મધ્ય પ્રદેશમાં 5 વર્ષમાં 61000થી વધુ છોકરીઓ ગુમ થઈ... 3241 હજુ ગાયબ; વિધાનસભામાં ખુલાસો

મધ્ય પ્રદેશમાં છોકરીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતા આંકડા રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અજય અર્જૂન સિંહ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ વતી આપવામાં આવેલા લેખિત જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં (31 મે, 2026 સુધી) રાજ્યમાંથી કુલ 61,112 છોકરીઓ ગુમ થઈ છે. પોલીસ વહીવટીતંત્રએ તત્પરતા દાખતવા 61,498 છોકરીઓ (જૂના પેન્ડિંગ કેસોનો પણ સમાવેશ થાય છે) સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી, પરંતુ  3241 છોકરીઓનો હજી સુધી કોઇ અતોપતો નથી.

mohan-yadav2
thesouthfirst.com

વિધાનસભામાં રજૂ કરાયેલા સરકારી આંકડા મુજબ, રાજ્યમાં છોકરીઓનો ગુમ થવાનો દર ચિંતાજનક છે. આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં મધ્ય પ્રદેશમાં દરરોજ સરેરાશ 33 છોકરીઓ ગુમ થઈ છે. 2025માં સૌથી વધુ 13,146 છોકરીઓ ગુમ થયાનો રિપોર્ટ નોંધાયો હતો, જે પાંચ વર્ષનો સૌથી મોટો આંકડો છે. 2026માં, જાન્યુઆરીથી 32 મે સુધી ફક્ત પાંચ મહિનામાં જ 6309 છોકરીઓ ગુમ થયાના કેસ નોંધાયા છે.

સરકારનું કહેવું છે કે 31 મે, 2026 સુધીમાં ગુમ થયેલી 3241 છોકરીઓ હજી પણ ગુમ છે. સુપ્રીમ કોર્ટની રિટ અરજીના નિર્દેશોનું પાલન કરતા બાળકો ગાયબ થવાની દરેક ફરિયાદ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં સીધી FIR (અપહરણની કલમ) નોંધવામાં આવે છે, અને તપાસ શરૂ કરવામાં આવે છે. માનવ તસ્કરીને રોકવા અને છોકરીઓની સલામત રીતે પાછી લાવવા માટે 'ઓપરેશન મુસ્કાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કિશોરીઓ માટે 'સૃજન' અને છોકરાઓ માટે 'અભિમન્યુ' જેવા અભિયાનો પણ સંચાલિત કરવામાં આવી રહ્યા છે.

childrens3
globalgiving.org

છોકરીઓની સલામતી અને ગુમ થયેલા બાળકોની રિકવરી માટે વહીવટી સ્તરે ઉઠાવવામાં આવેલા પગલાંની વિગતો પણ વિધાનસભામાં આપવામાં આવી હતી. રાજ્ય સ્તરે એક માનવ તસ્કરી વિરોધી બ્યૂરો કાર્યરત છે, જ્યારે જિલ્લા સ્તરે કાર્યરત 52 મહિલા પોલીસ સ્ટેશનોમાં માનવ તસ્કરી વિરોધી એકમો (AHTUs)ની રચના કરવામાં આવી છે. ગુમ થયેલી છોકરીઓની રિકવરી અંગે દર મહિને જિલ્લા અને રાજ્ય સ્તરે માસિક સમીક્ષા બેઠકો આયોજિત કરવામાં આવે છે, જેથી માનવ તસ્કરી જેવા ગુનાઓ પર અંકુશ લગાવી શકાય.

About The Author

Related Posts

Top News

શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત...
Politics 
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

તેલંગાણાના એક નાના ગામમાં જન્મેલી જ્યોતિ રેડ્ડી 4 બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે...
Business 
જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે...
World 
81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

કોઈનો જીવ બચાવવા માટે પોતાના અંગોનું દાન કરવું એ એક મોટો નિર્ણય હોય છે. અમેરિકાની ડેબી સ્ટીવન્સ નામની એક મહિલા...
World 
'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.