INDIA ગઠબંધન જ્ઞાનેશ કુમાર સાથે લડી લેવાના મૂડમાં, 2 ઓક્ટોબરથી શરૂ થશે હલ્લાબોલ, બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો

'INDIA' ગઠબંધને બુધવારે ચૂંટણી પંચ અંગે પોતાની આગામી રણનીતિને આખરી ઓપ આપ્યો હતો. દિલ્હીના 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ INDIA' ખાતે યોજાયેલી આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં 20 પાર્ટીઓ સામેલ થઇ હતી. 'INDIA' ગઠબંધનની બેઠકમાં સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, દેશભરના નાગરિકો અને રાજકીય દળો ચૂંટણી પંચની કામગીરી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આજે આપણા મુખ્ય ચૂંટણી કમિશનરની હકીકત બધા સામે આવી છે.

તેમણે કહ્યું કે, તેમના બે સાથી સભ્યોએ છેલ્લા 10 મહિનામાં 14 વખત પત્રો લખ્યા છે. આનાથી તેમની પ્રામાણિકતા અને ઈરાદાઓ પર સવાલો ઊભા થાય છે. એટલે, તેમને તેમના પદ પરથી હટાવવા જોઈએ. અમે માંગ કરીએ છીએ કે ભવિષ્યની ચૂંટણીઓ માટે SIR પહેલાની મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવે. મતદાર યાદીમાં કરવામાં આવતા દરેક ફેરફાર દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ, જેમાં મતવિસ્તાર અને બૂથના હિસાબે નામો ઉમેરવા, દૂર કરવા અને સુધારવાની વિગતોનો સામેલ હોય. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મીડિયા સાથે વાતચીત કરી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે ચૂંટણી પંચ કઠપૂતળીની જેમ કામ કરી રહ્યું છે. તેના વિરોધમાં, 20 વિપક્ષી દળ સંયુક્ત રીતે 6 ઓક્ટોબરથી દરેક જિલ્લામાં 'લોકશાહી બચાવો કૂચ'નું આયોજન કરશે. અમે સાડા ત્રણ કલાક સુધી વિચાર-વિમર્શ કર્યો. રાહુલ, મમતા અને અન્ય ઘણા લોકો તરફથી અનેક સૂચનો આવ્યા. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે નારાજગીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી પંચ (ECI) સાથે ઢીંગલીઓની રમત રમતા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમે યુવાનો, 'INDIA' ગઠબંધનના સભ્યો, NGOs અને નાગરિક સમાજના સભ્યોને 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર વચ્ચે 'લોકશાહી બચાવો' કાર્યક્રમોનું આયોજન કરવાની જવાબદારી સોંપી છે. 6 ઓક્ટોબરે તમામ વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ (ECI) સુધી કૂચ કરશે. તેમાં તમામ વિપક્ષી દળોના રાજ્યસભા અને લોકસભાના સાંસદો ભાગ લેશે. વિપક્ષી નેતાઓ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાષ્ટ્રપતિને મળવા માટે સમય  માંગશે.

INDIA-Bloc1
aajtak.in

શું છે INDIA બ્લોકનો સંપૂર્ણ પ્લાન?

ખડગેએ જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનોમાં સામાન્ય જનતા, યુવાનો, INDIA ગઠબંધન, NGO અને એકતા તથા લોકશાહી માટે કામ કરતા સંગઠનો સામેલ થશે.

2-8 ઓક્ટોબર: જિલ્લા સ્તરે 'લોકશાહી બચાવો કૂચ' અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કચેરીઓ સામે પ્રદર્શન.

6 ઓક્ટોબર: તમામ વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ (ECI) સુધી કૂચ કરશે. તેઓ આજે જ આ કરવા માંગતા હતા પરંતુ તમામને 6 તારીખે બોલાવવાનો નિર્ણય લીધો.

ત્રીજો કાર્યક્રમ- ઓક્ટોબરનો બીજો સપ્તાહ: વિપક્ષી નેતાઓ ભારતના રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગશે.

