇચ્છે...
National 
સાહેબ, શાળામાં વડાપાંવનો સ્ટોલ ખોલવા દો ને... વિદ્યાર્થીની વિનંતીના જવાબમાં IAS તુકારામ મુંડેએ પ્રેમથી જે કહ્યું તેના બધા ચાહક બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.