ગુજરાતના આ 5 ગામોએ નાસ્તાના પડીકા પર પ્રતિબંધ મૂકી દીધો, એક ગામમાં તો પાણીપુરી પર પણ પ્રતિબંધ

ગુજરાતમાં ગામોથી લઈને શહેરોમાં 5-10 રૂપિયામાં નાસ્તાના પેકેટ વેચાતા હોય છે અને પેકેટ બાળકો તેમજ અન્ય લોકો મોજથી ખાતા હોય છે. મોટાભાગના આવા ફૂડ પેકેટ્સના નામ છોટા ભીમ, ટારઝન, બબલુ જેવા બાળકોના મનગમતા કેરેક્ટર પરથી રાખવામાં આવે છે, જેથી બાળકો લલચાય. મા-બાપને પણ લાગે કે બાળકો ખરાબ ખોરાક નથી ખાઈ રહ્યા, કદાચ એ આશયથી મિક્સ ખિચડી, પાસ્તા કા નાસ્તા, ચીની નુડલ્સ જેવા નામ પેકેટ્સ પર જોવા મળે છે. પણ હેલ્ધી હોય એવી વસ્તુના નામ આપીને વેચાતા આવા પેકેટ્સમાં આવતો ખોરાક તમારા બાળકોને પેટથી માંડીને હૃદયને લગતી બીમારી આપી શકે છે. આજે આપણે અહીં આજે ગુજરાતના એવા 5 ગામો વિશે માહિતી મેળવીશું જ્યાં નાસ્તાના પડીકાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બનાસકાંઠાના રણાવાડા, બાદરગઢ, મહેસાણાના ચાણસોલ, ડાવોલ અને જૂનાગઢનું ચૂલડી ગામમાં બાળકોના આરોગ્યને નુકસાનકર્તા પડીકાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ બાદ જો કોઈ વેપારી પડીકાના વેચાણ કરતા ઝડપાય તો રૂ. 1,000થી 10 હજારના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

તો મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાણસોલ અને ડાવોલ ગામમાં પણ નાસ્તાના તૈયાર પડીકા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ડાવોલ આગેવાન કરસનભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બાળકો જે નાસ્તાના તૈયાર પડીકા ખાતા હોય છે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગ્રામપંચાયત દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.અમારા ગામની અંદર એક પણ દુકાન માં પડીકા નથી મળતા.આ નિર્ણય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Photo-(2)

ચાણસોલ ગામના લોકોએ તો પડીકા ઉપરાંત પાણીપુરી સહિતના ફાસ્કફૂડના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ચાણસોલ ગામના સરપંચ જીવણભાઈ એ જણાવ્યું કે,અમારા ગામમાં 5000 જેટલી વસ્તી છે. અમારા ગામ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, બાળકોને ખાવાના પડીકા જે વેચાતા હતા એના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પડીકા ખાવાથી બાળકો ખોરાક લઈ શકતા નહોતા.પડીકા અને ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોની તબિયતને હાનિ પહોંચતી હતી. 15 ઓગસ્ટે ગામમાં પડીકા અને ફાસ્ટફૂડનું વેચાણ બંધ કરવા માટે ગ્રામસભામાં નિર્ણય કરવામાં આવ્યો. અમે 22 ઓગસ્ટે ગામના માણસો ભેગા કરી વ્યાપારીઓ સાથે રામદેવપીરના મંદિરે બેઠક કરી હતી.જેમાં દરેક વેપારીઓએ અમને વિશ્વાસ આપ્યો કે,ગામમાં નાસ્તાના પડીકા અને ફાસ્ટફૂડનું વેચાણ કરવામાં નહીં આવે.

સરપંચે વધુમાં જણાવ્યું કે, જો કોઈ વ્યાપારી પ્રથમવાર પડીકા, દાબેલી, પકોડી, વડાપાઉં જેવા ફાસ્ટ ફૂડ થતા દારૂ વેચતો પકડાશે તો પાંચ હજારનો દંડ અને બીજી વાર પકડાય તો તેણે 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી. અમે આ નિર્ણય એટલા માટે લીધો કે બાળકો પડીકા ખાવાથી બીમાર પડતા હતા અને બીજું કે તેઓ ખોરાક બિલકુલ નહોતા લેતા.શાળામાં જ્યારે જઈએ ત્યારે શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકો જમવામાં રુચિ નહોતા રાખતા અને ઘરે પણ ભોજન સરખું નહોતા કરતા જેના કારણે અમે આ નિર્ણય લીધો છે. ચાણસોલ ગામમાં પડીકાના વેચાણ પર તો પ્રતિબંધ જોવા મળ્યો. જો કે, ફાસ્ટફૂડ પર પ્રતિબંધ મૂકાયા બાદ પણ ગામની એક બે દુકાન પર વેચાણ થતું જોવા મળ્યું.

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું ચૂલડી ગામના સરપંચ, સ્થાનિક વેપારી અને ગ્રામજનોએ 15 દિવસ પહેલા એકત્ર થઈ ગામમાં રૂ. 5-10માં મળતા નાસ્તાના તૈયાર પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ ગામની દુકાન પર બાળકો દ્વારા ખરીદવામાં આવતા નાસ્તાના પડીકા જોવા મળતા નથી.

