2029મા PM તરીકે વિપક્ષમાંથી કોણ? રાહુલ ગાંધી કે થલાપતિ વિજય... કોંગ્રેસ અને TVK નેતાઓ બાખડ્યા

2029ની લોકસભા ચૂંટણી માટે PM ઉમેદવારને લઈને કોંગ્રેસ અને TVK વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આનું કારણ એ છે કે નવી રચાયેલી પાર્ટીએ સરકાર બનાવ્યાના માત્ર ચાર મહિનામાં જ PM પદ મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે. TVK નેતાઓ આગામી લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને તે ગમ્યું નહીં. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને ટોચના પદ માટે તેમના ઉમેદવાર માને છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતાઓએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે પ્રમોટ કરવામાં નહીં આવે, તો તેઓ તેમનો ટેકો પાછો ખેંચી લેશે અને તમિલનાડુ સરકારને પાડી દેશે.

લોકસભા ચૂંટણી 2029 સુધીમાં હજુ અઢી વર્ષ બાકી હોવા છતા કોંગ્રેસે ચૂંટણી માટે પાયો નાખવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીમાં PM પદના ઉમેદવાર અંગે ચર્ચા ચાલી રહી છે, અને ભૂમિકા માટે ચહેરો સ્થાપિત કરવાના પ્રયાસો તેજ બન્યા છે. કોંગ્રેસે TVK દ્વારા તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયને PM ઉમેદવાર તરીકે રજૂ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.

PM મોદી સામે 2029ની ચૂંટણીમાં વિપક્ષના ચહેરાને લઇને કોંગ્રેસ અને તેના સાથી પક્ષ વચ્ચે ધમાસાણ શરૂ થઇ છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ લાવવા માંગે છે; એવામાં, પાર્ટીને TVK દ્વારા મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનો નિર્ણયને પસંદ ન આવ્યો. કોંગ્રેસના ક્વોટાના મંત્રીઓએ તમિલનાડુ સરકારમાંથી ખસી જવાની ધમકી પણ આપી છે.

તમિલનાડુમાં પહેલી ચૂંટણીમાં સત્તા મેળવનારા સુપરસ્ટાર થલાપતિ વિજયને તેમની પાર્ટીના નેતાઓ જે વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તમિલનાડુના મંત્રી આધવ અર્જૂન અને ડી. સરથકુમાર સહિત TVKના નેતાઓએ તાજેતરમાં એવું નેરેટિવરજૂ કર્યું છે કે 2029માં દક્ષિણ ભારતીય વ્યક્તિએ દેશનું નેતૃત્વ કરવું જોઈએ.

TVKએ તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર તરીકે પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. પોસ્ટરો અને વીડિયો દ્વારા રીતસરનો રાજકીય માહોલ બનાવવામાં આવી રહ્યો છે. આજ તક દ્વારા હાથ ધરાયેલા ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં મુખ્યમંત્રી વિજય ત્રીજા સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા પછી TVK સમર્થકોનો ઉત્સાહ વધુ વધી ગયો.

rahul and vijay
facebook.com/IYCJammuKashmir

કોંગ્રેસ નેતૃત્વએ મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રચાર કરતા પોસ્ટરો અને વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ આને રાષ્ટ્રીય સ્તરે તેની વિશ્વસનિયતા અને ક્ષમતા વિરુદ્વ માને છે. તમિલનાડુના પ્રવાસન મંત્રી અને કોંગ્રેસના નેતા એસ. રાજેશ કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 2029ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે એકમાત્ર સર્વમાન્ય ઉમેદવાર છે.

રાજેશ કુમારે ચેતવણી આપી હતી કે જો TVK રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારશે નહીં, તો સરકારમાં સામેલ બંને કોંગ્રેસના મંત્રીઓ કેબિનેટમાંથી રાજીનામું આપી દેશે. જોકે માનવામાં આવે છે કે આ ઝુંબેશ TVK સમર્થકોના એક જૂથ દ્વારા પાર્ટી નેતૃત્વને પ્રભાવિત કરવા માટે શરૂ કર્યું છે, કોંગ્રેસના નેતાઓને ડર છે કે તેનાથી રાષ્ટ્રીય રાજકારણની દિશા અંગે મૂંઝવણ ઊભી થઈ શકે છે.

કોંગ્રેસ માટે, રાહુલ ગાંધી 2029ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન પદ માટે વિપક્ષનો એકમાત્ર સર્વમાન્ય અને રાષ્ટ્રીય ચહેરો છે. તમિલનાડુમાં તેમની ચૂંટણીમાં સફળતા બાદ, TVKના નેતાઓ અને સમર્થકો વિજયને 'દક્ષિણ ભારતના ચહેરા' તરીકે રજૂ કરી રહ્યા છે. PM પદ અંગે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે TVKના ધારાસભ્યો અને મંત્રીઓએ વિધાનસભામાં વિજયની વારંવાર પ્રશંસા કરી.