ચોથો કાર્યક્રમ- પાંચ મોટી વિપક્ષી રેલીઓનું આયોજન કરવામાં આવશે.

રાહુલ ગાંધી અને મમતા બેનર્જીએ શું કહ્યું:

'INDIA' ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ બધા એકજૂથ છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગેએ મમતાના ભાષણની પ્રશંસા કરી. ત્યારબાદ, રાહુલ ગાંધીને સંબોધન કરવા માટે કહેવામાં આવ્યું. તેમણે ખડગેને કહ્યું કે ખડગેના શબ્દો જ પૂરતા છે. ખડગેએ જવાબ આપ્યો કે રાહુલ વિરોધ પક્ષના નેતા છે, તેમના શબ્દોનું વિશેષ મહત્ત્વ છે.

INDIA-Bloc
aajtak.in

ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી વાતચીત ખૂબ જ સારી રહી. ભાજપ, અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્ઞાનેશ કુમાર લોકશાહી પર હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારે લોકશાહી પર કબજો કર્યો છે. અમે આને ચૂપચાપ સહન કરીશું નહીં. અમે સુનિશ્ચિત કરીશું કે જેઓ લોકશાહી બર્બાદ કરનારાઓને સજા મળે. ભારતીય લોકશાહી કોઈપણ વ્યક્તિ કરતા મોટી છે. અમે એક ગઠબંધન છીએ અને દેશમાં મોટા ફેરફારો લાવીશું. તો, રાહુલ ગાંધી અને તેજસ્વીએ આરોપ લગાવ્યો કે બિહારમાં મતોની ચોરી થઈ છે. તેમણે માંગ કરી કે જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે.

ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પક્ષના એકલા ચલોની નીતિ પર વાંધો ઉઠાવ્યો. ઝૂમ કોલ દ્વારા જોડાઈને, ઉદ્ધવે INDIA ગઠબંધનની બેઠક દરમિયાન લગભગ 10 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે કહ્યું કે 'INDIA' ગઠબંધને એક વિશાળ આંદોલન શરૂ કરવું જોઈએ, ગઠબંધનના બેનર હેઠળ સૌએ એકજૂથ થઈને જમીન પર ઉતરવું પડશે. તેમણે કહ્યું  કે પક્ષો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજવા યોગ્ય નથી; ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષનું એકલા હાથે વિરોધ પ્રદર્શન કરવું યોગ્ય નથી.

શિવસેનાએ 4 તારીખે મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ વિરુદ્ધ મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પંચ અને મોદી સરકારને ઘેરવા માટે 'INDIA' ગઠબંધન એકજૂથ થઇને આંદોલન કરે ત્યારે જ આ પ્રભાવી થશે.

અખિલેશ યાદવે દિલ્હીમાં યોજાયેલી બેઠક અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ જ ભાજપનું સૌથી મોટું દુઃખ છે કે કમર કરસીને 'INDIA' ગઠબંધન એક છે. ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ વ્યક્તિગત રીતે બેઠકમાં હાજર રહ્યા  નહોતા. તેમણે પોતાની જગ્યાએ સમાજવાદી પાર્ટી તરફથી મુઝફ્ફરનગરના સાંસદ હરેન્દ્ર મલિક અને રામપુરના સાંસદ મોહિબુલ્લાહ નદવીને મોકલ્યા હતા.

About The Author

Related Posts

Top News

MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા...
Gujarat 
MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

હરિયાણા અને ચંદીગઢમાં થયેલા રૂ.657 કરોડના બેંક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. મુખ્ય આરોપી ઋભવ ઋષિ...
રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

'અમારું ગામ વેચાણ માટે છે, મહેરબાની કરીને કોઈ તેને ખરીદી લે.' મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આ બેનરે બધાનું...
National 
'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ

સુરત : સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) તથા તાપી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ગ્રાહક તકરારોના ઝડપી નિકાલની...
Gujarat 
સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.