ન્યૂયોર્ક છોડીને ક્યાં જઇ રહ્યા છે Gen Z? આ શહેરો બન્યા યુવાનો માટે નવા 'હોટસ્પોટ્સ'
ન્યૂયોર્કની ઝાકઝમાળ અને ત્યાં વધુ કમાણી છતા યુવાનો આ શહેરથી દૂર જઈ રહ્યા છે. અમેરિકાના મુખ્ય મહાનગરોમાં ન્યૂયોર્કમાંથી અન્ય શહેરોમાં સ્થળાંતર કરનારા 'Gen-Z'ના લોકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. 'રેડફિન'ના યુએસ સેન્સસ બ્યૂરોના ડેટાના દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, 2024માં ન્યૂયોર્કમાં આવનારા લોકોની સરખામણીએ ત્યાંથી 29,554 વધુ 'Gen-Z'ના યુવા જતા રહ્યા.
જોકે, આનો અર્થ એ નથી કે યુવાનો અમેરિકાના મોટા શહેરો સંપૂર્ણપણે છોડી રહ્યા છે. તેમાં ઘણા લોકો નજીકના મહાનગરોમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેનાથી તેઓ તેમના હાલના સામાજિક અને વ્યાવસાયિક સંપર્કોમાં રહે છે અને સાથે-સાથે ઘરનો ઓછો ખર્ચ તથા રોજગારીની વધુ સારી તકોની શોધ કરી શકે છે.
આનું એક સ્પષ્ટ ઉદાહરણ ન્યૂયોર્ક-ફિલાડેલ્ફિયા કોરિડોર છે. 2024માં, લગભગ 9284 'Gen-Z' યુવાનો ન્યૂયોર્ક મહાનગર વિસ્તારમાંથી ફિલાડેલ્ફિયા જતા રહ્યા હતાતે . આ પેઢી માટે સ્થળાંતરનો આ બીજો સૌથી લોકપ્રિય માર્ગ હતો. આ બદલાવ સાથે ઘરની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે; 'રેડફિન' અનુસાર, ન્યૂયોર્ક મેટ્રો વિસ્તારમાં સામાન્ય ઘરની કિંમત લગભગ 8.32 લાખ ડોલર છે, જ્યારે ફિલાડેલ્ફિયામાં તે લગભગ $3.09 લાખ ડોલર છે.
૨૦૨૪માં 'Gen-Z' માટે સ્થળાંતરનો સૌથી લોકપ્રિય માર્ગ લોસ એન્જલસથી રિવરસાઇડ, કેલિફોર્નિયાનો હતો. લગભગ 10,261 લોકોએ રિવરસાઇડ જવા માટે આશરે 60 માઈલનું અંતર કાપ્યું હતું. ન્યૂયોર્કથી ફિલાડેલ્ફિયાનો માર્ગ બીજા ક્રમે હતો, અને ત્યારબાદ લોસ એન્જલસથી સાન ડિએગોનો નંબર આવે છે, જ્યાં 9237 'Gen-Z'ના યુવાનો પહોંચ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ આંકડા 2024ના સ્થળાંતર ડેટા પર આધારિત છે.
સાન એન્ટોનિયોમાં 'Gen-Z'ની વસ્તીમાં સૌથી મોટો ચોખ્ખો વધારો જોવા મળ્યો હતો, જ્યાં 10,678 યુવાનોનું ચોખ્ખું આગમન (net inflow) નોંધાયું હતું. 'ફોર્બ્સ' અનુસાર, ત્યારબાદ વોશિંગ્ટન DCમાં 8631, ઓસ્ટિનમાં 8590, નેશવિલમાં 8093 અને ડલ્લાસમાં 6944 યુવાનોનું ચોખ્ખું આગમન નોંધાયું હતું. ટેક્સાસના ત્રણ શહેરો સેન એન્ટોનિયો, ઓસ્ટિન અને ડલ્લાસ 'Gen-Z' માટેના ટોચના પાંચ સૌથી લોકપ્રિય સ્થળોમાં રહ્યા. વર્ષ 2024માં આ ત્રણેય શહેરોમાં કુલ મળીને 26,212 'Gen-Z'ના યુવાનો આગમન (નેટ ઇનફ્લો) થયું હતું.
