કોલેજ અને બેંક અધિકારીઓએ મળીને વિદ્યાર્થીઓના નામે રૂ. 99 લાખની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી

CBI તપાસમાં ભોપાલમાં કથિત શિષ્યવૃત્તિ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આની અંદર MBA વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલું સરકારી ભંડોળ કથિત રીતે વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર બેંકમાં ખાતા ખોલીને ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.

એજન્સીએ UCO બેંકની હબીબગંજ શાખાના તત્કાલીન સિનિયર મેનેજર અને ભોપાલની એકેડેમી ઓફ મેનેજમેન્ટ કોલેજ સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2021 વચ્ચે સરકારી શિષ્યવૃત્તિ ભંડોળમાં આશરે રૂ. 99.48 લાખની ઉચાપત કરવામાં આવી હતી.

એકેડમી ઓફ મેનેજમેન્ટ ભોપાલના અવધપુરી વિસ્તારમાં એક ખાનગી, સ્વ-નાણાકીય બિઝનેસ સ્કૂલ છે. 2009માં સ્થાપિત, તે AICTE-મંજૂર અને બરકતુલ્લાહ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. તે લાલા રામ રખા મલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને બે વર્ષનો MBA પ્રોગ્રામ ઓફર કરે છે.

ભોપાલની UCO બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અને ઝોનલ હેડ લોકેશ કુમારની ફરિયાદ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કુમારે હબીબગંજ શાખામાં 118 બેંક ખાતા ખોલવામાં અને તેમાં થયેલી લેવડ દેવડમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ પર કાર્યવાહી કરતા, CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી. FIR મુજબ, એવું જાણવા મળ્યું કે આ ખાતાઓ MBA વિદ્યાર્થીઓના નામે તેમની જાણકારી કે સંમતિ વિના ખોલવામાં આવ્યા હતા. ત્યારપછી સરકારી શિષ્યવૃત્તિ ભંડોળ આ ખાતાઓમાં જમા કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે પહેલાં ઉપાડી લેવામાં આવ્યું હતું.

Madhya Pradesh-Scholarship
jansatta.com

CBI FIRમાં જણાવાયું છે કે, '1 જાન્યુઆરી, 2020થી 31 ઓક્ટોબર, 2021ની વચ્ચે, UCO બેંકની હબીબગંજ શાખામાં વિવિધ વ્યક્તિઓના નામે 118 નકલી બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, અને સરકાર દ્વારા આપવામાં આવેલી રૂ. 99.48 લાખની સરકારી શિષ્યવૃત્તિનું ભંડોળ આ ખાતાઓમાં જમા કરવામાં આવ્યું હતું, જેનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો.'

તપાસકર્તાઓનો આરોપ છે કે, આ છેતરપિંડી ખાતા ખોલવામાં આવ્યા ત્યારથી જ તેને નિયંત્રિત કરવા પર આધારિત હતી. FIR મુજબ, કોલેજના અધિકારીઓએ કથિત રીતે ખાતા ખોલવાની વ્યવસ્થા કરી, પોતાના અથવા તેમના સહયોગીઓના મોબાઇલ નંબરને ખાતાઓ સાથે લિંક કર્યા, તેમની સાથે જોડાયેલા ATM કાર્ડ મેળવ્યા અને શિષ્યવૃત્તિ ભંડોળ ઉપાડવા માટે તેનો ઉપયોગ કર્યો.

CBIએ આ કેસમાં 6 લોકોને આરોપી બનાવ્યા છે. તેમાં યુકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર પ્રેમા વર્માનો સમાવેશ થાય છે. અન્ય લોકોમાં ભોપાલની એકેડેમી ઓફ મેનેજમેન્ટ કોલેજના ડિરેક્ટર વિનય મલ્હોત્રા, પ્રોફેસર આદિત્ય મલ્હોત્રા, સહાયક પ્રોફેસરો મનોજ જૈન અને વિનેશ મેશ્રામ અને તે સમયે કોલેજમાં કામ કરતા રામ સિંહ વર્માનો પણ સમાવેશ થાય છે. FIRમાં અન્ય અજાણ્યા લોકોના નામ પણ છે.

મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 'બેંક અધિકારીઓ આમાં સંડોવાયેલા હતા, અને મારું નામ હવે CBI તપાસમાં સામે આવ્યું છે.' અન્ય આરોપીઓએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી. કોલેજના એક  પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ બેંકના પ્રતિનિધિઓ વચ્ચેનો મામલો હતો અને કોલેજ વહીવટીતંત્રને આમાં ફસાવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શિષ્યવૃત્તિ યોજનામાં કોઈ ગેરરીતિ થઈ નથી અને કોલેજ વહીવટીતંત્ર અધિકારીઓને સહકાર આપી રહ્યું હતું.

FIR મુજબ, ખાતું ખોલવાના ફોર્મ કથિત રીતે બનાવટી સહીઓ અને ખોટી વ્યક્તિગત માહિતી સાથે તૈયાર કરવામાં આવ્યા હતા, અને KYC ચકાસણીને બાયપાસ કરવામાં આવી હતી. અરજીઓને સમર્થન આપવા માટે સબમિટ કરાયેલા દસ્તાવેજો પાછળથી તપાસ દરમિયાન નકલી હોવાનું જાણવા મળ્યું.

