જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

જે વિભાગની જવાબદારી શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મદદ કરવાની છે, એ જ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર તેમની આવકના તો કરતા વધુ સંપત્તિ એકત્ર કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના તેલંગાણાની છે. અહીં એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB)એ 'મિશન ફોર એલિમિનેશન ઓફ પોવર્ટી ઇન મ્યુનિસિપલ એરિયાઝ' (MEPMA)ના એડિશનલ ડિરેક્ટર સૈયદ યાદાગિરી રાવ નલ્લાગુન્ટા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધ્યો છે.

ACBના જણાવ્યા અનુસાર, આ અધિકારી પર તેમની કમાણી કરતા વધુ સંપત્તિ એકત્ર કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં, અધિકારીઓએ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અધિકારીનું નિવાસસ્થાન, ઓફિસ, બેંક લોકર્સ અને તેમના સંબંધીઓ, નજીકના સહયોગીઓ તથા કથિત 'બેનામીદારો' સાથે જોડાયેલી મિલકતોનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં અંદાજે રૂ.4.75 કરોડની સંપત્તિ મળી આવી છે. જેમાં હૈદરાબાદ અને સૂર્યાપેટમાં જમીન, મકાનો અને ફ્લેટ, સોના-ચાંદીના ઘરેણાં, ગાડીઓ, બેંકમાં જમા રકમ અને ઘરવખરીની વસ્તુઓનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી સંપત્તિનું વાસ્તવિક બજાર કિંમત સત્તાવાર અંદાજ કરતાં વધારે હોઈ શકે છે.

ACB-Raid1
aajtak.in

તેલંગાણા ACBના રંગા રેડ્ડી રેન્જ દ્વારા સૈયદ યાદાગિરી રાવ નલ્લાગુન્ટા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાજ, ACBની ટીમોએ એકસાથે 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઘર અને ઓફિસની તપાસ ઉપરાંત, અધિકારીઓએ બેંક લોકર્સ અને તે સંપત્તિઓની પણ તપાસ કરી હતી જે કથિત રીતે અધિકારીના સંબંધીઓ, સહયોગીઓ અને 'બેનામીદારો' સાથે જોડાયેલી છે. ACBએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ.4,75,61,171 ની સંપત્તિ મળી આવી છે; જોકે, તપાસ હજુ ચાલુ છે. સંપત્તિ સંબંધિત દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ્સની તપાસ ચાલી રહી છે.

ACBના જણાવ્યા અનુસાર, અધિકારી સાથે જોડાયેલી સ્થાવર સંપત્તિઓમાં હૈદરાબાદ અને સૂર્યાપેટમાં 12 ખાલી પ્લોટનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ.58.63 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, હૈદરાબાદના ઉપ્પલ વિસ્તારમાં બે રહેણાંક ફ્લેટ પણ મળી આવ્યા છે, જેની અંદાજિત કિમંત રૂ.31.36 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે જ વિસ્તારમાં એક G+3 ઈમારત પણ છે. એટલે કે એવી ઇમારત જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ માળ હોય. તેની સાથે એક પેન્ટહાઉસ પણ છે. આ સમગ્ર ઈમારતનું કુલ કિંમત અંદાજે રૂ.2 કરોડ હોવાનું આંકવામાં આવી છે.

સૂર્યાપેટ જિલ્લામાં RCC છતવાળું એક મકાન પણ મળી આવ્યું છે, જેની કિંમત આશરે રૂ.4.75 લાખ છે. આ ઉપરાંત, ઉપ્પલમાં એક દુકાન પણ મળી આવી છે, જેની અંદાજિત કિંમત રૂ.1.06 લાખ છે. આમ, તપાસ દરમિયાન મળી આવેલી સંપત્તિઓમાં જમીન, રહેણાંક મકાન અને વ્યાપારી સંપત્તિનો સમાવેશ થાય છે.

ACB-Raid2
aajtak.in

દરોડા દરમિયાન, ACBને માત્ર જમીન અને મકાન જ નહીં, પરંતુ કિંમતી ઘરેણાં અને વાહનો પણ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આશરે 1,792.2 ગ્રામ સોનાના ઘરેણાં મળી આવ્યા છે, જેની કિંમત લગભગ રૂ.33.82 લાખ છે. આ ઉપરાંત, આશરે 3 કિલો ચાંદીના ઘરેણાં પણ મળી આવ્યા છે, જેની કિંમત રૂ.1.80 લાખ છે.

ગાડીઓની વાત કરીએ તો, સંબંધિત અધિકારી સાથે જોડાયેલી સંપત્તિઓમાં એક ટોયોટા ફોર્ચ્યુનર અને અન્ય એક કારનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે રૂ.73 લાખ છે. આ ઉપરાંત, આશરે રૂ.2.80 લાખની કિંમતના 3 ટુ-વ્હીલર્સ પણ મળી આવ્યા છે. ACB દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં આશરે રૂ.29.08 લાખની કિંમતની ઘરવખરીની વસ્તુઓ અને લગભગ રૂ.7.01 લાખના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે. વિવિધ બેંક ખાતાઓમાં આશરે રૂ.32.30 લાખ જમા હોવાની માહિતી પણ સામે આવી છે. ACBના પ્રાથમિક અંદાજ મુજબ, આ તમામ સંપત્તિઓની કુલ કિંમત આશરે રૂ.4.75 કરોડ છે.

જોકે, બ્યૂરોનું કહેવું છે કે આ સંપત્તિઓની બજાર કિંમત સત્તાવાર મૂલ્યાંકન કરતા ખૂબ વધારે હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અન્ય સંપત્તિઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, અને દસ્તાવેજો, બેંક ખાતાઓ તથા સંપત્તિ સંબંધિત રેકોર્ડ્સની તપાસ ચાલી રહી છે. ACBના જણાવ્યા અનુસાર, સંબંધિત અધિકારીને હૈદરાબાદમાં ભ્રષ્ટાચાર વિરોધી કેસો માટેની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જો કોઈ સરકારી અધિકારી લાંચની માંગણી કરે, તો ફરિયાદ ક્યાં કરવી જોઈએ?

આ કાર્યવાહી સાથે તેલંગાણા ACBએ જનતાને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી લાંચ માંગે, તો તેની જાણ કરવી જોઈએ. આ માટે, બ્યૂરોએ 1064 નંબરની ટોલ-ફ્રી હેલ્પલાઇન ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત, 9440446106 નંબર પર વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ACBએ જનતાને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી શેર કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે આ સંપત્તિઓ ખરીદવા માટે વપરાયેલા પૈસા ક્યાંથી આવ્યા અને શું કોઈ અન્ય વ્યક્તિઓના નામે ખરીદવામાં આવેલી સંપત્તિ પણ સામેલ છે.

About The Author

Related Posts

Top News

જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

જે વિભાગની જવાબદારી શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મદદ કરવાની છે, એ જ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર તેમની આવકના...
National 
જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા...
Gujarat 
ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. અનુમાનોમાં ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન...
World 
અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે

મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં અતિ મોંઘા ઘરોની માંગ મજબૂત થઇ રહી છે. એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન, શહેરમાં...
Business 
મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.