'હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો

પ્રિયંકા ચોપરા એ થોડા ભારતીય સ્ટાર્સમાંથી એક છે જેણે માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે, અને આજે તે એક ગ્લોબલ આઇકન બની ચૂકી છે. હિન્દી સિનેમામાં તેની કારકિર્દીના પિક પર, અભિનેત્રી હોલિવુડમાં તકો શોધવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ જતી રહી હતી, અને ત્યાંથી તેણે તેની કારકિર્દી ફરીથી શરૂ કરી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે તે ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી, પરંતુ હિન્દી સિનેમાની બહાર તકો શોધવા માટે ધકેલવામાં આવી.

ફર્સ્ટપોસ્ટ સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન, બોલિવુડથી હોલિવુડ સુધીની તેની સફર વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે, ‘મને નથી લાગતું કે હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી હતી. જ્યારે હું હિન્દી ફિલ્મોમાં કામ કરતી હતી, ત્યારે ઘણા કારણોસર મને લાગ્યું કે હું લિમિટેડ છું. હું આગળ વધવા માંગતી હતી. મારા પર એવી તકો શોધવા માટે દબાણ કરવામાં આવ્યું, જે એક કલાકાર તરીકે મારા માટે એક્સાઇટિંગ હોય. હું અમેરિકામાં કામ કરવા લાગી, અને હવે મને લાગે છે કે, લગભગ 12 વર્ષ બાદ મને ખરેખર અમેઝિંગ કામ પસંદ કરવા માટે મોમેન્ટ મળી રહ્યા છે, અને તે સરળ નથી.’

priyanka-chopra1
news18.com

તેણે આગળ કહ્યું કે, ‘મને મારી ભારતીય ફિલ્મો ખૂબ ગમે છે. હું વારાણસી, ભારતમાં પરત આવીને ખૂબ ખુશ છું, અને મને બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું મને જરાય પસંદ નથી. મેં ક્યારેય પસંદ કર્યું નથી. મને લાગે છે કે હું બંને દુનિયામાં છું, અને મને બંને ઉદ્યોગોમાં કામ કરવામાં આનંદ આવે છે. બંનેમાં કામ કરવું ઘણી રીતે અલગ છે, જેમ કે સંસ્કૃતિઓ હોય છે, પરંતુ હવે મારું મન બે અલગ-અલગ રીતે કામ કરી શકે છે, એટલે તે ખરેખર એક અનોખી, અદ્ભુત અને મજેદાર વસ્તુ છે.’

જ્યારે પ્રિયંકાએ 2012માં તેની સંગીત કારકિર્દી શરૂઆત કરી, ત્યારે તેણે હોલિવુડમાં તકો શોધવાનું શરૂ કર્યું. તેણે ટેલિવિઝન શૉ ‘ક્વોન્ટિકો’માં મુખ્ય ભૂમિકા સાથે પશ્ચિમમાં અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેણે ‘બેવોચ’ અને ‘ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ’ જેવી મોટી ફિલ્મોમાં સપોટિંગ રોલ કર્યો. હવે, પ્રિયંકા ‘સિટાડેલ’, ‘હેડ્સ ઓફ સ્ટેટ’ જેવા મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને કાર્લ અર્બન સાથે તેની આગામી ફિલ્મ, ‘ધ બ્લફ’ પર કામ કરી રહી છે.

priyanka-chopra
indiatvnews.com

પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, અભિનેત્રી ફ્રેન્ક ઇ. ફ્લાવર્સ દ્વારા નિર્દેશિત, ‘ધ બ્લફ’માં જોવા મળશે. આ પાઇરેટ એડવેન્ચર ફિલ્મમાં ઇસ્માઇલ ક્રૂઝ કોર્ડોવા, સફિયા ઓકલે-ગ્રીન અને ટેમુએરા મોરિસન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવાની છે.

પ્રિયંકા પાસે એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’ પણ છે, આ ફિલ્મથી તે 8 વર્ષ પછી ભારતીય સિનેમામાં પરત ફરશે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ છે અને તે એપ્રિલ 2027માં સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના...
National 
જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

છોકરી સાથે ડેટ પર ગયો, મોટો ખર્ચો કર્યો, યુવતીએ રિજેક્ટ કરતા યુવકે ખર્ચેલા પૈસા માંગ્યા

પહેલી ડેટ પર જતા પહેલા, લોકોના મનમાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે. સામેવાળી વ્યક્તિ કેવી હશે, મીટિંગ કેવી...
World 
છોકરી સાથે ડેટ પર ગયો, મોટો ખર્ચો કર્યો, યુવતીએ રિજેક્ટ કરતા યુવકે ખર્ચેલા પૈસા માંગ્યા

આ છે બધા બોડી બિલ્ડરોના 'દાદા', જેમણે 90 વર્ષની ઉંમરે 19મી ચેમ્પિયનશિપ જીતી

તે કોણે લખ્યું તે જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક વાક્ય ખૂબ જ લોકપ્રિય થયું છે,...
Sports 
આ છે બધા બોડી બિલ્ડરોના 'દાદા', જેમણે 90 વર્ષની ઉંમરે 19મી ચેમ્પિયનશિપ જીતી

'હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો

પ્રિયંકા ચોપરા એ થોડા ભારતીય સ્ટાર્સમાંથી એક છે જેણે માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે...
Entertainment 
'હું ક્યારેય બોલિવુડ છોડવા માંગતી નહોતી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.