Madhya Pradesh-Scholarship
bhaskar.com

CBIનો આરોપ છે કે, વિદ્યાર્થીઓને ડેબિટ કાર્ડ આપવાને બદલે, ખાતાધારકોની લેખિત પરવાનગી વિના, તે એક જ વ્યક્તિ, રામ સિંહને મોકલવામાં આવ્યા હતા. આરોપીઓએ તેમના મોબાઇલ નંબરોને ખાતાઓ સાથે લિંક કરીને OTP મેળવ્યા હતા, જેનાથી તેઓ શિષ્યવૃત્તિની રકમ જમા થયા પછી તરત જ ઉપાડી શકતા હતા.

CBIએ યુકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર વર્મા પર પણ આરોપ લગાવ્યો છે કે તેઓ ખાતા ખોલવા, KYC ચકાસણી, સિસ્ટમ તપાસ અને ATM મોકલવા સંબંધિત બેંકિંગ નિયમોનું પાલન કરવા માટે જવાબદાર હોવા છતાં આવી કામગીરીમાં મદદ કરી રહ્યા હતા. CBIનો આરોપ છે કે તેમણે બેંકિંગ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરીને ખાતાઓ ખોલવાની પ્રક્રિયા કરી અને કોલેજના અધિકારીઓ સાથે મળીને કાવતરું રચ્યું.

FIR અનુસાર, પ્રારંભિક તપાસમાં એવા પુરાવા મળ્યા છે કે, શિષ્યવૃત્તિ ભંડોળ બનાવટી દસ્તાવેજો અને છેતરપીંડીયુક્ત બેંકિંગ પદ્ધતિઓ દ્વારા ઉચાપત કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે બેંક અધિકારીઓએ જરૂરી પ્રક્રિયાઓને બાયપાસ કરીને દરેક તબક્કે આ પ્રયાસને સરળ બનાવ્યો હતો.

CBIએ ભારતીય દંડ સંહિતા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટી અને નકલી દસ્તાવેજોના ઉપયોગનો આરોપ દાખલ કર્યા છે. આ તપાસ ભોપાલમાં CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના ઇન્સ્પેક્ટર નાઝીમ ખાનને સોંપવામાં આવી છે. તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ તપાસમાં ઊંડે સુધી જશે અને, શું અન્ય વ્યક્તિઓ પણ આ શિષ્યવૃત્તિ ભંડોળના કથિત ઉચાપતમાં સામેલ હતા કે, શું અન્ય ખાતાઓમાં પણ આ જ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આવા સવાલોના જવાબ સામે લાવશે.

About The Author

Related Posts

Top News

3000 કરોડના હવાલા કૌભાંડ; કારમાંથી મળ્યા 30 લાખ રોકડા, ગુજરાતના 3 લોકો પકડાયા

પટનાના બુદ્ધ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે રાત્રે એક ઇનોવા ક્રિસ્ટા કારમાંથી 30 લાખ રૂપિયા...
National 
3000 કરોડના હવાલા કૌભાંડ; કારમાંથી મળ્યા 30 લાખ રોકડા, ગુજરાતના 3 લોકો પકડાયા

₹25 લાખની નોટ, સાથે અમેરિકન ડોલર...સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાના આ અનોખા સ્વરૂપને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી

તમે ગણપતિ બાપ્પાની ઘણી મૂર્તિઓ જોઈ હશે. ફૂલોથી સજાવેલી હોય, મોતીઓની માળા પહેરેલી હોય અને રંગબેરંગી લાઈટોથી ઝળહળતી હોય....
Gujarat 
₹25 લાખની નોટ, સાથે અમેરિકન ડોલર...સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાના આ અનોખા સ્વરૂપને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી

'ખ્રિસ્તી રાષ્ટ્રમાં હનુમાનજી માટે કોઈ જગ્યા નથી', 90 ફૂટની પ્રતિમાથી અમેરિકન રાજકારણમાં તોફાન

અમેરિકાના સૌથી મોટા રાજ્ય ટેક્સાસમાં બધું જ વિશાળ છે. અહીં બિલાડીઓ કૂતરાંના કદની છે અને કૂતરાં પોતે પણ મોટા-મોટા લાગે...
World 
'ખ્રિસ્તી રાષ્ટ્રમાં હનુમાનજી માટે કોઈ જગ્યા નથી', 90 ફૂટની પ્રતિમાથી અમેરિકન રાજકારણમાં તોફાન

2 ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં 14 વાર SIRના નિર્ણયો અને આદેશ પર વાંધો ઉઠાવ્યો, ECએ આપ્યો આ જવાબ

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે ચૂંટણી કમિશનરમાં કથિત મતભેદોના અહેવાલો સામે આવ્યા પછી, કમિશનના સૂત્રોએ હવે...
National 
2 ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં 14 વાર SIRના નિર્ણયો અને આદેશ પર વાંધો ઉઠાવ્યો, ECએ આપ્યો આ જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.