ન્યૂયોર્કમાંથી 'Gen-Z'ના 29,554 વ્યક્તિઓનું સ્થળાંતર (નેટ આઉટફ્લો) થયું હતું; ત્યારબાદ મિનીયાપોલિસમાં 17815, લોસ એન્જલસમાં 16465, ડેનવરમાં 13,882 અને ડેટ્રોઇટમાં 11,696નું નેટ આઉટફ્લો નોંધાયું હતું. વર્ષ 2024માં, ન્યૂયોર્કમાંથી સૌથી વધુ સંખ્યામાં મિલેનિયલ્સનું પણ સ્થળાંતર (નેટ આઉટફ્લો) પણ જોવા મળ્યું હતું. 'રેડફિન'ના વિશ્લેષણ મુજબ, આ શહેરમાંથી 42,698 મિલેનિયલ્સનું શુદ્વ પલાયન થયું, ત્યારબાદ લોસ એન્જલસથી 31,107 અને મિયામીથી 21,393 મિલેનિયલ્સ બહાર ગયા. જોકે, મિલેનિયલ્સની પસંદગીઓ 'Gen-Z' કરતા અલગ હતી. હ્યુસ્ટન મિલેનિયલ્સ માટેનું ટોચનું સ્થળ હતું, જ્યાં 16,365 લોકોનું આગમન (નેટ ઇનફ્લો) નોંધાયું હતું. ત્યારબાદ ડલ્લાસમાં 13,072, બાલ્ટીમોરમાં 11,724, લાસ વેગાસમાં 8860 અને એટલાન્ટામાં 8753માં લોકોનું આગમન થયું હતું.
'ફોર્બ્સ' અનુસાર, મિલેનિયલ્સ દ્વારા પસંદ કરાયેલા ટોચના પાંચ શહેરોમાં ઘરની સરેરાશ કિંમત 4.5 લાખ ડોલરથી ઓછી હતી. રેડફિનના મુખ્ય અર્થશાસ્ત્રી ચેન ઝાઓએ કહ્યું કે, યુવાનો તકો શોધી રહ્યા છે, જ્યારે મિલેનિયલ્સ વધુ જગ્યા શોધી રહ્યા છે. યુવાનો એવા શહેરો પસંદ કરી રહ્યા છે જ્યાં તેઓ તેમની કારકિર્દી અને સામાજિક જીવન બનાવી શકે. બીજી તરફ, મિલેનિયલ્સ એવા સ્થળો પર વધુ ધ્યાન આપી રહ્યા છે જ્યાં તેમની આવકનું મૂલ્ય વધુ હોય અને ઘર ખરીદવું વધુ સુલભ હોય.
બોખારીના જણાવ્યા અનુસાર, યુવા અમેરિકનો મોંઘા શહેરો છોડીને સૌથી સસ્તા સ્થળોએ જઈ રહ્યા નથી; મોટાભાગના લોકો પ્રમાણમાં ઓછા અંતરના સ્થળોએ જઇ રહ્યા છે. આનાથી સંકેત મળે છે કે તેઓ સારી નોકરી અથવા અથવા જીવનનિર્વાહનો ઓછો ખર્ચ ઈચ્છે છે, પરંતુ હાલમાં સામાજિક અને વ્યવસાયિક નેટવર્કને પણ છોડવા માંગતા નથી.
રેડફિનના વિશ્લેષણથી એ પણ જાણવા મળે છે કે યુવાન અમેરિકનો સામાન્ય રીતે તેમના વર્તમાન મેટ્રોપોલિટન વિસ્તારોની બહાર જવાનું ટાળી રહ્યા છે. વર્ષ 2024માં, 19-24 વર્ષની વયના આશરે 14% લોકો તેમના વર્તમાન મેટ્રો વિસ્તારમાંથી બહાર ગયા હતા, જ્યારે 2014માં આ આંકડો 15% હતો. આ વિશ્લેષણમાં US સેન્સસ બ્યૂરોના 2024ના 'અમેરિકન કોમ્યુનિટી સર્વે'ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પુખ્ત 'Gen-Z'ની ઉંમર 19-27 વર્ષ અને 'મિલેનિયલ્સ'ની ઉંમર 28 થી 43 વર્ષ માનવામાં આવી હતી.

