ગુજરાતમાં હવે વર્ગ-3ના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા, આવક, જાતિના દાખલા, જમીનને લગતા કામો... બધુ અટવાઈ ગયું

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે કર્મચારીઓએ આરપારની લડાઈ લડવાનો મોરચો ખોલી દીધો છે. મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા આજથી રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજે સમગ્ર રાજ્યના આશરે 10 હજારથી વધુ ક્લાસ-3ના રેવન્યૂ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો માસ સામુહિક રજા પર ઊતરીને હડતાળ કરી છે, જેમાં અમદાવાદના જ 450થી વધુ કર્મચારીઓ, વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ, રાજકોટમાં 450 મહેસૂલી કર્મચારીઓ અને સુરતમાં 500થી વધુ કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જતા સરકારી કામકાજ ખોરવાયું છે. જન સેવા કેન્દ્ર પર પોતાના કામ માટે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

સુરતમાં 500થી વધુ મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે 400થી વધુ કર્મચારીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપ્સમાંથી લેફ્ટ થઈને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

સુરતમાં નાયબ મામલતદાર કરણસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જે મહેસૂલ વિભાગના કર્મચારીઓના જે લાંબા સમયથી પડતર પ્રશ્નો છે, તે અંગે વારંવાર સરકારમાં અને વિભાગમાં રજૂઆત કરવામાં આવી. જેનો આજ દિન સુધીમાં નિરાકરણ કરવામાં આવ્યું નથી. આથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આજે સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યના કર્મચારીઓ, મહેસૂલી કર્મચારીઓ આજે માસ સી.એલ. પર છે.

19

રાજકોટ જિલ્લાના 450 રેવન્યૂ અધિકારીઓ અને કર્મચારીઓ માસ CL પર ઉતરી ગયા છે. કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્ર થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીના તમામ વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ તમામ માસ સી.એલ. ઉપર છે. આજે મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં જે - જે કામગીરીઓ થાય છે તે બધી આજે બંધ રહેશે.

આ વિરોધ પ્રદર્શન આવતીકાલે પણ યથાવત રહેશે અને જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી 7 ઓક્ટોબરથી સમગ્ર ગુજરાતના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જવાની રણનીતિ ઘડી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં 450 જેટલા મહેસૂલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળને કારણે સરકારી ઓફિસોમાં ખાલી ખુરશીઓ જોવા મળી અને તેને લઈને અરજદારો અટવાયા છે.

બીજી તરફ હડતાળને પગલે અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. મકાન ટ્રાન્સફરના કામ માટે આવેલા અરજદાર અટવાયા છે. અરજદારને આજની તારીખ આપી હોવા છતા પરત ફરવું પડ્યું હતું.

'મહેસૂલ વિભાગના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાથી સરકારને કોઈ નાણાકીય નુકસાન થવાનું નથી, કારણ કે 2012ની ભરતીના નાયબ મામલતદારો ઓલરેડી મામલતદારનું ઉચ્ચતર પગારધોરણ મેળવી જ રહ્યા છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો મહામંડળના આગળના આદેશોનું પાલન કરવામાં આવશે અને 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.'

કર્મચારીઓની આ હડતાળ અને અસહકારના કારણે કલેક્ટર તથા મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. તંત્ર દ્વારા યોગ્ય માહિતી કે જવાબ ન મળતા દૂર-દૂરથી આવેલા અરજદારોને કામ કર્યા વિના જ નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે અને લોકોમાં રોષ વધતા સરકાર આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી માગ પ્રબળ બની છે.

સામૂહિક રજાના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસૂલી વહીવટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સામાન્ય દિવસોમાં જ્યાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળતી હતી તેવા જન સેવા કેન્દ્રોમાં સવારથી જ સુનકાર છવાઈ ગયો હતો. કર્મચારીઓની ગેરહાજરીના પગલે મોટાભાગની બારીઓ બંધ રહી હતી અને કેટલીક કચેરીઓમાં તાળાં લટકતા જોવા મળ્યા હતા.

