MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ટોકરીયા ગામે આયોજિત મુસ્લિમ સમાજની એક જાહેર સભા દરમિયાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લીધા હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જિજ્ઞેશ મેવાણીએ આ નાણાં લીધા હોવાના આક્ષેપોનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો છે.

શું છે આખો મામલે?

TV9 ગુજરાતીના અહેવાલ મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મતવિસ્તારના ટોકરિયા ગામે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક સભા દરમિયાન, મુસ્લિમ આગેવાનો અને ગ્રામજનોએ મેવાણી સામે વિકાસ કાર્યો, ગ્રાન્ટ ફાળવણી અને ચૂંટણીલક્ષી વાયદાઓ પૂરા ન કરવા સહિતના અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સભામાં, એક આગેવાને સીધો આરોપ લગાવ્યો હતો કે જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે 4 લાખ રૂપિયા લીધા હતા. આ આરોપના જવાબમાં, મેવાણીએ સભામાં જ સ્વીકાર્યું હતું કે તેમણે એક કોંગ્રેસના નેતા પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નાણાં ગામના કોઈ વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા નહોતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નાણાંનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટીના આંતરિક મામલા સાથે સંબંધિત હતો.

jignesh-mevani
facebook.com/jigneshmevaniofficial

વિકાસ કાર્યો અને ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે પણ મેવાણીને તીવ્ર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગ્રામજનોએ છેલ્લા નવ વર્ષમાં વડગામ મતવિસ્તાર અને ખાસ કરીને ટોકરિયા ગામ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી તે અંગે હિસાબ માંગ્યો હતો. તેમણે ચૂંટણી દરમિયાન મેવાણી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા ન થયા હોવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી. મેવાણીએ આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેમણે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેમણે તમામ કામો પૂર્ણ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે પછી પણ વહીવટી અને તાંત્રિક મંજૂરી પ્રક્રિયામાં અટવાઈ પડે છે, જેના કારણે કામો પૂરા થવામાં વિલંબ થાય છે.

આ ઉપરાંત, મેવાણી સામે એટ્રોસિટી કેસોને લઈને પણ જાહેરમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. સભામાં કેટલાક આગેવાનોએ મેવાણી પર દલિત, મુસ્લિમ અને સવર્ણ સમાજ વચ્ચે વિભાજન ઊભું કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સૌથી ગંભીર આક્ષેપ પૈકી એક એ પણ હતો કે મેવાણીને વિધાનસભા ચૂંટણી જીતાડવા માટે બોગસ મતદાન કરાવવામાં આવ્યું હતું. કેટલાક આગેવાનોએ દાવો કર્યો હતો કે મેવાણીની તરફેણમાં 250-400 જેટલા બોગસ મતો પડાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કહ્યું હતું કે આ અંગે કોંગ્રેસ પક્ષ સમક્ષ હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ આવી નથી. આક્ષેપ કરનાર વ્યક્તિ ઈચ્છે તો વ્યક્તિગત રીતે પણ નાણાંની ઉઘરાણી કરી શકતી હતી, પરંતુ જાહેર સભામાં જ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. જાહેર સભામાં ઉપાડો બચાવવા અને નેતાઓને બદનામ કરવાના હેતુથી આ વીડિયો બનાવી આક્ષેપો કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. વર્તમાન સમયમાં રાજકારણમાં હોવું અને તેમાં પણ વિપક્ષમાં હોવું એ બેધારી તલવાર સમાન છે, જ્યાં સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ વીડિયો બનાવીને આક્ષેપો કરી શકે છે.

tushar-chaudhary1
facebook.com/DrTusharChaudhary

તુષાર ચૌધરીએ ગ્રાન્ટના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરતા  જણાવ્યું હતું કે કેટલી ગ્રાન્ટ વાપરી, કેટલી બાકી છે અને શા માટે વાપરી તેનો સંપૂર્ણ હિસાબ જિલ્લા આયોજન અધિકારી પાસેથી મેળવી શકાય છે. રસ્તાના કામો બાબતે તેમણે માહિતી આપી હતી કે મતવિસ્તાર માટે આશરે કરોડના રસ્તાઓની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે અને મુખ્યમંત્રી તથા બાંધકામ વિભાગને પત્ર પણ લખવામાં આવ્યો છે. તેમજ ધારાસભ્યને દર વર્ષે 10 કરોડ આપવામાં આવે છે, પરંતુ ડામરના ભાવ અને રેટ વધતા 10 કરોડમાં 10 કિલોમીટર રસ્તો બનવો પણ મુશ્કેલ બની જાય છે. આથી, આ મર્યાદા વધારીને 25 કરોડ કે 50 કરોડ કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરાઈ છે. તમામ રસ્તાઓ એકસાથે બની જવા શક્ય નથી અને એક રસ્તો બને એટલે બીજા બે રસ્તાની માગ ઊભી થાય છે.

આ તમામ આક્ષેપો અને મેવાણીના ખુલાસાઓએ વડગામના રાજકીય માહોલને ગરમાવી દીધો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના જ મતવિસ્તારમાં ધારાસભ્યનો આટલો ઉગ્ર વિરોધ થવો એ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઘટના સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ અને સમીકરણો ઊભા કરી શકે છે.

About The Author

Related Posts

Top News

MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા...
Gujarat 
MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

હરિયાણા અને ચંદીગઢમાં થયેલા રૂ.657 કરોડના બેંક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. મુખ્ય આરોપી ઋભવ ઋષિ...
રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

'અમારું ગામ વેચાણ માટે છે, મહેરબાની કરીને કોઈ તેને ખરીદી લે.' મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આ બેનરે બધાનું...
National 
'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ

સુરત : સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) તથા તાપી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ગ્રાહક તકરારોના ઝડપી નિકાલની...
Gujarat 
સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.