બાદમાં આ મુદ્દો ગૃહની બહાર પણ ફેલાઈ ગયો અને જાહેર સ્થળોએ પોસ્ટરોમાં તેમને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે દર્શાવવામાં આવ્યા; તેના કારણે, કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી 2029માં વડાપ્રધાનપદ માટે વિપક્ષનો એકમાત્ર ચહેરો છે. તમિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણિકમ ટાગોરે કહ્યું કે TVKના નેતાઓ હજુ સુધી તેમની 'ફેન ક્લબ માનસિકતા' બહાર આવ્યા નથી અને હવે રાષ્ટ્રીય રાજકારણની સૂક્ષ્મતા સમજવી પડશે.

તમિલનાડુમાં સરકાર બનાવવા માટે TVK માટે કોંગ્રેસના ધારાસભ્યોનો ટેકો મહત્ત્વપૂર્ણ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓમાં ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ મણિકમ ટાગોર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમનું માનવું છે કે TVKના નેતાઓ હજુ પણ જમીની વાસ્તવિકતાઓને સમજવાને બદલે ફેન ક્લબ માનસિકતા સાથે કાર્ય કરી રહ્યા છે, અને રાષ્ટ્રીય રાજકારણના આંકડાને અવગણી રહ્યા છે.

કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને તે પ્રાદેશિક સાથી પક્ષોને તેના કેન્દ્રીય નેતૃત્વ પર હાવી થવા દેવા માંગતી નથી. TVK ભલે તમિલનાડુમાં સત્તામાં હોય, પરંતુ રાષ્ટ્રીય સ્તરે વિજયને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરવાથી રાષ્ટ્રીય ગઠબંધનમાં રાહુલ ગાંધીની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થાય છે. કોંગ્રેસ માને છે કે, સરકાર બન્યાના મહિનાઓ પછી જ વિજયના સમર્થકો દ્વારા તેમને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની અને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવવાની વાત કરવી અયોગ્ય છે.

તમિલનાડુ વિધાનસભામાં બહુમતીના હિસાબે TVK સરકાર માટે કોંગ્રેસ પક્ષના પાંચ ધારાસભ્યોનો ટેકો મહત્ત્વપૂર્ણ છે. આ સમીકરણના આધારે TVKએ કોંગ્રેસને બે કેબિનેટ પદ આપ્યા હતા. જો કે, રાજ્યમાં તેની સફળતાથી ઉત્સાહિત TVK હવે રાષ્ટ્રીય રાજકારણમાં દક્ષિણનો ચહેરો બનવાની ઇચ્છા ધરાવે છે. જોકે કોંગ્રેસને વિજયના મુખ્યમંત્રી બનવાની નહીં, પરંતુ TVK દ્વારા તેમને રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય PM ચહેર બનાવીને રજૂ કરવાથી પરેશાની છે.

rahul and vijay
x.com/TheDailyJagran

કોંગ્રેસ કોઇપણ ભોગે કેન્દ્રમાં તેના ટોચના નેતા રાહુલ ગાંધીનું રાજકીય કદ નબળું થવા દેવા માંગતી નથી. એવામાં, જો બંને પક્ષો વચ્ચેનો આ વૈચારિક અને રાજકીય મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલવામાં નહીં આવે, તો તમિલનાડુમાં ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાઇ શકે છે. એવામાં DMKTVK સાથે-સાથે કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો.

DMKના રાષ્ટ્રીય સચિવ આર.એસ. ભારતીએ ટિપ્પણી કરી કે જો પાર્ટીના સભ્યો બોલશે, તો તેઓ એવો દાવો પણ કરી શકે છે કે તેમના નેતા સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ બનવાના છે; તેમની કલ્પનાની કોઈ મર્યાદા નથી, તેથી તેમણે જે વિચારવું હોય તે વિચારવા દો. તેમણે વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના પરિણામો પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જેવું જ કોઇ કહે છે કે તેઓ વડાપ્રધાન બનશે, તેઓ પહેલા જ નક્કી કરી લે છે કે રાહુલ ગાંધીને નહીં બનવા દઇએ.

DMK નેતાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસના કાર્યકરોમાં સહેજ પણ આત્મસન્માન હોય, તો તેઓ આગળ આવે અને કહે કે તેમણે નક્કી કરી લીધું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને. નહીં, નહીં તેઓ વડાપ્રધાન બનશે અને લોકો પૂજા કરતા રહ્યા. તો, વિજયના સહયોગી MDMKના વડા વાયકોએ આ ધારણાને ફગાવી દીધી, અને કહ્યું કે ઇન્ડિયા બ્લોકના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી સિવાય કોઈ વિકલ્પ નથી.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.