'સામાન્ય વ્યક્તિ જમીન પર કબજો કરે ત્યારે લેન્ડ ગ્રિબિંગ, યૂસુફ પઠાણને મફતમાં જમીન કેમ આપવામાં આવી?' કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

વડોદરામાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ભૂતપૂર્વ સાંસદ યૂસુફ પઠાણને અંદાજે રૂ.20 કરોડનો પ્લોટ મફતમાં આપવાના પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. ગુજરાત કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કરતા ભાજપ સરકાર પર પક્ષપાત કરવાનો અને રાજકીય લાભ માટે નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની બેઠક પહેલાં  જણાવ્યું હતું કે નિયમોની અવગણના કરીને યૂસુફ પઠાણને જમીન ન આપવી જોઈએ. બુધવારે યોજાનારી VMCની સામાન્ય સભામાં આ પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાનાર છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો પોતાનો વિરોધ નોંધાવશે.

અમિત ચાવડાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, જો કોઈ સામાન્ય વ્યક્તિ સરકારી જમીન પર કબજો કરે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવે છે, જ્યારે હવે યૂસુફ પઠાણને એ જ જમીન મફતમાં ભેટ આપવાની તૈયારી છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારના નિયમ સામાન્ય લોકો અને પોતાના લોકો માટે અલગ-અલગ છે, પછી ભલે સરકાર ગુજરાતમાં હોય કે દેશમાં.

38

ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે યૂસુફ પઠાણ TMCના સાંસદ હતા, ત્યારે આ જ જમીનને લઈને તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની વાત ચાલી રહી હતી. જોકે, તેમણે NDAને સમર્થન આપવા અને TMCથી અલગ વલણ અપનાવવાનો નિર્ણય લીધા બાદ હવે તેમને અંદાજે રૂ.20 કરોડની કિંમતની આ જમીન ભેટમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે આને રાજકીય લાભ મેળવવા માટે આપવામાં આવેલી 'ભેટ' ગણાવી છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોની જમીનમાંથી 40 ટકા હિસ્સો કાપીને જે જમીન હાંસલ કરવામાં આવી હતી, તેનો ઉપયોગ શિક્ષણ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અથવા બગીચાઓ બનાવવા માટે થવો જોઇએ. પરંતુ, હવે આ જ જમીન યૂસુફ પઠાણને મફતમાં આપવાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસે આ નિર્ણયને લઈને ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે, મત ચોરી બાદ હવે સરકાર પ્લોટ ચોરી રહી છે.

યૂસુફ પઠાણે માર્ચ 2012માં તેમના નિવાસસ્થાનની બાજુમાં આવેલો જમીનનો એક પ્લોટ ફાળવવાનીં માંગ કરી હતી. તે સમયે, આ જમીનની કિંમત પ્રતિ ચોરસ મીટર 57,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. વર્ષ 2014માં, VMCની સ્થાયી સમિતિએ શહેરી વિકાસ વિભાગને ભલામણ કરી હતી કે આ જમીન યૂસુફ પઠાણને ફાળવવામાં આવે; ત્યારબાદ, આ પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, લગભગ એક દાયકા સુધી VMC દ્વારા યૂસુફ પઠાણ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

37

વર્ષ 2024માં, યૂસુફ પઠાણ TMCના સાંસદ બન્યા. ત્યારબાદ, વડોદરા મહાનગરપાલિકાએ તેમને પ્લોટ ખાલી કરવા માટે નોટિસ આપી. આ નોટિસ વિરુદ્વ પઠાણે હાઈકોર્ટ અરજી કરી હતી. તેમણે સિંગલ-જજ બેન્ચ અને ત્યારબાદ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી.

આ દરમિયાન, આ વર્ષની શરૂઆતમાં શહેરી વિકાસ વિભાગે આ પ્લોટ યૂસુફ પઠાણને ફાળવવાનો નિર્ણય લીધો છે. હવે આ પ્રસ્તાવને આ બુધવારે યોજાનારી VMC બોર્ડની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ નિર્ણયનો વિરોધ કરશે.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોડ (QUAD) નેતાઓની બેઠક દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમને ટફ વ્યક્તિ ગણાવ્યા....
ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...

ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમ.એસ. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટોર બની...
Sports 
ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બનેલા ‘લાફા કાંડ’ના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. વેસુ ...
Gujarat 
SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મૃત્યુને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો આવ્યો છે. જાણીતા ફોરેન્સિક નિષ્ણાતે દાવો કર્યો છે કે, જેફરી એપસ્ટીનનું મૃત્યુ...
World 
જેફરી એપસ્ટીનના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.