ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત ગડબડીઓને લઈને ચૂંટણી પંચ પર પોતાના હુમલા વધુ તેજ બનાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે નવા મતદારોના રજીસ્ટ્રેશન માટે વપરાતા ઓનલાઈન 'ફોર્મ 6' માં ગેરકાયદેસર રીતે ફેરફારો કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચમાં કયા અધિકારીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ને આ ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો અને કંપનીમાંથી કોણે આ ફેરફારો પર મંજૂરીની સહી (સાઇન ઓફ) કરી હતી? નોંધનીય છે કે, TCS ચૂંટણી પંચના મુખ્ય ડિજિટલ બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટલ મેનેજમેન્ટનું કામકાજ સંભાળે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે  ઓનલાઈન ફોર્મ 6 માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો - જે પોતે ચૂંટણી પંચના જ કમિશનરોએ નોંધ્યું છે. ચૂંટણી પંચમાં કોણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને આ ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો?

તેમણે આગળ પ્રશ્ન કર્યો કે, TCSમાં કોણે આના પર સહી કરી હતી? અને શું તેમના પર આ કામ કરવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું હતું?

આ નવો વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે, મતદાર યાદીની સુધારણા અને નવા નામો ઉમેરવા અંગે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે વારંવાર અસહમતિ દર્શાવી હતી.

અહેવાલ મુજબ, સંધૂ અને જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR સંબંધિત નિર્ણયો અને આદેશો સામે ઓછામાં ઓછી 14 વખત લેખિતમાં વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ નિર્ણયો તેમની જાણ કે ભલામણ વિના જ જારી કરવામાં આવ્યા હતા.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ECINET પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ 6 માં અગાઉની SIR મતદાર યાદી સંબંધિત એક વધારાનું સોગંદનામું (ડિક્લેરેશન) ઉમેરી દેવામાં આવ્યું હતું. આ સોગંદનામામાં અરજદાર પાસે એવી માહિતી માંગવામાં આવી હતી કે શું તેમનું, તેમના માતા-પિતાનું કે દાદા-દાદીનું નામ અગાઉની SIR દરમિયાન તૈયાર કરાયેલી મતદાર યાદીમાં હતું કે નહીં.

આ અહેવાલ સામે આવ્યા બાદ રાજકીય વિવાદ વકર્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો છે કે જ્ઞાનેશ કુમારે ભાજપને વોટ ચોરી કરવામાં મદદ કરી છે.

Rahul-Gandhi
jansatta.com

બુધવારે, વિપક્ષી 'INDIA' ગઠબંધને SIR પ્રક્રિયામાં કથિત ગડબડીઓ સામે વિરોધ નોંધાવવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશના તમામ જિલ્લાઓમાં સંયુક્ત 'લોકશાહી બચાવો' માર્ચ અને પાંચ મોટી રેલીઓ યોજવાની જાહેરાત કરી હતી.

19 રાજકીય પક્ષોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ પણ કરવામાં આવી હતી. આ સિવાય નિર્ણય લેવામાં આવ્યો છે કે 6 ઓક્ટોબરે વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ તરફ માર્ચ કરશે, જ્યારે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને મળીને મતદાર યાદી સુધારણામાં થયેલી કથિત ગડબડીઓ અંગે પોતાની ચિંતાઓ રજૂ કરશે.

About The Author

Related Posts

Top News

FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

સરકારે હાઈવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા દિવ્યાંગ વ્યક્તિઓ (PwD) માટે FASTagના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે...
FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

પશ્ચિમ કચ્છ LCBને આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડીધારી ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં ગેંગના લીડરનો પણ...
Gujarat 
ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત ગડબડીઓને લઈને ચૂંટણી પંચ પર પોતાના હુમલા વધુ તેજ...
National 
ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે

'ડિજિટલ ઈન્ડિયા'ના આ યુગમાં આપણે શાકભાજીના વિક્રેતાઓથી લઈને મોટા શૉરૂમ સુધી દરેક જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ...
Business 
માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.