2 ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પણ ફરિયાદ કરતો લેટર લખ્યો હતો, પણ સચિવાલયે પણ કોઈ કાર્યવાહી ન કરી, ભૂલથી જ્ઞાનેશ કુમાર...

ચૂંટણી પંચમાં આંતરિક મતભેદોના અહેવાલો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એક RTI દ્વારા મળેલી માહિતી મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ દ્વારા કથિત દુર્વ્યવહાર અંગે કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો. કેબિનેટ સચિવાલયે તેને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કાર્યાલયને મોકલી આપ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે કેબિનેટ સચિવાલયે આ ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન કરી.

RTI હેઠળ મેળવેલી ફાઇલ નોંધથી એવો ખુલાસો થયો છે કે, કેબિનેટ સચિવાલયે આ પત્ર પર ગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)નો અભિપ્રાય માંગવાનો પ્રસ્તાવ આપ્યો હતો. RTI કાર્યકર્તા કોમોડોર લોકેશ બત્રા (નિવૃત્ત) દ્વારા દાખલ કરવામાં આવેલી RTIના જવાબમાં પ્રાપ્ત થયેલા દસ્તાવેજોમાંથી અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો પણ સામે આવી છે. માહિતી અનુસાર સચિવાલયે ચૂંટણી કમિશનરોની ફરિયાદો પર કહ્યું હતું કે, આ ફરિયાદો તેમણે તેમની વ્યક્તિગત ક્ષમતામાં કરી હતી. જો કે ચૂંટણી પંચ વતી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, એટલે આ સ્તર પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી અયોગ્ય ગણાઇ શકે છે.

EC2
hindustantimes.com

RTIમાં શું ખુલાસો થયો?

પ્રાપ્ત માહિતી અનુસાર, 3 ઓગસ્ટે સચિવાલયે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો અભિપ્રાય માંગવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તો 5 ઓગસ્ટની એક નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને ચૂંટણી કમિશનરોનો પત્ર તેમની વ્યક્તિગત ક્ષમતામાં મોકલવામાં આવ્યો હતો, ચૂંટણી પંચના કોઈ સત્તાવાર નિર્દેશ તરીકે નહીં. સચિવાલયે કહ્યું કે, બંધારણીય સંસ્થામાં દખલગીરી ગણાઈ શકે તેવી કોઈપણ કાર્યવાહી ટાળવી જોઈએ. ત્યારબાદ, 5 ઓગસ્ટે કેબિનેટ સચિવાલયે બંને કમિશનરોને માત્ર એટલી જ જાણ કરી હતી કે તેમનો પત્ર મળી ગયો છે. આની નકલો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના સચિવ, અન્ય અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી કમિશનરના ખાનગી સચિવને પણ મોકલવામાં આવી હતી.

નોંધનીય છે કે લોકેશ બત્રાએ 24 સપ્ટેમ્બરના રોજ RTI અરજી દાખલ કરી હતી. તેના જવાબમાં પ્રાપ્ત થયેલા પત્રો પરથી જાણવા મળે છે કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 29 જુલાઈએ દેશના ટોચના અમલદાર ટી.વી. સોમનાથનને બે અલગ-અલગ, પરંતુ એક જેવા પત્રો લખ્યા હતા. સુખબીર સંધુના પત્ર સાથે 28 જુલાઈએ મનીષ ગર્ગ દ્વારા જાહેર કરાયેલા એક આદેશની નકલ જોડવામાં આવી હતી. આ આદેશમાં ગર્ગે પોતાની સાથે સાથે ચૂંટણી પંચના અન્ય અધિકારીઓના કામની વહેંચણી કરી હતી. હવે, સમજીએ કે ચૂંટણી કમિશનરોએ આખરે ફરિયાદ કેમ કરી.

EC
thehindu.com

ચૂંટણી કમિશનરોએ આ પત્રો શા માટે લખ્યા?