ખાસ કરીને ખેડૂતો અને જમીન ધારકો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા જમીન મહેસૂલ રેકોર્ડ, ખેતીની જમીનના 7-12 અને 8-અ ના ઉતારા, હક્ક પત્રકની નોંધો તેમજ જમીન રી-સર્વે સંબંધી વાંધા અરજીઓની તમામ કામગીરી અટકી પડી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુઓ માટે જરૂરી એવા આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટની અરજીઓનો નિકાલ ન થતાં લોકોને ભારે અગવડ વેઠવી પડી હતી.

NA, જમીન મહેસૂલી માટે રોજ 150થી 200 અરજદારોના ટાઇટલ ક્લિયરન્સનાં કામ હોય છે. 500થી વધુ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થાય છે. 7-12 અને ‘8-અ’ના ઉતારા, હકપત્રક નોંધો સંબંધિત દરરોજ 300થી વધુ ખેડૂતો અને જમીનધારકો રેકોર્ડની નકલો લેવા આવતા હોય છે. જનસેવા કેન્દ્રો પર આવક, જાતિ અને નોન ક્રીમીલેયર જેવા પ્રમાણપત્રો માટે રોજ 1500થી વધુ લોકો આવે છે.

18

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના વિવિધ સેવા વિષયક, વહીવટી અને પડતર પ્રશ્નોના નિકાલ માટે તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી મહામંડળે ચેતવણી આપી છે કે જો સમયસર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં Work To Rule મુજબ કામગીરી કરાશે અને જાહેર રજાઓમાં કામગીરીથી અલિપ્ત રહેવામાં આવશે.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે.સી.સોલંકીએ જણાવ્યું હતું કે અમારી 14 માંગણીઓ હતી. જેમાં અગાઉ સરકારે ચર્ચા કરી હતી તેમાં 30 દિવસમાં માંગણીઓનું નિરાકરણ લાવી આપીશું કહ્યું હતું. પરંતુ એક પણ માંગણી સ્વીકારવામાં આવી ન હતી. જેથી હડતાળ પર ઉતર્યા છીએ.

વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળ દ્વારા કુલ 14 જેટલી પડતર માંગણીઓ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ તે માગણીઓનો સ્વીકાર ન થતાં મહામંડળ દ્વારા 1 ઓક્ટોબરના રોજ આદેશ જારી કરીને વિવિધ વિરોધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે 5 ઓક્ટોબરના રોજ માસ CL કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના વર્ગ-3ના યબ મામલતદાર સહિતના તમામ કર્મચારીઓ 100% હાજરી સાથે જોડાયા છે અને 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની તૈયારી છે.

કર્મચારીઓની માંગણીઓ:

અહીં ઇમેજમાં આપેલા ૧૪ મુદ્દાઓનું લખાણ (Text Extraction) છે:

