હિન્દુ-મુસ્લિમ મિત્રો સાથે લાવ્યા કાંવડ; 101 લીટર પાણીથી શિવલિંગ પર કર્યો અભિષેક

પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે રાજસ્થાનના સૈપઉ મહાદેવ મંદિરમાં સાંપ્રદાયિક સૌહાર્દનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું. 6 હિન્દુ અને મુસ્લિમ મિત્રો ઉત્તર પ્રદેશના સોરોં શહેરથી 101 લીટરનું કાંવડ લઈને અહીં પહોંચ્યા હતા. બધા મિત્રોએ મળીને પવિત્ર ગંગાજળથી ભગવાન ભોલેનાથનો અભિષેક કર્યો. સૈપઉ સબડિવિઝનના આ છ મિત્રોમાં પાંચ હિન્દુ અને એક મુસ્લિમ છે. તેઓ પાંચ દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સોરોંથી કાંવડ લેવા માટે નીકળ્યા હતા. લગભગ 250 કિલોમીટરનું અંતર ચાલીને, તેઓ 101 લિટરનું કાંવડ લઇને સૈપઉ મહાદેવ મંદિર પહોંચ્યા અને ગંગાજળથી અભિષેક કર્યો.

રાહુલ, સુખવીર, સૌરભ, કુલદીપ, મનીષ અને માંકરા ગામનો રહેવાસી મુસ્લિમ યુવક સદ્દામ ખાન કાંવડમાં 101 લીટર જળ લઈને ગયો સોરોંથી સૈપઉ મહાદેવ મંદિર સુધી પહોંચ્યા હતા. આખી યાત્રા દરમિયાન, મિત્રો કોઈપણ ભેદભાવ વિના સાથે ચાલ્યા, પરસ્પર ભાઈચારોનો સંદેશ આપ્યો.

ધોલપુર જિલ્લાથી લગભગ 30 કિલોમીટર દૂર સૈપઉ સબડિવિઝનમાં પાર્વતી નદીની નજીક આવેલું આ ઐતિહાસિક મહાદેવ મંદિર, ત્રેતયુગનું છે, જે ન માત્ર ઊંડી શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ ભવ્યતા અને કોતરણીનું એક અદ્ભૂત ઉદાહરણ પણ છે. તે મૌર્ય યુગના સ્થાપત્ય કળાનું જીવંતું ઉદાહરણ છે. તેને 'રામ રામેશ્વર' તરીકે પણ ઓળખવામાં આવે છે. પાર્વતી નદી તરફ ધોલપુર જિલ્લાના સૈપઉ શહેરથી લગભગ બે કિલોમીટર દૂર સ્થિત, આ મંદિર મહારાજા ભગવંત સિંહ અને તેમના રક્ષક, કન્હૈયા લાલ રાજધરની ધાર્મિક આસ્થાનો પરિચય છે.

kanwar-yatra1
jagran.com

આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ આશરે 800 વર્ષ જૂનું છે. સંવત 1305માં શ્યામ રતન પુરી અને તેમની બહેન લીલાબાઈ જ્યારે તીર્થયાત્રા પર હતા ત્યારે તેને અહીં લાવવામાં આવ્યું હતું. દંતકથા છે કે ભગવાન ભોલેનાથે શ્યામ રતન પુરીને સપનામાં આવીને શિવલિંગનું દર્શન કરાવ્યું હતું. ત્યારથી, આ મંદિર 'સ્વયં શંભુ મહાદેવ' તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ, તેમણે એક ઝાડ ધૂણો સ્થાપિત કર્યો; નજીકની ઝાડીઓમાં એક ગાય વારંવાર આવતી, જં આંચળમાંથી દૂધ ટપકાવી જતી રહેતી.

થોડા સમય પછી તેમને આભાસ થયો કે ઝાડીમાં એક શિવલિંગ દટાયેલું હોઇ શકે છે. ઝાડીઓ સાફ કરીને અને સ્થળ ખોદકામ કર્યું તો શિવલિંગ જોવા મળ્યું. ખોદકામ દરમિયાન, શિવલિંગ ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને ક્ષતિગ્રસ્ત મૂર્તિને પૂજા માટે અયોગ્ય માનીને શ્યામ રતન પુરીએ તેને માટી નીચે દાટી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માટીથી ઢંકાય નહીં. જેટલું તે તેને દાટવાનો પ્રયાસ કરતો, તેટલી તે જમીનમાંથી બહાર આવતી; આઠ ફૂટ સુધી માટીનો ઢગલો કર્યા પછી પણ શિવલિંગ દેખાતી રહી. ત્યારબાદ તેમણે તેની આસપાસ એક ગોળાકાર, ચબૂતરા જેવું માળખું બનાવ્યું અને શિવલિંગની પૂજા-અર્ચના શરૂ કરી દીધી.

kanwar-yatra2
livehindustan.com

કાંવડ યાત્રામાં હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું વધુ એક આવું જ ઉદાહરણ મેરઠથી સામે આવ્યું હતું. મેરઠનો મુસ્લિમ યુવાન શાકિર તેના હિન્દુ મિત્ર મિન્ટુ સાથે હરિદ્વારથી 251 લીટરનું કાંવડ લઈને પગપાળા યાત્રા કરી રહ્યો હતો. આ બંનેનું કહેવું છે કે તેમની યાત્રા ફક્ત આસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં ભાઈચારોનો સંદેશ આપવાનો પ્રયાસ પણ છે. તેમની મિત્રતા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.