ઓરેકલમાં ફરી છટણી: સવારે ઉઠતા જ નોકરી જતી રહી; પહેલા 21,000 નોકરીઓ જઇ ચૂકી છે

ઓરેકલમાં છટણીનો વધુ એક તબક્કો શરૂ થયો છે. કર્મચારીઓને સવારે જાગતાની સાથે જ જાણ થઈ કે તેમની નોકરી જતી રહી છે. કંપનીએ ફરી એકવાર મોટા પાયે છટણી કરી છે; અગાઉ તેણે 21,000 જગ્યાઓ ઘટાડી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કર્મચારીઓને વહેલી સવારે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સંસ્થામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને તેમની જોબ ખતમ કરવામાં આવી રહી છે. છટણીનો આ તબક્કો સોમવારે શરૂ થયો હતો.

ઓરેકલ દ્વારા છૂટા કરાયેલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. લિંક્ડઈન (LinkedIn) તથા રેડિટ (Reddit) જેવા પ્લેટફોર્મ પર પોતાની નોકરી જવાની માહિતી શેર કરી છે. ઘણા લોકોએ કંપનીના તાજેતરના પગલાંની વિગતો આપતા વીડિયો પણ શેર કર્યા છે.

oracle1
indiatoday.in

અત્યાર સુધી ઓરેકલે તરફથી કોઇ સત્ત્વાર માહિતી સામે આવી નથી કે,  છટણીના આ તાજેતરના તબક્કાથી કેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ, આ અગાઉના કંપનીએ જે છટણી કરી હતી, એ દરમિયાન 21,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

ઓરેકલમાં આ છટણી એવા સમયે થઈ રહી છે જ્યારે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળવા માટે તેના ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરી રહી છે. સાથે જ કંપની ખર્ચ ઘટાડવાનો અને તેના કર્મચારીઓના માળખામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓરેકલના AI વ્યવસાય માટે જબરદસ્ત માંગ જોવા મળી રહી છે. કંપનીએ 30 અબજ ડોલરથી વધુ મૂલ્યના વધારાના AI ક્લાઉડ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાની જાણ કરી છે અને આવકમાં ખૂબ ફાયદો થવાની અપેક્ષા છે.

oracle1
indiatoday.in

31 મે, 2026 સુધીમાં, ઓરેકલે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં લગભગ 13 ટકાનો ઘટાડો કર્યો હતો, જેનાથી 21,000 કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. કંપનીની વાર્ષિક ફાઇલિંગ મુજબ, કંપનીમાં લગભગ 1.41 લાખ કર્મચારી હતા અને એક વર્ષે પહેલા આ સંખ્યા 1,62,000 હતા.

About The Author

Related Posts

Top News

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે...
National 
PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ) કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના...
Opinion 
સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે....
National 
80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા લોકોની વાર્તાઓ વાયરલ થઇ જાય છે જે એક સમયે ખુબ શ્રીમંત હતા, પરંતુ હવે તેમની...
National 
એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.