જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો કે બંને શું ભૂલ કરી હતી? શું જંતર-મંતર પર ત્રિરંગો ફરકાવવાનો પ્રયાસ કરવો એ ગુનો હતો? તો, પોલીસે અજિંક્ય શિંદે પાસે પીસ બોન્ડ ભરાવીને તેમને મુક્ત કરી દીધા છે.

અભિજીત દીપકેએ આ કાર્યવાહીને ખોટી ગણાવતા, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા. તેમણે X પર પોસ્ટ કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે, આશુ અને સૌરવને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમની ભૂલ? જંતર-મંતર પર ત્રિરંગો ફરકાવવાનો.

CJPના સંસ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે તેમનું અને INDIA ગઠબંધનનું એક જ ઉદ્દેશ્ય છે. કોકરોચ જનતા પાર્ટી એક સ્વતંત્ર સંસ્થા છે અને હંમેશાં રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આનો અર્થ એ નથી કે પાર્ટી 'INDIA' ગઠબંધનની વિરોધી છે. બંને આંદોલનોનું એક જ ઉદ્દેશ્ય છે.

આ ઘટના બાદ રાહુલ ગાંધીએ કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં કહ્યું હતું કે, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથી. જંતર-મંતર ભારતના લોકોનું છે અને તેને પાછું મેળવી લેશે

abhijit4
aajtak.in

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જામીનની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ 5 દિવસની ન્યાયીક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલવામાં આવ્યા છે. તો, પોલીસે અજિંક્ય શિંદેને ₹5,000નું પીસ બોન્ડ ભરાવ્યા બાદ મુક્ત કરી દીધો હતો; SEM કોર્ટે તેમને છ મહિના સુધી અશાંતિ ન ફેલાવવાનો આદેશ આપ્યો છે.

અજિંક્ય શિંદેએ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે, તમને ખબર હશે કે આજે આશુતોષ, સૌરભ દાસ, હું અને CJPના વોલંટિયર્સ અમે જંતર-મંતર પર ગયા હતા. અમે માત્ર ભારતનો ઝંડો લહેરાવ્યો અને ભારત માતા કી જય બોલ્યા. તો આ માટે. આ મોદી-શાહની તાનાશાહી સરકારે સૌરવ અને આશુતોષને 5 દિવસ માટે જેલમાં મોકલી દીધા. આ તાનાશાહી સરકારનો અંત થઈને રહેશે. આજે આશુતોષની બર્થડે હતી. તેના બર્થડેના દિવસે તેણે ભારત માતા કી જય અને ભારતનો ઝંડો ફરકાવવા એ જગ્યાએ ગયા હતા. મારી આખા દેશની જનતાને કહેવું છે કે આ સરકારે પોતાની સિસ્ટમનો ઉપયોગ કરતા, પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કરતાં આ દેશના લોકોના ફંડામેન્ટલ રાઇટ્સ તોડવાનું શરૂ કર્યું છે. મારું તમને બધાને કહેવું છે કે આપણે બધાએ એક સાથે આવીને આ તાનાશાહી સરકારનો અંત કરવો પડશે. મોદી અને શાહ એવું સમજતા હશે 5 દિવસ જેલ મોકલવાથી અમારા આશુતોષ અને સૌરભ અમારા બે લીડર ડરી જશે, તો એવું જરાય નથી. મેં અત્યારે જ કહ્યું. અમે માથું ઊંચું કરીને અંદર જઇ રહ્યા છીયે. તેમણે દેશના લોકોને કહ્યું છે અમે નહીં ડરીએ. અને આ તાનાશાહી સરકારનો અંત કરીને રહીશું.

પોલીસના જણાવ્યા અનુસાર, સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163નું ફરી એકવાર ઉલ્લંઘન કર્યું છે. પોલીસે તેમને રીપિટ ઓફેન્ડર ગણાવતા તેમના પાછલા વર્તનનો ઉલ્લેખ કર્યો. પોલીસે જણાવ્યું હતું કે બંનેએ તેમના જામીન બોન્ડની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારબાદ કોર્ટે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી આપ્યા છે.

તાજેતરમાં જંતર-મંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. મંગળવારે સવારે, સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે સહિતના CJP કાર્યકરો ભારે બેરિકેડિંગવાળા જંતર-મંતર વિસ્તારમાં દાખત થયા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતો; જેના કારણે, આ ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી.

ajinkya-shinde6
livehindustan.com

આ અગાઉ, શનિવારે પણ દિલ્હી પહોંચ્યા બાદ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની પણ અટકાયત કરવામાં આવી હતી. તે સમયે, સુરક્ષાની કડક વ્યવસ્થાને કારણે CJPનું જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન થઈ શક્યું નહોતું. ત્રણેયને એક દિવસ બાદ, એ શરત પર મુક્ત કરવામાં આવ્યા હતા કે તેઓ એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરે.

About The Author

Related Posts

Top News

જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના...
National 
જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

છોકરી સાથે ડેટ પર ગયો, મોટો ખર્ચો કર્યો, યુવતીએ રિજેક્ટ કરતા યુવકે ખર્ચેલા પૈસા માંગ્યા

પહેલી ડેટ પર જતા પહેલા, લોકોના મનમાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે. સામેવાળી વ્યક્તિ કેવી હશે, મીટિંગ કેવી...
World 
છોકરી સાથે ડેટ પર ગયો, મોટો ખર્ચો કર્યો, યુવતીએ રિજેક્ટ કરતા યુવકે ખર્ચેલા પૈસા માંગ્યા

આ છે બધા બોડી બિલ્ડરોના 'દાદા', જેમણે 90 વર્ષની ઉંમરે 19મી ચેમ્પિયનશિપ જીતી

તે કોણે લખ્યું તે જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક વાક્ય ખૂબ જ લોકપ્રિય થયું છે,...
Sports 
આ છે બધા બોડી બિલ્ડરોના 'દાદા', જેમણે 90 વર્ષની ઉંમરે 19મી ચેમ્પિયનશિપ જીતી

'હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો

પ્રિયંકા ચોપરા એ થોડા ભારતીય સ્ટાર્સમાંથી એક છે જેણે માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે...
Entertainment 
'હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.