આ સમગ્ર વિવાદ IT વિભાગમાં ફાઈલોના રૂટિન અને કામની ફાળવણીને લઈને શરૂ થયો હતો. 29 જુલાઈએ કેબિનેટ સચિવને મોકલેલા ગુપ્ત પત્રોમાં બંને કમિશનરોએ આક્ષેપ કર્યો હતો કે 28 જુલાઈએ જ્યારે ડેપ્યુટી ઇલેક્શન કમિશનર (DEC) ભાનુ પ્રકાશ યેતુરુ રજા પર હતા, ત્યારે મનીષ ગર્ગને વહીવટી વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ગર્ગે આ જવાબદારી સંભાળ્યાના થોડા જ કલાકોમાં વરિષ્ઠ અધિકારીઓ જેમ કે ને ITના મહાનિર્દેશક સીમા ખન્નાના કામની વહેચણીનો આદેશ જાહેર કરી દીધો. કમિશનરોનું કહેવું હતું કે, તેના માટે CEC/EC એક્ટ 2023ની કલમ 18(1) અને 18(2) હેઠળ તેમની પાસેથી કોઇ સલાહ લેવામાં આવી નહોતી. ચૂંટણી કમિશનર વિવેક જોશીએ આક્ષેપ કર્યો હતો કે તેમણે વિભાગ પાસેથી જે ફાઈલ માંગી હતી, તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી.

આ મામલો અત્યંત સંવેદનશીલ કેમ છે?

આ ખુલાસો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચૂંટણી પંચનો IT વિભાગ અને તેના પ્રમુખ સીમા ખન્ના એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, સીમા ખન્ના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અને ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરાયેલી નવી IT સિસ્ટમે મતદાર યાદીમાં નામ ઉમેરવા કે દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓ એટલે કે EROsના ડેટાબેઝ સુધીની પહોંચને ખૂબ મર્યાદિત કરી દીધી હતી. આનાથી મોટો વિવાદ સર્જાયો અને સીમા ખન્ના ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા હતા.

'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક વિશેષ અહેવાલમાં આ ખુલાસા થયા હતા. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 10 મહિનામાં ચૂંટણી કમિશનર સંધુ અને જોશીએ મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો સામે 14 વખત અસંમતિ વ્યક્ત કરી હતી, પરંતુ તેમને નજરંદાજ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી પંચે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. પંચે જણાવ્યું છે કે ECI તેના તમામ નિર્ણયો નિયમો અનુસાર સર્વસંમતિથી અથવા બહુમતીથી લે છે.

About The Author

Related Posts

Top News

2 ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પણ ફરિયાદ કરતો લેટર લખ્યો હતો, પણ સચિવાલયે પણ કોઈ કાર્યવાહી ન કરી, ભૂલથી જ્ઞાનેશ કુમાર...

ચૂંટણી પંચમાં આંતરિક મતભેદોના અહેવાલો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ એક...
National 
2 ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પણ ફરિયાદ કરતો લેટર લખ્યો હતો, પણ સચિવાલયે પણ કોઈ કાર્યવાહી ન કરી, ભૂલથી જ્ઞાનેશ કુમાર...

Oppoએ Find X10 Pro Max લોન્ચ કર્યો, કિંમત iPhone કરતા વધુ, ફીચર્સ તમે જે માંગો તે

Oppoએ ભારતીય બજારમાં તેની ફ્લેગશિપ લાઇનઅપનો વિસ્તાર કરતા Oppo Find X10 અને Oppo Find X10 Pro Max સ્માર્ટફોન ધમાકેદાર...
Tech and Auto 
Oppoએ Find X10 Pro Max લોન્ચ કર્યો, કિંમત iPhone કરતા વધુ, ફીચર્સ તમે જે માંગો તે

દિવાળી પહેલા અદાણી ગેસનો ઝટકો, ભાવમાં 4.45 રૂપિયાનો વધારો, કિંમત 98 રૂપિયાને પાર, રિક્ષાચાલકો ભાવ વધારશે?

દિવાળીની ખરીદી અને તહેવારની તૈયારીઓ વચ્ચે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ...
Gujarat 
દિવાળી પહેલા અદાણી ગેસનો ઝટકો, ભાવમાં 4.45 રૂપિયાનો વધારો, કિંમત 98 રૂપિયાને પાર, રિક્ષાચાલકો ભાવ વધારશે?

આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

  અયોધ્યામાં જન્મેલા એક યુવાનની સ્ટોરી પ્રેરણાદાયક છે.અયોધ્યામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી લંડન જઇને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને અમેરિકા રહેવા વેદ...
Business 
આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.