ફિલ્મોની ટિકિટ મોંઘી થવાની તૈયારીમાં છે, 570 ટકા કર વસૂલવાની તૈયારી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દેશની આર્થિક રાજધાની મુંબઈના લોકોને મોટો ફટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. મોંઘવારીની માર વચ્ચે, BMCએ મનોરંજન કરમાં 570 ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો મુંબઈના સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાનું 5 ગણું મોંઘુ થશે. એટલું જ નહીં, લાઈવ મ્યુઝિક કોન્સર્ટ માટે ટિકિટના ભાવમાં પણ ઘણો વધારો થઈ શકે છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, BMCએ મુંબઈના સિનેમા હોલ અને અન્ય સ્થળો પર લાદવામાં આવતા હાલના મનોરંજન કર દરમાં 570 ટકા સુધીનો મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો મરાઠી અને ગુજરાતી સિવાયના અન્ય ભાષાઓમાં થનારા નાટકો અને કોન્સર્ટ જેવા પર્ફોર્મિંગ આર્ટ્સ ઇવેન્ટ્સ અને ફિલ્મો માટે ટિકિટના ભાવમાં ખુબ મોટો ઉછાળો જોવા મળી શકે છે. પ્રદર્શકો અને પર્ફોર્મિંગ આર્ટ્સ થિયેટર મેનેજરોએ શો અને સ્ક્રીનિંગના આયોજન માટે મ્યુનિસિપલ સંસ્થાઓને મનોરંજન કર ચૂકવવો પડે છે, પરંતુ આ બોજ આખરે દર્શકો પર પડે છે, કારણ કે પ્રદર્શકો આયોજકો સામાન્ય રીતે તેને ટિકિટની કિંમતોમાં સમાવી દે છે.

BMCના પ્રસ્તાવ હેઠળ, એર-કન્ડિશન્ડ હોલ અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોનારાઓને ટિકિટના ભાવમાં ભારે વધારો થઈ શકે છે, કારણ કે નગર પાલિકાએ પ્રતિ ટિકિટ મનોરંજન કર રૂ. 60થી વધારીને રૂ. 400 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે 570 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, નોન-AC સિનેમા હોલમાં પ્રતિ ટિકિટ દર રૂ. 45થી વધારીને રૂ. 200 કરવાનો પ્રસ્તાવ છે, જે 400 ટકાનો વધારો દર્શાવે છે.

21

કોન્સર્ટ અને નાટકો જેવા પર્ફોર્મિંગ આર્ટ્સ ઇવેન્ટ્સ માટેનો ટેક્સ રૂ. 50થી વધારીને રૂ. 100 કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે અન્ય પ્રકારના મનોરંજન શો માટે, તે રૂ. 25થી વધારીને રૂ. 75 કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવમાં મિની થિયેટર અને વિડિયો સ્ક્રીનિંગ સ્થળો માટે પ્રતિ ટિકિટ રૂ. 90નો નવો કર પણ શામેલ છે, જે અગાઉ કરમુક્ત હતો. આની સાથે નગર પાલિકાએ પ્રાદેશિક સિનેમા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મરાઠી અને ગુજરાતી ફિલ્મો, નાટકો અને કોન્સર્ટ દર્શાવતા સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને થિયેટર માટે 100 ટકા કર મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો છે.

22

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નાગરિક વહીવટીતંત્રે 2027-28 સુધી 2014-15ના કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યાં સુધી રાજ્ય સરકાર સુધારેલા માળખાને મંજૂરી ન આપે અને સત્તાવાર ગેઝેટમાં તેની ઔપચારિક જાહેરાત ન કરે. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'હાલ માટે, જૂના દરો અમલમાં રહેશે, કારણ કે નવા દરો શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર થવાના બાકી છે.' હાલમાં, AC થિયેટરો પ્રતિ શો રૂ. 60 અને નોન-AC થિયેટરો પ્રતિ શો રૂ. 45 વસૂલ કરે છે, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમો પર પ્રતિ શો રૂ. 25 અને સર્કસ અને મેળાઓ પર પ્રતિ દિવસ રૂ. 50 કર લાદવામાં આવે છે. મહિનાની 5 તારીખ સુધીમાં માસિક થિયેટર ટેક્સ અગાઉથી ચૂકવનારા કરદાતાઓ માટે 1959થી લાગુ 6 ટકા રિબેટ પણ 2027-28 સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે.

About The Author

Related Posts

Top News

2014નો લૂંટનો આરોપી 'કાલી સરકાર' નામે સંત બનીને રહેતો! 1 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પણ છે, પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મંદિરના સંત તરીકે ઓળખાતા કથિત બાબા કાલી સરકારની સાચી ઓળખ જાહેર કરવામાં આવી છે. હરદોઈ લૂંટના કેસમાં...
National 
2014નો લૂંટનો આરોપી 'કાલી સરકાર' નામે સંત બનીને રહેતો! 1 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પણ છે, પોલીસે કરી ધરપકડ

અભિજીત દીપકેએ જેને CJP આંદોલનની કમાન સોંપી હતી તે અજિંક્ય શિંદે કોણ છે?

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ભારતના ચૂંટણી પંચમાં કથિત અનિયમિતતાઓ, મતદાર યાદીમાં પારદર્શિતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ...
National 
અભિજીત દીપકેએ જેને CJP આંદોલનની કમાન સોંપી હતી તે અજિંક્ય શિંદે કોણ છે?

'અમારા લોકોને પોલીસે કિડનેપ કર્યા, ગુરુદ્વારામાં ઘૂસી ગઈ... ' CJPએ જણાવ્યો આગળનો પ્લાન

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીમાં પોલીસ કાર્યવાહીને અમાનવીય ગણાવી અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા. પાર્ટીના પ્રવક્તા...
National 
'અમારા લોકોને પોલીસે કિડનેપ કર્યા, ગુરુદ્વારામાં ઘૂસી ગઈ... ' CJPએ જણાવ્યો આગળનો પ્લાન

દિલ્હીમાં કાલે પોલીસે જે કર્યું તે પછી સુપ્રીમ કોર્ટે સરકાર-પોલીસ બંનેને બરાબર ખખડાવી નાખી, અનેક સવાલોના જવાબ માંગ્યા

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ રવિવારે જંતર-મંતર પર વધુ એક મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જોકે, દિલ્હી...
National 
દિલ્હીમાં કાલે પોલીસે જે કર્યું તે પછી સુપ્રીમ કોર્ટે સરકાર-પોલીસ બંનેને બરાબર ખખડાવી નાખી, અનેક સવાલોના જવાબ માંગ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.