પશુમાં મળતો વાયરસ માનવમાં પહેલી વાર જોવા મળ્યો, દર્દીએ જીવ ગુમાવ્યો, જાણો શમોન્ડા વાયરસ વિશે તમામ માહિતી

ઇતિહાસમાં પહેલી વાર શમોન્ડા વાયરસથી કોઈ માણસનું મૃત્યુ થયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ વાતની પુષ્ટિ કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે પોતે આ માહિતી દુનિયા સાથે શેર કરી હતી. તેમણે X પર લખ્યું હતું કે, અત્યાર સુધી આ વાયરસ ફક્ત પ્રાણીઓમાં જ જોવા મળતો હતો, પરંતુ આ પહેલી વાર છે જ્યારે માનવમાં ચેપ લાગ્યો છે.

France-Shamonda Virus
bhaskarhindi.com

ટેડ્રોસે જણાવ્યું હતું કે, ફ્રાન્સમાં શમોન્ડા વાયરસનો પ્રથમ દસ્તાવેજી કેસ નોંધાયો છે. તેમણે લખ્યું હતું કે, 'દુર્ભાગ્યવશ, આ દર્દીનું મૃત્યુ થયું. તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હતી. આવા લોકો વાયરસ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને ગંભીર રીતે બીમાર પડે છે.'

ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે શમોન્ડા વાયરસ સામાન્ય રીતે ગાય, ઘેટાં, બકરા અને ઘોડા જેવા પ્રાણીઓને ચેપ લગાડે છે. જો કે, આ પહેલી વાર છે જ્યારે કોઈ માણસમાં તે જોવા મળ્યું છે. ચેપગ્રસ્ત દર્દી 60 વર્ષથી વધુ ઉંમરનો હોવાનું કહેવાય છે. મૃતક એવા વિસ્તારમાં હતો જ્યાં પ્રાણીઓમાં શમોન્ડા વાયરસ ફેલાયેલો હતો.

France-Shamonda Virus
facebook.com

આ કેસ અંગે, ટેડ્રોસે આગળ લખ્યું, 'WHO ફ્રેન્ચ અધિકારીઓના સંપર્કમાં છે. તેઓ પહેલા દર્દીમાં ચેપના સ્ત્રોત, વાયરસ કેવી રીતે ફેલાઈ શકે છે અને તેનાથી લોકો માટે કયા સંભવિત જોખમો ઉભા થાય છે તે વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.'

શેમોન્ડા વાયરસ પ્રાણીઓમાં મિજ (midge)ના કરડવાથી ફેલાય છે. 'મિજ'એ માખી જેવો નાનો જંતુ છે. આ વાયરસ મુખ્યત્વે પશુઓને અસર કરે છે. જો કે, ઘેટાં, બકરા, ઘોડા અને અલ્પાકામાં પણ ચેપના કિસ્સાઓ નોંધાયા છે.

France-Shamonda Virus
thelallantop.com

શેમોન્ડા વાયરસ શ્માલેનબર્ગ વાયરસ પરિવારનો છે. શ્માલેનબર્ગ વાયરસ પ્રાણીઓમાં પ્રજનન સમસ્યાઓનું કારણ બને છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તે સૌપ્રથમ 1965માં નાઇજીરીયામાં પશુઓમાં જોવા મળ્યો હતો. ત્યારપછી તે આફ્રિકા અને એશિયાના ભાગોમાં ફેલાયો.

France-Shamonda Virus
politico.eu

જુલાઈના અંતમાં યુરોપમાં એક કેસ મળી આવ્યો હતો. ઓક્ટોબર સુધીમાં, ફ્રાન્સ, જર્મની, સ્પેન અને આયર્લેન્ડ સહિત એક ડઝનથી વધુ યુરોપિયન દેશોમાં 20 કેસ નોંધાયા હતા, જ્યાં પશુપાલન વ્યાપક છે.

પ્રાણીઓમાં શેમોન્ડા વાયરસના લક્ષણોમાં તાવ, ઝાડા અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો શામેલ છે. ગંભીર કિસ્સાઓમાં, ગર્ભપાત થઈ શકે છે અને ગર્ભમાં ગંભીર ખોડખાંપણ થઈ શકે છે. કેટલાક ઘોડાઓમાં ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ જોવા મળે છે.

About The Author

Top News

પશુમાં મળતો વાયરસ માનવમાં પહેલી વાર જોવા મળ્યો, દર્દીએ જીવ ગુમાવ્યો, જાણો શમોન્ડા વાયરસ વિશે તમામ માહિતી

ઇતિહાસમાં પહેલી વાર શમોન્ડા વાયરસથી કોઈ માણસનું મૃત્યુ થયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ વાતની પુષ્ટિ કરી...
World 
પશુમાં મળતો વાયરસ માનવમાં પહેલી વાર જોવા મળ્યો, દર્દીએ જીવ ગુમાવ્યો, જાણો શમોન્ડા વાયરસ વિશે તમામ માહિતી

જે ગાયને કૂતરું કરડ્યું હતું તેના દૂધનું બે ગામના લોકોએ ચરણામૃત પીધું, 450 લોકોને હડકવાની રસી આપવી પડી

ગોરખપુરના ગોલા બ્લોકના ડાડી ખાસ ગામમાં, દુર્ગા પૂજા દરમિયાન ગાયના દૂધમાંથી બનાવેલ ચરણામૃત પીનારા 450 લોકોને હડકવા વિરોધી રસી...
National 
જે ગાયને કૂતરું કરડ્યું હતું તેના દૂધનું બે ગામના લોકોએ ચરણામૃત પીધું, 450 લોકોને હડકવાની રસી આપવી પડી

ગુજરાતમાં 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, જીતુભાઈએ કહ્યું- મેં 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય જોયો નથી

ગુજરાતમાં ગંભીર વીજ સંકટ ઉભું થયું છે. વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન બગાડતા રાજ્યભરમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે....
Gujarat 
ગુજરાતમાં 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, જીતુભાઈએ કહ્યું- મેં 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય જોયો નથી

2 ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પણ ફરિયાદ કરતો લેટર લખ્યો હતો, પણ સચિવાલયે પણ કોઈ કાર્યવાહી ન કરી, ભૂલથી જ્ઞાનેશ કુમાર...

ચૂંટણી પંચમાં આંતરિક મતભેદોના અહેવાલો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ એક...
National 
2 ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પણ ફરિયાદ કરતો લેટર લખ્યો હતો, પણ સચિવાલયે પણ કોઈ કાર્યવાહી ન કરી, ભૂલથી જ્ઞાનેશ કુમાર...
Copyright (c) Khabarchhe All Rights Reserved.