જ્ઞાનેશ કુમાર 10 ઓક્ટોબર પહેલા રાજીનામું આપી શકે છે, જાણો કોણે આવો દાવો કર્યો

આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે એક મોટો દાવો કર્યો છે. ભારદ્વાજના જણાવ્યા અનુસાર, એક સૂત્રએ તેમને માહિતી આપી છે કે જ્ઞાનેશ કુમાર 10 ઓક્ટોબર પહેલા તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ એ જ તારીખ છે જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ જંતર-મંતર પર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

Mercedes-Maybach-S-580e5
navbharattimes.indiatimes.com

અગાઉ, CJPએ જૂન-જુલાઈમાં NEET પેપર લીક મામલે જંતર-મંતર પર એક મહિના સુધી વિરોધ પ્રદર્શન કરીને ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર કરી દીધા હતા. Gen Z સંગઠન તરીકે ઓળખાવતતા CJPએ હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. 2 ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન બાદ, CJPએ 10 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. CJPનો દાવો છે કે આમાં દેશભરમાંથી લોકો એકઠા થશે અને CECએ પદ છોડવું પડશે.

CJPના આંદોલનને સમર્થન આપી રહેલી આમ આદમી પાર્ટીએ હવે દાવો કર્યો છે કે જ્ઞાનેશ કુમાર આ 'જંતર-મંતર 2.0' વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ પદ છોડી દેશે. સૌરભ ભારદ્વાજે સોમવારે સોશિયલ મીડિયા પર એક સૂત્રના સંદર્ભે આ દાવો કર્યો હતો. દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, મારા સૂત્રએ જણાવ્યું કે જ્ઞાનેશ કુમાર 10 ઓક્ટોબર પહેલા રાજીનામું આપી શકે છે.  ભારદ્વાજે આ પોસ્ટમાં વધુ કોઈ વિગતો આપી નથી.

CJP-Protest1
republicworld.com

એક તરફ જ્યાં સૌરભ ભારદ્વાજના સૂત્રએ જ્ઞાનેશ કુમારના સંભવિત રાજીનામાની વાત કરી છે, ત્યારે CJP નેતાઓને તેમના પોતાના સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે તેમની ધરપકડ કરી શકાય છે. CJPના સહ-સંયોજક સૌરભ દાસે દાવો કર્યો છે કે તેમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તેમને, અભિજીત દીપકે અને આશુતોષ રંકા સહિત અન્ય મોટા નેતાઓનોની 10 ઓક્ટોબર પહેલાં તેમની ધરપકડ કરી લેવામાં આવશે. સોમવારે, આશુતોષ રાંકાએ પણ જણાવ્યું હતું કે સૂત્રોએ તેમને કહ્યું છે કે CJP નેતાઓની ધરપકડ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) અથવા આવી જ કોઇ જોગવાઈઓ હેઠળ કરવામાં આવશે. તો, અભિજીત દીપકેએ કહ્યું હતું કે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

વિપક્ષી પક્ષો બિહાર અને બંગાળ સહિતના અનેક રાજ્યોમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા અંગે વિવિધ આક્ષેપો કરી રહ્યા હતા. તેમનો દાવો હતો કે મતદારોના નામ મનસ્વી રીતે દૂર કરવામાં અને ઉમેરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન, ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 10 મહિનામાં 14 વખત અન્ય બે ચૂંટણી કમિશનરોના મંતવ્યો જ્ઞાનેશ કુમારના મંતવ્યોથી અલગ હતા. CJPએ આને જ્ઞાનેશ કુમારના આ વર્તનને મનસ્વી ગણાવીને, તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. CJPનું માનવું છે કે ચૂંટણી ત્યારે જ નિષ્પક્ષ હોઈ શકશે, જો જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે અને SIR પ્રક્રિયા અટકાવવામાં આવે.

About The Author

Related Posts

Top News

'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં વિમાન સલામતી નિરીક્ષણમાં ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારીનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. CBIએ કાર્યવાહી કરી...
National 
'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ કાંડમાં 26 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ બે અધિકારીઓના સેવામાં પરત ફરવા અંગે પ્રશ્નો ઉભા...
National 
છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં 1601-1800ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવીને પોતાની આંતરરાષ્ટ્રીય એકેડેમિક સફર શરૂ...
Gujarat 
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!

25 સપ્ટેમ્બરના રોજ વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધક રસિક દુલારી, જેને દીપક લોધી તરીકે પણ ઓળખવામાં આવે...
National 
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!
Copyright (c) Khabarchhe All Rights Reserved.