અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. અનુમાનોમાં ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ રહી ગઈ છે. રાષ્ટ્રપતિ તરીકેના બે વર્ષ પૂર્ણ કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણી એક કસોટી સમાન માનવામાં આવી રહી છે.

કોંગ્રેસના બંને ગૃહો પર ડેમોક્રેટ્સનું કંટ્રોલ

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને એકતરફી જીત મળી રહી છે. પાર્ટીને અમેરિકન કોંગ્રેસના બંને ગૃહો- સેનેટ અને હાઉસમાં નિયંત્રણ મેળવી લીધું છે. હાઉસમાં ડેમોક્રેટ્સ પાસે 222 બેઠકો છે, જ્યારે 129 બેઠકો પર આગળ ચાલી રહી છે. એવામાં તે બહુમતી માટે જરૂરી 218 બેઠકોના આંકડાને પાર કરી ગઈ છે.

100 સભ્યોવાળી સેનેટમાં, ડેમોક્રેટ્સની સંખ્યા 53 પહોંચી ગઇ છે, જ્યારે ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીને 42 સીટ મળી છે. આ પ્રકારે પાર્ટીએ સદનમાં પણ બહુમતી હાંસલ કરી લીધી છે. પાર્ટીએ સેનેટમાં પણ પકડ ગુમાવી દીધી છે; હાલમાં તેમની પાસે 42 બેઠકો છે

democrats
aljazeera.com

અમેરિકાની ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર બાદ ટ્રમ્પે કહ્યું કે તેઓ મિડટર્મ ચૂંટણીઓના પરિણામો સ્વીકારશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તે ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને આ પરિણામ અંગે કોઈ પસ્તાવો નથી. તેમણે આ હાર માટે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં ન હોવાની વાત કહી.

ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ વખત ગવર્નર રહી ચૂકેલા ગ્રેગ એબોટ ચૂંટણી હારી ગયા છે. અનુમાનો મુજબ, ડેમોક્રેટિક સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ ​​જીના હિનોજોસાએ અહીં જીત મેળવી છે. છેલ્લા ત્રણ દાયકામાં આ રાજ્યમાં ડેમોક્રેટ્સ માટે આ સૌથી મોટી જીત છે; 1994 પછી ટેક્સાસમાં કોઈ પણ ડેમોક્રેટિક ઉમેદવારે રાજ્ય-સ્તરના પદ પર જીત મેળવી નહોતી.

Capture

ડેમોક્રેટિક પાર્ટીના કેઇસા લેન્સ બોટમ્સે અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ અશ્વેત મહિલા બન્યા છે. કેઇસા લેન્સ બોટમ્સ અગાઉ એટલાન્ટાના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર અને અબજપતિ રિક જેક્સનને હરાવ્યા, જેમણે જીત મેળવવા માટે પુષ્કળ પૈસા ખર્ચ્યા હતા, પરંતુ અંતે તેમને હારનો સામનો કરવો પડ્યો.

US-Election3
ndtv.com

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદની ચૂંટણીમાં હારી ગયા છે. ડિસિઝન ડેસ્ક HQએ ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટનને વિજેતા જાહેર કર્યા છે. અમેરિકાના સ્થાનિક સમય મુજબ, રાત્રે 10:30 વાગ્યે ચૂંટણી ડેસ્ક દ્વારા એક્ટનની જીતની જાહેરાત કરવામાં આવી હતી.

તો ભારતીયો સહિત દક્ષિણ એશિયાઈ મૂળના લોકો વિરુદ્ધ વંશવાદી ટિપ્પણીઓ કરનાર બો ફ્રેન્ચને ટેક્સાસની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જ્હોન રોસેન્થલે હરાવ્યા છે. જ્હોન રોસેન્થલની જીત બાદ ભારતીય સમુદાયે રાહતનો શ્વાસ લીધો છે.

About The Author

Top News

જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

જે વિભાગની જવાબદારી શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મદદ કરવાની છે, એ જ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર તેમની આવકના...
National 
જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા...
Gujarat 
ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. અનુમાનોમાં ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન...
World 
અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે

મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં અતિ મોંઘા ઘરોની માંગ મજબૂત થઇ રહી છે. એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન, શહેરમાં...
Business 
મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.