- Gujarat
- ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમ...
ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી
રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન (CCE) અંતર્ગત નવી ભરતીની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગો અને ખાતાઓ હેઠળ વર્ગ-3 ની કુલ 1137 જેટલી મહત્વની જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો આગામી 5 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ગઈકાલે CCE 1ના પરિણામની જાહેરાત બાદ CCE 2ની ભરતીની જાહેરાત કરતા પ્રથમ પરીક્ષામાં રહી ગયેલા ઉમેદવારને બીજી તક મળશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની જગ્યાઓ પર ભરતી કરવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રથમ તબક્કે પ્રીલિમિનરી પરીક્ષા લેવામાં આવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ગણિત તથા રીઝનિંગ જેવા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રીલિમિનરી પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને ગ્રુપ પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે MCQ આધારિત મુખ્ય પરીક્ષા હોય છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની કુલ 1237 જગ્યાઓ પર CCE પદ્ધતિ અંતર્ગત પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાના માળખા મુજબ પસંદગી પ્રક્રિયા યોજાશે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ લાગુ કરાયેલા નવા પરીક્ષા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જુદી જુદી કેડરની જગ્યાઓ માટે સંયુક્ત રીતે CCE પરીક્ષા યોજવામાં આવે છે.ઉમેદવારો નિયત સમયમર્યાદામાં https://ojas.gujarat.gov.in પર જઈને પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરી મુજબ ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે મંડળ દ્વારા વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ લાગૂ કરાયેલા નવા પરીક્ષા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સીનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જુદી-જુદી કેડરની જગ્યાઓ માટે સંયુક્ત રીતે CCE પરીક્ષા યોજવામાં આવે છે. આ જાહેરાત બહાર પડતા જ લાંબા સમયથી નવી ભરતીની રાહ જોઈ રહેલા રાજ્યના લાખો ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો નિયત સમયમર્યાદામાં OJAS પોર્ટલ પર જઈને પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરી મુજબ ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે મંડળ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે.

