રાહુલ ગાંધીએ DUSU ચૂંટણીમાં NSUIની કારમી હાર બાદ કન્હૈયા કુમાર અને વિનોદ જાખડની ઝાટકણી કાઢી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન, તેમણે કન્હૈયા કુમાર અને વિનોદ જાખડની ઝાટકણી કાઢી અને સવાલ કર્યો કે સંભવિત જીત કેવી રીતે હારમાં પરિણમી. તેમણે ચૂંટણી વ્યવસ્થાપન અને રણનીતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIની નિષ્ફળતા માટે તેમને જવાબદાર ઠેરવતા તેમણે જવાબદારી નક્કી કરવા કહ્યું. ચૂંટણી રણનીતિમાં રહેલી ખામીઓ ગણાવતા તેમણે બંને નેતાઓ પાસેથી જવાબ માંગ્યા અને કહ્યું કે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUIનું પ્રદર્શન અત્યંત નબળું, શરમજનક અને ચિંતાજનક રહ્યું છે.

vinod-jakhar
facebook.com/VinodJakharOfficial1

DUSU ચૂંટણી પરિણામોની સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ પણ હાજર હતા. બેઠક શરૂ થતા જ રાહુલ ગાંધીએ NSUIના પ્રભારી કન્હૈયા કુમાર અને NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડ પર રોષ ઠાલવતા કહ્યું કે, આપણે વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદ જીતી રહ્યા હતા; તો એવું શું થયું કે જેના કારણે હાર થઈ? આ હારની જવાબદારી કોણ લેશે? જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવશે? વ્યવસ્થાપન અને રણનીતિમાં ક્યાં ખામીઓ રહી ગઈ હતી? સંગઠનને NSUI પાસેથી આવા નિરાશાજનક પ્રદર્શનની અપેક્ષા નહોતી. આજે દેશમાં Gen-Z સૌથી મોટી વોટબેંક છે, મની સાથે જોડાવામાં NSUI કેવી રીતે નિષ્ફળ ગયું.

સમીક્ષા બેઠક દરમિયાન, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે પણ કડક વલણ અપનાવ્યું અને DUSU ચૂંટણી ટિકિટની વહેંચણી અંગે સવાલ ઉઠાવ્યા. તેમણે કન્હૈયા કુમારને પૂછ્યું કે ટિકિટની વહેંચણી માટે જવાબદાર પેનલે જીતની જવાબદારી લીધી હતી, છતા ઉમેદવારો કેવી રીતે હારી ગયા. તેનો મતલબ કે ચૂંટણી રણનીતિ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને રે ચૂંટણી વ્યવસ્થાપનમાં ખામીઓ રહી છે. બંને નેતાઓ NSUIના પ્રદર્શન અને ચૂંટણી સંબંધિત બાબતો અંગે શક્ય તેટલી વહેલી તકે વિગતવાર અહેવાલ અને જવાબ મોકલે; કારણ કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીને ખામીઓ સુધારો કરવા અને આગામી DUSU ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવામાં મદદ મળશે.

kanhaiya-kumar3
indiatoday.in

ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા ચારમાંથી ત્રણ બેઠકો જીતી લીધી હતી. તેની સામે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ 'નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા' (NSUI)નો કારમી હાર થઇ હતી, કારણ કે NSUI અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવ એમ ચારેય મુખ્ય હોદ્દાઓ જીતી ન શકી. અધ્યક્ષ પદ માટે, ABVPના યશ ડબાસે NSUIના ઉમેદવાર વિજય શંકર મીણાને હરાવ્યા હતા. NSUI સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા દીપાંશુ શૌકીને ABVPના ઈશુ મૌર્ય અને NSUIના વીર છત્રથને હરાવીને 30,615 મતોના તફાવતથી ઉપ-પ્રમુખનું પદ જીત્યું હતું. ABVPની રિયા છાવડીએ સચિવનું પદ અને, સંયુક્ત સચિવનું પદ ABVP ના લક્ષ્ય રાજ ​​સિંહે મેળવ્યું હતું.

About The Author

Related Posts

Top News

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને US-ઈરાન વાટાઘાટોને લગતી અનિશ્ચિતતાએ સતત બીજા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે....
Business 
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે....
National 
UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા...
Business 
આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન

મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની...
Politics 
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.