ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે USના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટમાં લઈ ગયા

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પોતાના દેશના ન્યાયતંત્ર તરફથી અનેક વખતે ઝટકો લાગ્યો છે. US કોર્ટ દ્વારા તેમના ઘણા ટેરિફ સંબંધિત આદેશોને પલટાવી દેવામાં આવ્યા છે. પરંતુ, ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ હંમેશા ટેરિફ અંગે એક યા બીજી યુક્તિનો આશરો લે છે. જ્યારે કંઈ કામ ન કર્યું તો તેમણે 'બળજબરીથી મજૂરી'નો ઉલ્લેખ કરીને 60 દેશો અથવા વેપાર ભાગીદારો પર નવા ટેરિફ લાદ્યા. આનાથી વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી નારાજ થઈ છે. ડેમોક્રેટિક શાસિત 25 રાજ્યોએ ટ્રમ્પ સામે કોર્ટમાં જઈને દાવો દાખલ કર્યો છે.

USમાં કુલ 50 રાજ્યો છે. ન્યૂ યોર્ક અને ઓરેગોન સહિત 25 ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યોએ ન્યૂ યોર્કમાં US કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં કેસ દાખલ કર્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાજ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ 10 ટકાથી 12.5 ટકા ​​સુધી વધારવાના આદેશને પડકાર્યો છે.

22

જુલાઈ 2026માં, ડોનાલ્ડ ટ્રમ્પે 1974ના વેપાર અધિનિયમની કલમ 301 હેઠળ આ નવા ટેરિફ લાદ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે, આ ટેરિફ એવા દેશો પર લાદવામાં આવ્યા હતા જેઓ બળજબરીથી મજૂરી કરીને ઉત્પાદિત માલને યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરતા અટકાવવામાં નિષ્ફળ ગયા હતા. આમાં ભારત અને યુરોપિયન યુનિયન (EU)નો પણ સમાવેશ થાય છે.

આ એક અનોખી ટેરિફ સિસ્ટમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, જ્યારે તેમણે ચીન સામે તેનો ઉપયોગ કર્યો હતો, ત્યારે કોર્ટમાં આ ટેરિફનો બચાવ કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ આ વખતે, પરિસ્થિતિ અલગ છે.

ડેમોક્રેટિક ગવર્નરો અથવા એટર્ની જનરલના નેતૃત્વ હેઠળના રાજ્યો દલીલ કરે છે કે 'બળજબરીથી મજૂરી' માટેના ટેરિફ પસંદગીના દેશો અથવા 'અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ'માં રોકાયેલા ચોક્કસ ઉદ્યોગો પર લાદી શકાય છે. ડેમોક્રેટિક શાસિત રાજ્યોનો આરોપ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આદેશે આ ટેરિફનો વ્યાપક ઉપયોગ કર્યો હતો, જેના કારણે અમેરિકાની લગભગ તમામ આયાતો પર અસર થઇ રહી છે.

25

ડેમોક્રેટિક રાજ્યોએ નિર્દેશ કર્યો હતો કે, US કોર્ટોએ પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા ટેરિફને રદ કરી દીધા છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર 'બળજબરીથી મજૂરી'ના બહાના હેઠળ તે જ ટેરિફને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઓરેગોન એટર્ની જનરલ ડેન રેફિલ્ડે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ડેન રેફિલ્ડે જણાવ્યું હતું કે, દરેક પગલે હાર મળતી હોવા છતાં, ટ્રમ્પ ફરી એકવાર કામ કરતા પરિવારો અને ઓરેગોનના સ્થાનિક વ્યવસાયો પર વધુ અરાજકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.