વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા કલેક્ટ કરવામાં નહીં આવે. ભિખારીઓ અને ભટકતા લોકોની કેટેગરી પ્રશ્નાવલીમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે; તેમનો ડેટા અલગથી રેકોર્ડ કરવામાં આવશે નહીં. કારણ કે અગાઉ 2011ની વસ્તી ગણતરીમાં આ કેટેગરીનો ખૂબ ઓછો ડેટા મળ્યો હતો. ફક્ત 3.8 લાખ લોકોએ પોતાને ભિખારીઓ અથવા ભટકતા ગણાવ્યા હતા. એટલે, આ વખતે આ કેટેગરી પર મહેનત કરવામાં આવશે નહીં.

જનગણના પ્રશ્નાવલીમાં પૂછવામાં આવશે આ પ્રશ્નો

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની પ્રશ્નાવલીમાંથી રોજગાર, વ્યવસાય, શિક્ષણ, લગ્ન, જન્મ પછી શહેર બદલવું, પરિવાર સાથે બીજા શહેરમાં સ્થાયી થવું અને કુદરતી આફતો અથવા અન્ય કારણોસર સ્થળાંતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. પરંતુ, સરકાર આ વખતે ભિખારીઓ અને ભટકતા લોકોનો ડેટા એકત્રિત કરશે નહીં. કારણ કે આ કેટેગરીના  ઘણા વ્યક્તિઓ સામાજિક કલંકના ડરને કારણે પોતાને આ કેટેગરીના હોવાની વાત જણાવતા અચકાતા હતા, જેના કારણે ઘણી વખત લોકોના અધિકારીઓ સાથે વિવાદો પણ થયા. એટલે, અગાઉની વસ્તી ગણતરીમાં આ કેટેગરીઓ માટે એકત્રિત કરવામાં આવેલ ડેટા અવિશ્વસનીય માનવામાં આવતો હતો.

census-20261
gemini.google.com

વસ્તી ગણતરી પ્રશ્નાવલીમાં નવી કૉલમ

ન્યૂઝ24ના અહેવાલ મુજબ, 2011ની વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા (વિચરતા વ્યક્તિઓ)ની સંખ્યા 3.8 લાખ હતી. તો, 2001ની વસ્તી ગણતરીમાં આ સંખ્યા 6.3 લાખ હતી અને 1991ની વસ્તી ગણતરીમાં આશરે 5.4 લાખ હતી. આગામી વસ્તી ગણતરી માટે, નવા કૉલમમાં માતા-પિતાના નામ, તેમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને ધર્મ જેવી વિગતો શામેલ હશે; પરંતુ, આ કૉલમ ફક્ત ત્યારે જ ભરવાની જરૂર પડશે જો માતા-પિતા સાથે રહેતા ન હોય અથવા મૃત્યુ પામ્યા હોય. માતા-પિતા બંનેના ધર્મ નોંધવાનો હેતુ ટ્રેન્ડ એક્સપોઝ કરવાનો છે, જેમ કે વિવિધ ધર્મોમાં લગ્નોનું ચલણ અને ધર્મ પરિવર્તનો ઇતિહાસ.

census-2026
gemini.google.com

માતા-પિતાની જન્મ તારીખ અને જન્મ સ્થળ અંગેની માહિતીથી ડેટા મળશે કે ભારતીય નાગરિકતા માટેના માપદંડોને પૂર્ણ કરે છે? મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, મતદાર ઓળખ નંબર અને પાસપોર્ટ નંબર જેવી વિગતો પણ માંગવામાં આવી છે; પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરી અધિકારીઓને લોકોને આ વિગતો પૂરી પાડવા માટે સમજાવવાવી તાલીમ આફવામાં આવી છે લોકોને સમજાવવા કહેવામાં આવ્યું છે અને ડેટા ગુપ્ત રાખવામાં આવશે. છતા કોઇ માહિતી આપવામાં ખચકાટ અનુભવે છે, તો સંબંધિત કોલમ ખાલી છોડી દેવાની રહેશે.

About The Author

Related Posts

Top News

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.