દિવ્ય ભાસ્કર

  • મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોનું સોંપાયેલું વધારાનું કામ તાત્કાલિક પાછું ખેંચવું.
  • જનસેવા કેન્દ્રોની કામગીરી માટે અલગથી નવું મહેકમ/સ્ટાફ મંજૂર કરવો.
  • ઈ-ધરા, ડિજિટલ ગુજરાત અને OTP આધારિત સિસ્ટમના વધતા બોજ સામે વ્યવહારુ સુધારા કરવા.
  • તલાટીઓના જોબચાર્ટ અને બેઠક/સુવિધાઓ સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી નવા ચાર્જ લેવા-દેવાની પ્રક્રિયા બંધ રાખવી.
  • નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગમાં કરાતી સીધી ભરતી તાત્કાલિક બંધ કરવી, જેથી પ્રમોશન પામતા કર્મચારીઓના હક જળવાય.
  • 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને 2020થી પાત્રતા મુજબ રી-એડજસ્ટમેન્ટ ડેટ આપી સિનિયોરિટી આખરી કરવી અને નવી ભરતી પહેલા બઢતી આપવી.
  • 2012 પછી જોડાયેલા તમામ નાયબ મામલતદારોની નિયમોનુસાર એકીકૃત સિનિયોરિટી યાદી તરત પ્રસિદ્ધ કરવી.
  • મહેસૂલી ક્લાર્ક અને તલાટી સંવર્ગની બાકી રહેલી સિનિયોરિટી યાદી તાત્કાલિક જાહેર કરવી.
  • 2023 અને 2026ની બઢતીમાં અન્યાયથી દૂરના જિલ્લામાં મુકાયેલા કર્મચારીઓને મૂળ જિલ્લામાં ખાલી જગ્યાઓ પર પરત બદલી આપવી.
  • બદલી માટે NOC પ્રથા નાબૂદ કરી પારદર્શક ઓનલાઈન પોર્ટલ બનાવવું.
  • જિલ્લા ફેરબદલી થાય તો પણ કર્મચારીના મૂળ નિમણૂકના મેરિટ નંબર આધારે જ રાજ્યકક્ષાની સિનિયોરિટી જાળવી રાખીને જ બઢતી આપવી.
  • તાજેતરમાં ફીડબેકના આધારે કરાયેલી બે કર્મચારીઓની બદલી રદ કરવી અને ભવિષ્યમાં આવી બદલીઓ ન કરવાની લેખિત બાંહેધરી આપવી.
  • મહેસૂલી કર્મચારીઓની બાકી રહેલી ખાતાકીય પરીક્ષાઓ તાત્કાલિક યોજવી અને લેવાયેલી પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવું.
  • ફેરણી અધિકારીઓ માટે ફિક્સ મુસાફરી ભથ્થું (PTA) નક્કી કરવું: સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (પુરવઠા / મ.ભ.યો.) અને પુરવઠા નિરીક્ષક માટે રૂ. 10 હજાર(મહિને) અને મહેસૂલી તલાટીઓ માટે રૂ. 3,000(મહિને).

 

About The Author

Related Posts

Top News

ટેરિફ પહેલા વેપારનું સાધન હતું, હવે હથિયાર બની રહ્યું છે: US-ઇન્ડિયા ટ્રેડ ડીલ અંગે સમાચાર સારા નથી

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે, જે ટેરિફ (જકાત/કર) નો ઉપયોગ પરંપરાગત રીતે વેપાર વાટાઘાટોના એક સાધન તરીકે કરવામાં...
National 
ટેરિફ પહેલા વેપારનું સાધન હતું, હવે હથિયાર બની રહ્યું છે: US-ઇન્ડિયા ટ્રેડ ડીલ અંગે સમાચાર સારા નથી

27 દિવસમાં 10 T20 મેચ રમશે ભારતીય ટીમ, વેસ્ટ ઈન્ડીઝ બાદ આ ટીમ સામે રમશે સીરિઝ

જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્રેયસ અય્યરના નેતૃત્વવાળી ભારતીય ટીમ તાજેતરમાં જ ભારત પરત ફરી...
Sports 
27 દિવસમાં 10 T20 મેચ રમશે ભારતીય ટીમ, વેસ્ટ ઈન્ડીઝ બાદ આ ટીમ સામે રમશે સીરિઝ

ગુજરાતમાં હવે વર્ગ-3ના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા, આવક, જાતિના દાખલા, જમીનને લગતા કામો... બધુ અટવાઈ ગયું

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે કર્મચારીઓએ આરપારની લડાઈ લડવાનો મોરચો ખોલી દીધો છે....
Gujarat 
ગુજરાતમાં હવે વર્ગ-3ના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા, આવક, જાતિના દાખલા, જમીનને લગતા કામો... બધુ અટવાઈ ગયું

હોસ્પિટલમાં દાખલ થયા તો ભલે વીમો હોય તો પણ 10% પૈસા ચૂકવવા પડશે... વીમા કંપનીઓનો નવો પ્લાન

હેલ્થ ઈન્શ્યોરન્સ ક્ષેત્ર એક એવું પગલું લેવા જઇ રહ્યું છે જે તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. 'જનરલ ઈન્શ્યોરન્સ...
Lifestyle 
હોસ્પિટલમાં દાખલ થયા તો ભલે વીમો હોય તો પણ 10% પૈસા ચૂકવવા પડશે... વીમા કંપનીઓનો નવો પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.