Junk-Food-Packets2
divyabhaskar.co.in

​​ગામના સરપંચ દેવાયત નંદાણિયાએ જણાવ્યું કે,અમારા ગામમાં અલગ અલગ નામે મળતા નાસ્તાના પેકેટનું વેચાણ વધી ગયું હતું. 2400ની વસ્તી ધરાવતા અમારા ગામના 500થી વધુ બાળકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પંચાયતમાં એક વિશેષ બેઠક બોલાવવામાં આવી. જેમાં તમામ વેપારી મિત્રોને એકત્રિત કરી સમજાવવામાં આવ્યા કે,બાળકો આપણી જ સંપત્તિ છે અને વેપારમાં થતા આર્થિક નુકસાન કરતાં બાળકોના સ્વાસ્થ્યની રક્ષા વધુ જરૂરી છે. સરપંચની આ હાકલને વેપારીઓ અને ગ્રામજનોએ પૂર્ણ સાથ-સહકાર આપ્યો, જેના પરિણામે આજે ગામમાં પડીકાંનું વેચાણ તદ્દન બંધ થઈ ગયું છે. આ નિર્ણયથી આસપાસના ગામોમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે અને ત્યાંથી પણ આવા પગલાં લેવા માટે પ્રેરણા મળતી હોવાના ફોન આવી રહ્યા છે.

કરિયાણાની દુકાન ચલાવતા નાજાભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, વેપારી મંડળ, યુવાનો અને સરપંચે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. વેપારી તરીકે ધંધામાં નુકસાન થાય છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા આગળ તે કશું જ નથી. વાલીઓએ પણ બહારના જંક ફૂડને બદલે ઘરમાં જ પૌષ્ટિક વાનગીઓ બનાવી બાળકોને આપવી જોઈએ. આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

પ્રફુલ રાઠોડે જણાવ્યું કે, નાના ગામડાઓમાં અવારનવાર બીમારીના સમયે તબીબી સુવિધાઓ મર્યાદિત હોય છે અને ચોમાસા દરમિયાન હોસ્પિટલે પહોંચવું અતિ મુશ્કેલ બને છે. તેવામાં પડીકાંથી થતી બીમારી અટકાવવી અનિવાર્ય હતી. તેમણે ઉમેર્યું કે, શરૂઆતમાં બાળકો થોડી જીદ્દ કરે છે, પરંતુ અમે વાલીઓ ઘરમાં જ પૌષ્ટિક આહાર અને નવીન વાનગીઓ બનાવીને બાળકોને આપીએ છીએ, જેથી તેમની ટેવ ધીરે-ધીરે બદલાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામે પડીકા બાળકોને નુકસાન કરતા બંધ કરવાનો નિર્ણય હતો તે દુકાનદારો એ પાલન કરી બંધ કરવામાં આવ્યા અને મમરા વેફર કેવડો જેવી ચાલુ રાખી સંમતિ થી તેવું જાણવા મળ્યું છે. જો કોઈ મમરા કે વેફર સિવાયની વસ્તુ વેચે તો 5000 ગૌશાળામાં આપવાનો ઠરાવ કર્યો છે.

Junk-Food-Packets1
divyabhaskar.co.in

પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામજનોએ બાળકોના સ્વાસ્થ્ય અને ગામમાં સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે અનોખી પહેલ કરી છે. ગામની દુકાનોમાં નમકીનના પડીકા, પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકના કપના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગ્રામસભામાં કરવામાં આવ્યો છે. આ અંગે ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે.

ગામસભામાં લીધેલ નિર્યણ મુજબ હવે ગામની કોઈપણ દુકાનમાં બહારથી નમકીનના પડીકા લાવીને વેચાણ કરી શકાશે નહીં. દુકાનદાર દ્વારા નિયમનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ વખત રૂ.1 હજારનો દંડ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ દુકાનદાર નિયમનો ભંગ કરતો ઝડપાશે તો તેનું પાણીનું કનેક્શન કાપી નાખવા કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત વારંવાર નિયમનો ભંગ કરનાર દુકાનદારના વીજ કનેક્શન અંગે પણ GEBમાં અરજી કરી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવા અંગે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. આમ, ગ્રામજનોએ માત્ર દંડ પૂરતો નહીં પરંતુ નિયમના કડક અમલ માટે પણ નિર્ણય લીધો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ બાળકોમાં નમકીનના પડીકા સહિતની પેકેટવાળી ખાદ્ય ચીજોના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર થતી અસરોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

સરકારે હાઈવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા દિવ્યાંગ વ્યક્તિઓ (PwD) માટે FASTagના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે...
FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

પશ્ચિમ કચ્છ LCBને આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડીધારી ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં ગેંગના લીડરનો પણ...
Gujarat 
ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત ગડબડીઓને લઈને ચૂંટણી પંચ પર પોતાના હુમલા વધુ તેજ...
National 
ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે

'ડિજિટલ ઈન્ડિયા'ના આ યુગમાં આપણે શાકભાજીના વિક્રેતાઓથી લઈને મોટા શૉરૂમ સુધી દરેક જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ...
Business 
માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.